4 thousand crore land scam suppressed in Dahod, दाहोद में 4 हजार करोड़ की जमीन में घोटाला दबाया गया
દિલીપ પટેલ
અમદાવાદ,
દાહોદ 219 પ્લોટ પર બોગસ બીન ખેતી કરી દેવાનું રૂ. 500 કરોડનું કૌભાંડ થયું છે. રૂ.4 હજાર કરોડની 1500 વીઘા જમીન નલકી બિનખેતી કરીને વેચી મારી છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર અધિકારીઓ અને 6 રાજનેતાઓને બચાવી રહી છે. જમીનોમાં બોગસ બીન ખેતી તેમજ 73AA ના બનાવટી હુકમો તૈયાર કર્યા હતા. તેને સાચા માનીને અધિકારીઓએ માન્ય ગણ્યા હતા. પ્રાંત અધિકારીએ 175 કરતા વધુ સર્વે નંબરોને શંકાસ્પદ જાહેર કરેલા છે. પણ એવા 219 જમીનના પ્લોટને બિન ખેતી કરીને કૌભાંડ થયું છે.
બેંકના નકલી ચલણ, કલેક્ટર કચેરીના નકલી સિક્કા લગાવી જમીનમાં ઓછામાં ઓછા 50 અધિકારીઓ કે કર્મચારીઓ સંડોવાયેલા હોવાનું માનવામાં આવે છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના કૃષિપંચ મામલતદાર એમ.એમ.ભાભોર તથા પંચમહાલ જીલ્લા ગોઘરા સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી એવા એન.બી. રાજપૂત આ કૌભાંડમાં જવાબદાર છે.
તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો રાજ્યનો જ નહીં દેશનો પહેલો કિસ્સો બનશે. જેમાં જમીન કૌભાંડમાં એક સાથે મોટી સંખ્યામાં 50 અધિકારી સામે પગલાં લેવાયા હોય.
આ જમીન પર 4 હજાર રહેણાંકના મકાનો, મોલ, પેટ્રોલ પંપ બની ગયા છે. 15 હજાર લોકોને સીધી અસર થાય છે. ખેડૂતોની ખેતીની જમીનના બોગસ હુકમોના આધારે પ્રોપર્ટી કાર્ડ બનાવી સરકારને એક જમીન માટે સરેરાશ રૂ. 2 કરોડનું પ્રીમિયમનું નુકસાન થયું છે. લગભગ રૂ. 250 કરોડની સરકારને ખોટ ગઈ છે. છતાં ભૂપેન્દ્ર પટેલ પોતે મહેસુલ વિભાગ સંભાળતાં હોવા છતાં કોઈ પગલાં લીધા નથી. તેઓ કોઈકને બચાવી રહ્યા છે.
જમીન ખરીદ કરનારાઓ સામે પોલીસ ફરિયાદ થઈ રહી છે. પણ જમીનો ખોટી રીતે બિનખેતી કરવા અને તેમાં સરકારને રૂ. 250 કરોડનું નુકસાન કરનારા કલેક્ટર, એસડીએમ, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિત બે ડઝન અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવાની થતી હોવા છતાં ફરિયાદ કરવામાં ન આવીને તેમને ગાંધીનગરથી બચાવવામાં આવી રહ્યા છે.
આર્થિક નુકસાન કરી સરકાર સાથે છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ આ અધિકારીઓ સામે થવી જોઈએ છતાં તેમને ભાજપના નેતાઓને બચાવવા માટે અધિકારીઓને બચાવવામાં આવી રહ્યા છે. હાલ કલેકટર યોગેશ નિરગુડે છે.
પહેલી અટકાયત
31 મે 2024માં જમીન માલિક જકરીયા ટેલર અને હુકમો બનાવનારા શૈશવ શાહની સૌથી પહેલા અટક કરી હતી. કુતબી રાવત બિલ્ડરના ત્યાંથી પોલીસે કરેલા સર્ચ ઓપરેશનમાં અનેક મહત્વના દસ્તાવેજો, અનેક શંકાસ્પદ કાગળો અને થયેલા વ્યવહાર અંગેની વિગતો મોટા પ્રમાણમાં પ્રાપ્ત થયા હતા.
