કચ્છના રણ, નળ સરોવર, થોળ સરોવરમાં 12.57 લાખ પક્ષીઓ, જંગી વધારો

Kutch desert, tap lake, 12.57 lakh birds in Thala lake, huge increase

  • નળ સરોવર ખાતે પક્ષીઓની સંખ્યા 3.15  લાખથી વધુ, અભૂતપૂર્વ વધારો
  • થોળ પક્ષી અભયારણ્યમાં 87 પ્રજાતિઓના 57,000થી વધુ પક્ષીઓ નોંધાયા
  • કચ્છના મોટા રણમાં 4,85,000થી વધુ પક્ષી
  • નાના રણ 4,00,000થી વધુ પક્ષીઓ જોવા મળ્યા
  • મોટા અને નાના રણમાં 5,50,000થી વધુ ફલેમીંગો નોંધાયા : જેમાં 3 લાખથી વધુ બચ્ચાઓનો સમાવેશ
  • રાજ્યના વન વિભાગ દ્વારા દર બે વર્ષે એક વાર નળ સરોવર અને થોળ પક્ષી અભયારણ્ય ખાતે વનવિભાગ દ્વારા 8  અને 9 ફેબ્રુઆરી દરમિયાન પક્ષી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું હતું. 150થી વધુ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. નળ સરોવર ખાતે પક્ષીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે.

ગાંધીનગર, 15 ફેબ્રુઆરી 2020

નળ સરોવરમાં 131 પ્રજાતિઓના 3,15,000થી વધુ પક્ષીઓ નોંધાયા હતા, જે અત્યાર સુધી યોજાયેલ ગણતરીઓમાં સૌથી વધુ છે.

થોળમાં 87 પ્રજાતિઓના 57,000થી વધુ પક્ષીઓ નોંધાયા હતા.

2018માં યોજાયેલ પક્ષી ગણતરીમાં નળ સરોવર ખાતે 122 પ્રજાતિના 1,43,000થી વધુ પક્ષીઓ તથા થોળ ખાતે 92 પ્રજાતિના 40,000થી વધુ પક્ષીઓ નોંધાયા હતા.

પક્ષી રક્ષણ માટે ગૃહ વિભાગ તરફથી એસ. આર. પી. અને બોર્ડર વિંગ હોમગાર્ડના હથિયારધારી જવાનો મૂકવામાં આવ્યા છે.

પોલીસ ખાતાનો સહયોગ મેળવી શિકારી તત્વો સામે કાયદેસરની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સુવિધાઓનો વિકાસ કરવા તથા પ્રવાસી સુવિધાઓનો વિકાસ કરવા માટે નળસરોવર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે .

રાજ્ય સરકાર દ્વારા નળસરોવર અને થોળ બર્ડ સેમ્યુરી કન્ઝર્વેશન સોસાયટીની રચના કરવામાં આવી છે, તેમ વધુમાં જણાવ્યું છે.

ગત વર્ષે સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થવાથી રાજ્યના તમામ જળપ્લાવિત વિસ્તારોમાં પાણીનો સંતોષકારક સંગ્રહ થયો છે.

વનવિભાગ દ્વારા સૌપ્રથમવાર કચ્છના મોટા અને નાના રણમાં પક્ષીવિદોની મદદથી પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટા રણમાં 4,85,000થી વધુ અને નાના રણ 4,00,000થી વધુ પક્ષીઓ જોવા મળ્યા હતા.

કચ્છના મોટા રણમાં રાજ્ય પક્ષી જાહેર થયેલ ફ્લેમિંગોની ખૂબ મોટી માળા વસાહત વિકસી હતી.

ગણતરીમાં કચ્છના મોટા અને નાના રણમાં 5,50,000થી વધુ ફ્લેમિંગો નોંધાયા હતા, જેમાં ત્રણ લાખથી વધુ બચ્ચાનો સમાવેશ થાય છે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની મદદથી બર્ડ રીંગિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે.
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી wildlife institute of india ના વૈજ્ઞાનિક દ્વારા સૌપ્રથમવાર કચ્છના મોટા રણમાં કુલ છ ફ્લેમિંગો પક્ષીઓ માં ઇલેક્ટ્રોનિક ઉપકરણો બેસાડી આ પક્ષીઓની દૈનિક અવરજવરની નોંધ રાખવામાં આવે છે.
નળ સરોવરને વર્ષ-૨૦૧૨માં આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા જલ પ્લાવિત વિસ્તાર એટલે કે રામસર સાઇટની માન્યતા પ્રાપ્ત થઇ છે. નળ સરોવર ઉપરાંત કચ્છના મોટા રણ અને નાના રણના જલપ્લાવિત વિસ્તારો, ખીજડીયા, ગોસાબારા, વઢવાણા તથા થોળ જેવા અનેક જલ પ્લાવિત વિસ્તારો રામસર સાઇટનો દરજ્જો મેળવવાની ક્ષમતા ધરાવે છે.