મોદીની પ્રસિદ્ધિ – 20માંથી 2 ચિત્તાના કુનોમાં મોત, ગુજરાતની જેમ ટપોટપ મોત

શ્યોપુર, 23 એપ્રિલ

17 સપ્ટેમ્બર 2022માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે તેમના જન્મદિવસ પર કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી હતી અને નામીબીયાથી લાવવામાં આવેલા 8ચિત્તાઓને ઉદ્યાનમાં છોડવામાં આવ્યા હતા. પછી ફેબ્રુઆરી 2023માં 12 મળીને કુલ 20 ચિત્તા છોડવામાં આવ્યા હતા. ત્યાર બાદ ચિત્તા ટપોટપ મરવા લાગ્યા છે. બે ચિત્તાના મોત થયા હતા. 10 ટકા મોતનો આંક ઊંચો છે. ગુજરાતમાં પણ મોદી ચિત્તા લાવ્યા હતા તે તમામ મોતને ભેટ્યા છે. હવે આવું જ મધ્ય પ્રદેશમાં થઈ રહ્યું છે.

મધ્યપ્રદેશના શીપુર જિલ્લામાં સ્થિત કુનો નેશનલ પાર્કમાં ઉદય નામના ચિતાનું મૃત્યુ થયું હતું.
સવારે અચાનક તેની તબિયત લથડી હતી. બપોરે તેનું મોત થયું હતું. આ ચિત્તાની ઉંમર લગભગ છ વર્ષ હતી. મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પછી જાણી શકાશે. એપ્રિલ મહિનામાં સંસર્ગનિષેધનો સમયગાળો પૂરો થયા પછી, આફ્રિકન ચિત્તાઓને ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યા હતા.

ગયા મહિને લગભગ સાશા નામની માદા સાડા ચાર વર્ષનીનું મૃત્યુ થયું હતું. તેમને કિડનીમાં ઈન્ફેક્શન હતું.

રાજ્ય અને કેન્દ્રીય સ્તરે નિષ્ણાતોની ટીમ ચિત્તાના દરેક પગલા પર નજર રાખવા માટે આધુનિક સાધનોની પણ મદદ આપી હતી છતાં મોત થઈ રહ્યાં છે. એક મહિના કરતાં ઓછા સમયમાં બીજી વખત ચિત્તા મારવાની ઘટના બની હતી.

ALLGUJARATNEWS.IN જે વાત લખી હતી તે સાચી પડી રહી છે.

ચિત્તા શું ગુજરાતની જેમ કુનોમાં મોતને ભેટશે ?

IN ENGLISH
Will the Kuno Cheetah can die like Gujarat?
हिंदी में
क्यां गुजरात की तरह कुनो में मर जाएगा चिता ? 

લગભગ સાત દાયકા પહેલા દેશમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા હતા. તેમના પુનર્વસન કરાયું હતું. 29 માર્ચે એક માદા ચિત્તાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો.

આ ઘટનાને પ્રોજેક્ટ ચિતા’ માટે એક મોટા આંચકા તરીકે જોવામાં આવે છે

સાંજે ઉદય સ્વસ્થ હતો. બીજા દિવસે 4 વાગ્યે મૃત્યુ પામ્યો હતો. રવિવારે સવારે 9 વાગ્યે ચિત્તાઓની દૈનિક દેખરેખ માટે ટીમ દ્વારા તેનું માથું નમાવીને સુસ્ત સ્થિતિમાં બેઠેલું જોવા મળ્યું હતું. નજીક જઈને જોયું તો તે ડઘાઈ ગયેલો અને ગરદન વાળીને ચાલતો જોવા મળ્યો. જો કે, એક દિવસ પહેલા તે સંપૂર્ણ સ્વસ્થ હતો.

દેશમાં છેલ્લો ચિત્તો 1947માં હાલના છત્તીસગઢના કોરિયા જિલ્લામાં મૃત્યુ પામ્યો હતો અને 1952માં આ પ્રજાતિને લુપ્ત જાહેર કરવામાં આવી હતી.

વિસ્તાર 748 km² છે અને તેની આસપાસના 487 km²નો બફર ઝોન છે.
કુનોમાં હવે 18 ચિત્તા અને ચાર બચ્ચા બચ્યા છે.

મોત પર સવાલ
કુનોમાં કિડનીની બિમારીને કારણે ચિત્તા શાશાના મૃત્યુના કિસ્સામાં, કુનો મેનેજમેન્ટ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેણીને ભારત લાવવામાં આવે તે પહેલા જ તે આ રોગથી પીડિત હતી. ત્યારે અધિકારીઓએ દાવો કર્યો હતો કે અન્ય તમામ ચિત્તા સંપૂર્ણ સ્વસ્થ છે. જોકે, વધુ એક દીપડાના મોતથી અધિકારીઓના દાવા પર સવાલો ઉભા થયા છે.

17 અને 19 એપ્રિલના રોજ બે મહિનાની ક્વોરેન્ટાઈન અવધિ પૂર્ણ થયા બાદ આ તમામ ચિત્તાઓને મુક્ત કરવામાં આવ્યા હતા. તે સમયે તેમનું હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. હવે મુખ્ય મુખ્ય વન સંરક્ષક જે.એસ. ચૌહાણ કહે છે કે સવારે 11 વાગ્યે તપાસ દરમિયાન ચિત્તાની તબિયત ખરાબ હોવાનું જાણવા મળ્યું હતું અને સાંજ સુધીમાં તેને બચાવી શકાયો ન હતો.
આશંકા છે કે તેને કોઈ ઝેરી જંતુએ ડંખ માર્યો હતો, ઝેરી જંતુના કરડવા અંગે સત્તાવાળાઓ દ્વારા સ્પષ્ટ ઇનકાર કરવામાં આવી રહ્યો છે.

ઉદય ચિત્તાની તબિયત ઘણા સમયથી ખરાબ ચાલી રહી હતી.

પોસ્ટમોર્ટમની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી થશે. ભોપાલ અને જબલપુરના પશુ ચિકિત્સા નિષ્ણાતોને પોસ્ટમોર્ટમ માટે કુનો મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો 

ગુજરાતમાં શું લુપ્ત થઈ રહ્યું છે?  

https://allgujaratnews.in/gj/?s=%E0%AA%B2%E0%AB%81%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4

મોદી રાજમાં ગુજરાતથી વાઘ લુપ્ત થયા, કંઈ કર્યું નહીં, વાઘ જેવી ત્રાડ પણ બિલાડી જેવી ચાલ

મોદી રાજમાં ગુજરાતથી વાઘ લુપ્ત થયા, કંઈ કર્યું નહીં, વાઘ જેવી ત્રાડ પણ બિલાડી જેવી ચાલ

ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ ગુજરાત માંથી લુપ્ત થવાની તૈયારીમાં

https://allgujaratnews.in/gj/the-great-indian-bastard-preparing-for-extinction-from-gujarat-migratory-species-conference/ 

સિંહ અસુરક્ષિત, ગીરમાં 850 ગુના પ્રાણીઓ સામે હિંસાના નોંધાયા

સિંહ અસુરક્ષિત, ગીરમાં 850 ગુના પ્રાણીઓ સામે હિંસાના નોંધાયા