6 આરોપીઓ
26 ઓક્ટોબર 2024માં 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી અદાલતમાં રજૂ કર્યા હતા.
33 સામે એફઆઈઆર
જમીન ખરીદ કરનારા કે બોગસ એનએ કરવા બદલ 3 એફઆઈઆર કરી છે. ફરિયાદોમાં 7 મહિલાઓ સહિત 33 લોકો સામે ગુનો દાખલ કરાયો છે.
સર્વે નંબરોમાં DDO કચેરીના 14 SDM કચેરીના 3 તેમજ કલેક્ટર કચેરીના ત્રણ મળી કુલ 19 જેટલા બોગસ હુકમોના આધારે જમીન કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પણ ખરેખર તો આવી કુલ 219 જમીનો છે. જેમાં હવે ફરિયાદો થવાની છે.
આરોપીઓ
જકરીયા મહેમુદ ટેલર, સેશવ સિરીસ પરીખ, વિજય રમસુ ડામોર, રામકુમાર સેવકરામ પંજાબી, રામુ પંજાબી, હારુંન રહીમ પટેલ ઉર્ફે કડક, શૈશવ શિરીષચંદ્ર પરીખ, રામકુમાર સેવકમલ પંજાબી, કુતુબુદ્દીન મુરુદ્દીન રાવત, અદનાન આરોપીઓ છે.
દાહોદના નકલી એનએ પ્રકરણમાં બનાવટી દસ્તાવેજો ઉભા કરાયા છે.
13 લોકો સામે જિલ્લા પંચાયત કચેરીના કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં
1 – દાહોદના મન્નાનભાઈ તાહેરભાઈ જીનીયા,
2 – નલવાયા રતનસિંહ લુણાજી,
3 – મોઢિયા મીઠાલાલ માણેકલાલ,
4 – સૈફુદ્દીનભાઈ નોમાન જીરુવાલા,
5 – નિલેશકુમાર ગંભીરસિંહ બળદવાળ,
6 – સુલેમાન બેલીમ જામદરખા,
7 – નજમુદ્દીન અબ્દેઅલી ગાંગરડીવાલા,
8 – કાળીયાભાઈની વિધવા દુખલીબેન,
9 – રળીયાતીના માવી દિનેશ દિતિયાભાઈ,
10 – નસીરપુરના કતીજા હુમલાભાઈ કરસનાભાઈ,
11 – મંડાવાવ ગામના નલવાયા રાયસીંગભાઈ કુંવરાભાઇ,
12 – ખરોડ ગામના મોતિયા સુરપાલ નીનામા
13 – રામપુરા ગામના બદલીબેન માતરાભાઈ મુણીયા
આ કૌભાંડ 13-7- 2009 થી તારીખ 28-12-2018માં થયું હતું.
24 ગામો
દાહોદ શહેર સાથે આસપાસનાં 24 ગામોમાં બોગસ એનએ હુકમના આધારે 179થી વધુ સરવે નંબરોને બિનખેતી કરી દેવામાં આવી હતી.
દાહોદ, રળીયાતી, નગરાળા, ભંભોરી, દેલસર, છાપરી, ગરબાડા, કતવારા, ટાંડા, ઝાલોદ, લીલર, ગમલા, હિમાલા, ઉકરડી, નસીરપુર, ચંદવાણા, રામપુરા, સાકરદા, મંડાવાવ, બોરવાણી તેમજ ખરોડ ગામની જમીનના સરવે નંબરનો સમાવેશ થાય છે.
