[:gj]પાંચ દિવસમાં દરરોજ 1338 કોરોનના નમૂનાનું પરીક્ષણ થાય છે[:]

[:gj]કોવિડ-19 પર અપડેટ

દેશમાં કોવિડ-19ના નિવારણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન પર ઉચ્ચ સ્તરે નજર રાખવામાં આવી રહી છે તેમજ રાજ્ય સરકારો સાથે સહયોગમાં વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. આદરણીય પ્રધાનમંત્રી સંબંધિત મંત્રાલયો/વિભાગો અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ટોચના અધિકારો સાથે સ્થિતિ પર નિયમિતપણે નજર રાખી રહ્યાં છે અને એની સમીક્ષા કરી રહ્યાં છે. તેમણે ડૉક્ટરો અને હેલ્થકેર વ્યાવસાયિકોના પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તેમનો આભાર માન્યો હતો તેમજ આ કટોકટીનો સામનો કરવા તેમના સતત જોડાણ અને સાથસહકારની માગણી કરી હતી. તેમણે ડૉક્ટરો, નર્સો અને હેલ્થકેર વ્યાવસાયિકોનો આ કટોકટીનાં સમયમાં દેશની સતત સેવા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આજે પ્રિન્ટ મીડિયા સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં સાધારણ જનતાને સાચી માહિતીના પ્રસારમાં તેમના સાથસહકારની માગણી કરી હતી.

આ ઉપરાંત કેબિનેટ સચિવે દેશમાં કોવિડ-19ના વ્યવસ્થાપન માટે રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઊભી થયેલી સ્થિતિ અને તૈયારીની સમીક્ષા કરવા તેમજ એના પર નજર રાખવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે રાજ્ય સરકારોનાં મુખ્ય સચિવોને આ ચેપી રોગની સાંકળ તોડવા માટે પોઝિટિવ કેસો પર નજર રાખવા અને એમના સંપર્કમાં આવેલા લોકોને શોધવા જણાવ્યું હતું. તેમણે મુખ્ય સચિવોને સૂચનો લખ્યા છે કે, રાજ્ય સરકારોએ આ પડકારને સફળતાપૂર્વક ઝીલવા માટે હેલ્થકેર માળખાને તૈયાર કરવા પર તેમના પ્રયાસો અને નાણાકીય સંસાધનો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ તબક્કે સર્વોચ્ચ પ્રાથમિકતા આ કામગીરી જ બનવી જોઈએ. તેમને વિશેષ કોવિડ-19 હોસ્પિટલો ઊભી કરવા માટે, પીપીઈ, વેન્ટિલેટર્સ અને અન્ય આવશ્યક ઉપકરણ વગેરે સાથે તબીબી સંસ્થાઓને સજ્જ કરવા પર્યાપ્ત સંસાધનો ફાળવવા જોઈએ. રાજ્ય સરકારોને આવશ્યક સેવાઓ અને જીવનજરૂરિયાતનો પુરવઠો સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યું છે. એમાં હોસ્પિટલો, દવાની દુકાનો તથા દવાઓ, રસીઓ, સેનિટાઇઝર્સ, માસ્ક અને તબીબી ઉપકરણોના ઉત્પાદનમાં સંકળાયેલા એકમો સામેલ છે. રાજ્ય સરકારોને ફિલ્ડ સ્તર પર ઝડપી રિસ્પોન્સ ટીમોને વધારવા અને પૂરક નજર રાખવા ડીએમ હેઠળ સિવિલ મશીનરી ઊભી કરવા જણાવ્યું છે તેમજ નિરીક્ષણ દરમિયાન શંકાસ્પદ અને ઊંચું જોખમ ધરાવતી વ્યક્તિ રહી પરીક્ષણમાંથી રહી ન જાય એવી સુનિશ્ચિતતા કરવા જણાવ્યું છે.

રાજ્ય સરકારોનાં સંબંધમાં પ્રગતી પર નજર રાખવા કેન્દ્ર સરકારે કોવિડ-19ના કેસો માટે પ્રતિબદ્ધ હોસ્પિટલોની ઓળખ કરી છે. ગુજરાત, અસમ, ઝારખંડ, રાજસ્થાન, ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ તથા જમ્મુ અને કાશ્મીરે કોવિડ-19ના વ્યવસ્થાપન માટે પ્રતિબદ્ધ હોસ્પિટલો સ્થાપિત કરી છે.

સોશિયલ ડિસ્ટન્સિંગના અમલીકરણને લાગુ કરવા લગભગ તમામ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોએ લૉકડાઉનના આદેશો આપ્યા છે. 30થી વધારે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોએ સંપૂર્ણ લૉકડાઉન લાગુ કર્યું છે. રાજ્ય સરકારોને લૉકડાઉનનાં પગલાંનો અમલ કરવા કહેવાયું છે. એમાં ભાર મૂકવામાં આવ્યો છે કે, આંશિક અમલીકરણથી કોવિડ-19ના પ્રસારની ઝડપને નિયંત્રણમાં લેવાનો ઉદ્દેશ હાંસલ નહીં થાય.

કેબિનેટ સચિવે તમામ રાજ્યોનાં મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. આ ઉપરાંત ઉત્પાદકોને સ્થાનિક રીતે ઓળખ કરવામાં આવ્યાં છે અને ખરીદી શરૂ કરવામાં આવી છે, જેનો આશય ડૉક્ટરો દ્વારા તેમની ફરજો અદા કરવા માટે જરૂરી પીપીઇ, એન 95 માસ્ક અને અન્ય નિવારણાત્મક ઉપકરણોની ખેંચ ઊભી ન થાય એ સુનિશ્ચિતતા કરવાનો છે.

આ ઉપરાંત 118 પ્રયોગશાળાઓને કોવિડ-19 પરીક્ષણના નેટવર્કમાં સામેલ કરવામાં આવી છે, જેની ક્ષમતા દરરોજ 12,000 નમૂનાઓની છે. છેલ્લાં પાંચ દિવસમાં સરેરાશ દરરોજ 1338 નમૂનાનું પરીક્ષણ થયું છે. ઉપરાંત કોવિડ-19 પરીક્ષણ માટે ખાનગી પ્રયાગશાળાઓની 22 ચેઇનની આઇસીએમઆરમાં નોંધણી થઈ છે (24 માર્ચ, 2020 સુધી). તેઓ રાષ્ટ્રવ્યાપી 15,000 કલેક્શન સેન્ટર ધર્યો છે. ઉપરાંત 15 કિટમાંથી ઉત્પાદકોમાંથી એનઆઇવી પૂણેની ત્રણ પીસીઆર આધારિત કિટ અને 1 એન્ટિબોડી ડિટેક્શન કિટને મંજૂર કરવામાં આવી છે. આમાંથી એક ભારતીય ઉત્પાદક છે.

સાર્સ-કોવ-2 ઇન્ફેક્શનની પ્રોફીલેક્સિસ માટે હાઇડ્રોક્સી-ક્લોરોક્વાઇનના ઉપયોગની ભલામણ નીચેની બાબતો માટે જ કરવામાં આવી છેઃ

  • કોવિડ-19ના શંકાસ્પદ કે પુષ્ટિ થયેલા કેસની સારવારમાં સંકળાયેલા અને ચિહ્નો ન ધરાવતા હેલ્થકેર વર્કર્સ માટે.
  • પ્રયોગશાળાઓમાં પુષ્ટિ થયેલા કેસોના ઘરગથ્થું અને ચિહ્નો ન ધરાવતા સંપર્કો.

[:]