સૌથી વધારે સર્વે નંબર દાહોદ કસબાના હોવાનું સામે આવ્યું છે. જોકે આ સમગ્ર તપાસમાં કલેકટર કક્ષાથી લઈ કારકુન સુધીના અધિકારી અને કર્મચારીના નામ ખુલશે તેવી શક્યતા હાલ સેવાઇ રહી છે.
આદેશ
પ્રાંત અધિકારી દાહોદ દ્વારા દાહોદના સબ રજીસ્ટ્રારને પત્ર લખી કહેવાયું હતું કે, બિનખેતીના બોગસ હુકમના તમામ સર્વે નંબરના દસ્તાવેજ ન કરવા.
વિજિલન્સ ટીમ
ગાંધીનગરથી આવેલી આઇઆરસીની વિજિલન્સ ટીમ સરવે નંબરોમાં જઈને તપાસ સાથે વિવિધ કચેરીના દફતરોની તપાસ કરી હતી.
એડવોકેટ ઉત્કર્ષ દવેએ અધિકારીઓ સામે પગલાં ભરાય તે માટે ઝૂંબેશ શરૂ કરી છે.
179 પ્લોટોના માલિકો સામે ફરિયાદ દાખલ કરવા માટે વિવિધ 7 કચેરીઓના વડાને આદેશ કરાયા હતા. 10 હેક્ટર જમીનની ફરિયાદો થઈ છે. હજુ ઘણાં હેક્ટર જમીન આવી શકે છે.
ફરિયાદી અધિકારી પોતે આરોપી નિકળ્યો
દાહોદ શહેર નજીક નગરાળામાં જેસાવાડા રોડ ઉપર આવેલી જમીનના કૌભાંડ અંગે દાહોદ જિલ્લા પંચાયતની મહેસૂલ શાખાના ઇન્ચાર્જ નાયબ ચીટનીશે ફરિયાદ કરી હતી. 15 જૂન 2024માં જિલ્લા પંચાયત વતી ફરિયાદી ઈન્ચાર્જ ચીટનીશ વિજય ડામોર હતા. પોલીસ તપાસમાં તેની સંડોવણી બહાર આવી હતી. તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. પૂછપરછમાં તેમણે કબૂલાત કરી હતી. જેમાં નકલી હુકમોમાં સરકારી રાઉન્ડ સીલ મારવામાં વિજય ડામોરની સંડોવણી હતી. આમ ફરિયાદી પોતે જ આરોપી હતા. તેમણે નકલી હુકમો તૈયાર કરી આપ્યા હતા. હવે તે પોતે મુખ્ય સૂત્રધાર જાહેર થયો હતો.
અગાઉ પોલીસે શૈશવ પરીખ, ઝકરીયા ટેલર નામના બે બિલ્ડરની ધરપકડ કરી હતી.
સરકારની વેબસાઈટ
દાહોદમાં રહેતા સુરેશચંદ્ર શેઠે ખેતીલાયક જમીન ખરીદતા મામલતદારે તેમને નોટિસ પાઠવી હતી. શેઠના વકીલે કહ્યું હતું કે, મામલતદારે આપેલી નોટિસ ગેરકાયદે અને ગેરબંધારણીય છે. સરકારે પોતે સ્વીકાર કર્યો કે, આ નોટિસ ખોટી છે. આવી નોટિસ આપી શકાય નહીં. સામાન્ય રીતે નિયમ છે કે, ખેતીલાયક જમીન ખેડૂત ખાતેદાર સિવાય કોઈપણ વ્યક્તિ ખરીદી શકતો નથી.
સરકારની મહેસુલ વિભાગની વેબસાઈટમાં જે જમીન બિનખેતી લાયક હોવાનું સ્ટેટસ બતાવે છે. સરકારી વેબસાઈટમાં પોતાની જમીન બિનખેતી લાયક બતાવી તે જમીનનું વેચાણ કરે છે. દાહોદમાં જ આવો કિસ્સો સામે આવ્યો હતો. સરકારી વેબસાઈટમાં જે જમીન બિનખેતી લાયક બતાવી હતી તેની જ ખરીદી કરી હતી. જ્યારે આ મામલે તેમના વિરુદ્ધ અરજી કરવામાં આવી ત્યારે કોર્ટે પણ અરજદારની અરજી માન્ય રાખી હતી.
સરકારી વેબસાઈટ પર કઈ રીતે કરવામાં આવ્યો આવી જમીનનો સોદો? કોની રહેમનજર હેઠળ ચાલે છે આ કૌભાંડ?
સરકારનું જ કૌભાંડ
દાહોદમાં રહેતા સુરેશચન્દ્ર શેઠ સામે મામલતદારે ખેડુત નહીં હોવા છતા ખેતીલાયક જમીન ખરીદવા મામલે નોટિસ પાઠવી હતી. એડવોકેટ ઉત્કર્ષ દવેએ એવી રજૂઆત કરી હતી કે, મામલતદારે આપેલી નોટિસ ગેરકાયદે અને ગેરબંધારણીય છે. સરકારે આજે પોતે સ્વીકાર્યુ હતુ કે આ નોટિસ ખોટી છે આવી નોટિસ આપી શકાય નહીં. મહેસુલ વિભાગમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે તે સાબિત થઈ ગયુ છે.
કોર્ટે આ મામલાની વધુ તપાસ કરવા સરકાર આદેશ કર્યો ત્યારે તો પગલાં લેવાયા હતા.
મહેસુલ પ્રધાનના આદેશ
તત્કાલિન મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીને ગાંધીનગર મહેસૂલ વિભાગ તરફ મોકલી આપ્યા હતા. પંચમહાલ જિલ્લા કલેક્ટર તરફથી ખાતાકીય તપાસ કરવી ફોજદારી પગલાં ભરવા રજૂઆતો કરેલી હતી.
રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા જણાવેલું કે જો કોઈ પણ બિનખેડુતો બોગસ બનાવેલા બાબતે જે તે અધિકારીઓ સામે મને ફરીયાદ અરજીઓ મળશે ત્યારે હું તાત્કાલીક ખાતાકીય પગલાં લઈશ. તેઓને સસ્પેન્ડ કરીશ.
આ અંગે તેમણે ગુજરાત સરકારના અઘિકારીઓને આદેશો આપ્યા હતા. લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ પગલાં ભરવા તેમણે કહ્યું હતું.
હજુ પણ પંચમહાલ જિલ્લામાં બોગસ ખેડૂતો મોટા પ્રમાણમાં મળી આવી શકે તેમ હોવા છતાં યોગ્ય તપાસ થતી નથી. જિલ્લા કલેક્ટર કચેરી ગુંડાઓની કચેરી બની ગઈ હોવાના આરોપો લાગી રહ્યાં છે.
કૌભાંડ દબાવી દેવાયું
સરકારે કઈ રીતે કૌભાંડ દબાવી દીધું તેની આખા ગુજરાતમાં ચર્ચા છે. ભાજપની સરકાર પોતે જ કૌભાંડીઓને મદદ કરી રહી હોવાના અનેક સંજોગો અને પુરાવા છે.
2022માં ગંભીર આરોપ થયા હતા. આ વિગતો સરકાર પાસે ક્યારની પડી છે.
2022માં ગોઘરા કસબાના રેવન્યુ સર્વે નં 1062/1063 વાળી જમીનોમાં પંચમહાલ ગોધરા શહેર મામલતદાર કૃષિપંચ એમ. એમ. ભાભોર તથા અવલોકન અધિકારી એન.બી. રાજપૂત પ્રાંત ગોઘરા બિનખેડૂત પાસેથી મોટા પ્રમાણ લાંચ લઈ ખેડૂતો બોગસ બનાવેલા હતા.
ગામ નમુના નં.6 હક્ક પત્રમાં ચેડા કરી નામે એ.આઈ. મદારી સર્કલ ઓફીસર જે તે સમયે એ રેવન્યુ રેકર્ડ સાથે ચેડા કર્યા છે.
ખેડૂતો બનાવતા પહેલાં પેઢીનામા, મરણ દાખલા, પાસપોર્ટ વિગેરે પુરાવા નહિ રજુ કરાવી બોગસ ખેડૂતો બનાવેલા છે.
ફારૂક ભાણાના પિતા મોહમ્મદ ઇબ્રાહીમ ઈસ્માઈલ ભાણા વિગેરે કુટુંબના ઈસમો અલગ અલગ પેઢીનામા મરણ તારીખ દર્શાવી વિગતો ઘ્યાને લીઘેલી નથી.
બિનખેડૂતો હોવા છતાં બોગસ ખેડૂતો બનાવેલા છે. અવસાન બતાવી હકક ફેરફાર કરેલા છે. બોગસ વારસાઈ કર્યા છે. એ.આઈ. મદારી સર્કલ ઓફીસર તેના માટે જવાબદાર છે. હિજરતી મિલકતમાં ખોટી વારસાઇ કરી છે. સરકારની મિલકત એવકયુ પોપટીવાળી હોવા છતાં વેચાણ કરી નાખેલું છે.
એ.આઈ.મદારી કે જે, મહેસુલ વિભાગમાં ફરજ બજાવેલા ડિસમિસ થયેલા અને નિવૃત્ત થયેલા અધિકારીઓના મેળાપીપણા છે.
મહેસુલ તપાસણી કમિશનરો દ્વારા બોગસ ખેડૂતો પણ દબાવી ગુજરાત તકેદારી આયોગે આ બાબતે પુરતુ ધ્યાન આપેલું નથી. ગેરરીતિઓ દબાવી ખેડૂતો બોગસ બનાવેલા છે. મરણ પેઢીનામું બનાવેલા સામે તાત્કાલિક ફોજદારી રાહે પગલા લેવા જોઈતા હતા, તે લીધા નથી.
ભાજપની સરકારમાં વારંવાર રજૂઆત કરી છતાં ઘ્યાને લેવામાં આવેલી નથી.
દાહોદ શહેર મામલદાર કૃષિપંચ એમ.એમ.ભાભોર તરફ આપેલા જવાબ પુરાવા તથા ચાલુ કેસમાં બિનખેડુતોએ વેચાણ પોતાના ચૂકાદામાં દર્શાવવામાં આવેલા નથી.
ફરજ પરના ગોઘરા સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર એન.બી.રાજપૂત પ્રાંત ગોઘરા દ્વારા બોગસ ખેડૂતો બનાવેલા હતા. જેણે મોટી લાંચ લીધી છે. અધિકારીઓએ બિનખેડુતોની ચકાસણી કર્યા વગર એકતરફી હુકમો કરવામાં આવેલા છે. લોકોએ આ કૌભાંડ અને પંચમહાલ કલેક્ટરને રજૂઆતો કરી પણ પગલાં લીધા નથી. મોટા પ્રમાણ લાચંરૂવત રૂશ્વત લઈ પ્રકરણ દબાવી દેવાયું છે. અસામાજિક તત્વોને મદદ કરી છે.
પંચમહાલ જીલ્લાના ગોઘરા શહેરના કૃષિપંચ મામલતદાર એમ.એમ.ભાભોર તથા પંચમહાલ જિલ્લાના ગોઘરા સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી એવા એન.બી. રાજપૂત આ કૌભાંડમાં જવાબદાર છે.
ગુજરાત સરકાર વિજીલન્સ કમિશનર સંગીતાએ ભ્રષ્ટાચારી સામે ખાતાકીય તપાસ કરી પગલાં લેવા કહેલું છે.
મામલતદારની સંડોવણી
મામલતદાર કચેરી તરફથી જમીનની ચકાસણી બાબતેના પત્ર વ્યવહારમાં ખોટો પત્ર લખ્યો હતો. એટ્લે સમગ્ર નકલી હુકમો તૈયાર કરવામાં સરકારી કચેરીના સિક્કા તેમજ પત્ર વ્યવહાર વિજય ડામોરે સંભાળ્યો હતો. મધ્ય પ્રદેશ તેમજ રાજસ્થાનમાં પોલીસે તપાસ કરી હતી.
સિટી સરવે કચેરીના 50 કર્મચારીઓનું કૌભાંડ
જમીન માફિયાઓ દ્વારા ભ્રષ્ટ સરકારી બાબુઓ સાથે જ ખભે ખભા મિલાવીને દલા તરવાડીની વાડીની જેમ 73/એએની જમીનો કબજે કરી લીધી હતી. દાહોદ જિલ્લામાં 2011થી 2022 સુધી નકલી હુકમના આધારે જમીન એનએ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે સિટી સરવે સુપ્રિટેન્ડેન્ટથી માંડીને પટાવાળા સુધીના 50 કર્મચારીઓ શંકાના ઘેરામાં છે. છતાં તેમની સામે કોઈ પગલાં લેવાયા નથી.
કૌભાંડ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
એસડીએમ દ્વારા નોટીસ પરત ખેંચાવી હતી. સીરીઝ ઓફ ક્રોનોલોજી ઘણું બધું કહી જાય છે.
એસડીએમની બદલી કરવામાં આવી હતી. હવે દસ્તાવેજ કરવા સામે પ્રતિબંધ મૂકી દીધો છે.
ફાર્મહાઉસ પડાવી લીધું
એક અધિકારીએ બિલ્ડર પાસેથી 50 લાખ લીધા હતા. ફાર્મ હાઉસ પડાવી લેવામાં આવ્યું હતું. ગાંધીનગર સચિવ રેવન્યુએ પગલાં લીધા હતા.
41 એફઆઈઆરની તૈયારી
219 એફાઆઈઆર કરવી પડે તેમ છે. નવી 41 એફઆઈઆર નોંધવાની તૈયારી કરી રહ્યાં છે. પણ કલેકટરે અધિકારીઓ સામે ફરિયાદ કરી નથી. કલેક્ટરે લેખિતમાં આપેલું છે કે ગેરરીતિ થઈ છે.
ગુંડારાજ
સૂત્રો કહે છે કે ગુજરાતના એક ધારાસભ્ય કૌભાંડમાં સંડોવાયેલા છે. તેથી 50 અધિકારીઓને બચાવવામાં આવી રહ્યા છે.
બદલી
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે ગાંધીનગરથી દાહોદ પ્રાંત અધિકારી તેમજ દાહોદ તાલુકા મામલતદારની બદલી કરી હતી. દાહોદ પ્રાંત અધિકારી રાજપૂત એન.બી. પોરબંદરમાં અને દાહોદ મામલતદારની અમરેલીમાં બદલી કરવામાં આવી હતી. દાહોદના નાયબ જિલ્લા વિકાસ અધિકારી મિલિંદકુમાર દવેણીને નવા પ્રાંત અધિકારી તરીકે દાહોદ પ્રાંત અધિકારીની સત્તા સોંપવામાં આવી હતી. ત્યારબાદ દાહોદના મામલતદાર પંચમહાલ જિલ્લાના હાલોલના મામલતદાર પ્રદિપસિંહ બી. ગોહિલને દાહોદ મામલતદારની સત્તા સોંપવામાં આવી હતી. બદલી કરી પણ ફોજદારી પગલાં ન લીધા.
કલેક્ટરના આદેશ
નકલી હુકમો મામલે જે જવાબદાર હશે તેમની સામે જ કાર્યવાહી કરવામાં આવશે, એવું કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું.
2015 બાદ એનએ થયેલી જમીનની તપાસ કરવાના કલેક્ટર યોગેશ નિરગુડેએ આદેશ કર્યા હતા. 50 કર્મચારીઓની ટીમે 9,500 પ્રોપર્ટી કાર્ડમાંથી 934 સરવે નંબરોની તપાસ કરતાં તેમાં પ્રારંભે 175 નંબર બોગસ મળ્યા હતા.
પત્રમાં લખ્યું હતું કે, ‘દાહોદ મામલતદાર કચેરીના ઇ-ધરા કેન્દ્ર તથા તાલુકા પંચાયત કચેરી, સિટી સરવે કચેરી ખાતે વિવિધ કચેરીના બિનખેતી,હેતુફેર તથા અન્ય હુકમોની ફેરફાર નોંધોની ચકાસણી કરતાં જિલ્લા પંચાયત કચેરીના તાલુકા વિકાસ અધિકારી, દાહોદની કચેરીના હુકમો પ્રાંત અધિકારી દાહોદની કચેરીના તથા કલેક્ટર કચેરીના સંદિગ્ધ હુકમો જણાઇ આવ્યા છે.
હુકમ સંબંધિત કચેરીઓના નામનો ખોટો હુકમ બનાવી મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને સિટી સરવે કચેરીને અમલ કરવા તથા તેનો સાચા તરીકે ઉપયોગ કરીને નોંધો દાખલ કરી, પ્રોપર્ટી કાર્ડ બનાવ્યાનું જણાઇ આવ્યું છે.
ગુનો બનતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. કલેક્ટર કચેરીના હુકમો મામલે ફરિયાદ દાખલ કરવા ચીટનીશ ટુ કલેકટરને જવાબદારી સોંપી હતી.
પત્ર ગૃહના અધિક સચિવ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, જમીન સુધારણા કમિશનર, મહેસૂલ તપાસણી કમિશનરની કચેરીમાં વિજિલન્સના અધિક કલેક્ટર સહિતના વિભાગોમાં જાણ કરી હતી.
રેવન્યુ સર્વે નંબરોની યાદી
દાહોદ 574, ( 31/2,) (31/10 ), 450/1, 97/પૈકી 83,
દાહોદની સીટી 1613/1, 449/ પૈકી/1,
દેલસરની 35/1/5 પૈકી /3, 50/1
કતવારા 100
બોરવા 142
નસીરપુર 48/2
મંડાવ 251
ખરોડ 301/106
રામપુરા 20
લેન્ડ માર્ક હાઈ રાઈઝ બિલ્ડીંગ
દાહોદની લેન્ડમાર્ક હાઈરાઈઝ બિલ્ડીંગના બિલ્ડર સૈશવ પરીખ બોગસ બીન ખેતી પ્રકરણમાં જેલમાં મોકલાયા હતા. તેની જમીન સીટી સર્વે 1601/1 1601/1અ/6 વાળી જમીન છે. શહેરના ગોધરા રોડ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા ચંદ્રકાન્ત કેશવલાલ શાહ, શ્રીકાંત શાહ, દીનાબેન શ્રીકાંત શાહ એમ ત્રણેય જણાએ 20/5/2017 થી તારીખ 14/7/2022માં પ્રાંત અધિકારીનો બોગસ હુકમ ઉભો કર્યો હોવાનો આરોપ છે.
783.75 શેત્રફળ પૈકી 129.3750 ચોરસ મીટર જમીનમાં ભાગ્યોદય કો ઓપરેટીવ સોસાયટી દાહોદના સભ્ય બીનાબેન શાહનું નામ દાખલ કરવા ખોટો બનાવટી હુકમ બનાવ્યો હતો. તેને સાચા તરીકે સીટી સર્વે કચેરીમાં ઉપયોગ કર્યો હતો. જેમાં પ્રોપર્ટી કાર્ડ બનાવ્યું હતું. મિલકતનું બારોબાર વેચાણ કરી દીધું હતું.
દુકાનો બનાવી દીધી
રળીયાતી ગામે સરકારી પડતર જમીનમાં કૌભાંડિયો દ્વારા બાંધકામ કરીને 130થી વધુ દુકાનો બનાવી વેચી દીધી હતી. તે વેચીને લોકો અને સરકાર સાથે છેતરપિંડી કરાઈ હતી.
400 ગુંઠા જેટલી જમીન પોતાની જમીનમાં ઉમેરીને 130થી દુકાન અને ગોડાઉન બનાવી રૂ.25 કરોડમાં વેચાણ કરી દીધા હતા.
નોટિસ
દાહોદ મામલતદાર મનોજ મિશ્રા હતા. 376 સર્વે નંબરમાં ખોટા હુકમો થયા હતા. જમીનના ક્ષેત્રફળમાં વિસંગતતા છે.
વડી અદાલત
મામલતદાર દ્વારા અપાયેલી નોટિસ બાદ અરજી થઈ હતી. 9 જુલાઈ 2024માં ગુજરાતની વડી અદાલતે કહ્યું કે, ખોટું કર્યું હશે તો કોઈ બચાવી નહીં શકે. ખોટું કરનાર કલેકટર, મામલતદાર ઘર ભેગા થશે.
દાહોદ જિલ્લામાં ખેડૂત નહીં હોવા છતાં જમીન ખરીદી હતી.
ભૂપેન્દ્ર પટેલની સરકારને કહ્યું હતું કે અધિકારીઓ સામે શું કાર્યવાહી કરીને સરકારને એફિડેવિટ સાથે ખુલાસો કરવા કહ્યું હતું. દાહોદ જમીન NA નકલી હુકમના કૌભાંડના આરોપીઓ હાલ જેલમાં હવા ખાઈ રહ્યા છે.
તમારી જ કચેરીમાં ખોટું થયુ છે તો તમારા અધિકારીઓ સામે શું પગલા લીધા? સરકારના મહેસુલ વિભાગના પોર્ટલ પર જે જમીન બિનખેતી લાયક હોવાનું – સ્ટેટસ હોય તે ખરીદનાર સામે – તમે કેવી રીતે પગલા લઈ શકો? ખોટું સરકારી વેબસાઈટ પર મુકવામા આવે અને લોકોની સામે પગલાં ભરો છો?
સરકારી અધિકારી સામે એફઆઇઆર કરી? આ કોઇ ભૂલ નથી મોટું કૌભાંડ છે. સરકારને ખુલાસો કરવા આદેશ કરી, રેકોર્ડ રજૂ કરવા કહ્યું હતું. તેમ નહીં થાય તો તમારા અધિકારીઓની નોકરી જશે.
જામીન
4 આરોપીઓ 5 મહિનાથી જેલવાસ ભોગવી રહ્યા હતા તેમાં સુત્રધાર શૈશવ પરીખના જામીન નામંજૂર કર્યા હતા. શૈષવ પરીખના સહભાગી રામુ પંજાબીની પોલીસ શોધખોળ કરી રહી હતી.
આરોપનામુ
24 ઓક્ટોબરે પોલીસે નોંધાયેલા બે કેસો પૈકી 1000 પાનાનું આરોપનામુ છે.
વધુ 13 પાનાની એફિડેવિટ રજૂ કરી હતી.
પોલીસ તપાસ અધિકારી જગદીશ ભંડારી છે.
19 બોગસ હુકમ
ઈસમોએ વિવિધ સર્વે નંબરોમાં DDO કચેરીના 14, SDM (પ્રાંત) કચેરીના 3, તેમજ કલેક્ટર કચેરીના ત્રણ મળી કુલ 19 જેટલા બોગસ હુકમોના આધારે જમીન કૌભાંડ કર્યું હતું. એક જ પરિવારના ત્રણ સભ્યોએ રૂ. 2.86 કરોડના પ્રીમિયમની ચોરી કરી હતી. દાહોદમાં સાત મહિલા સહિત 14 ઈસમોએ બનાવટી હુકમના આધારે પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હતા.
ગોળી મારી
દાહોદમાં નકલી સિંચાઈ કચેરી ખોલીને રૂ. 22 કરોડનું કૌભાંડ કરનારા મુખ્ય કૌભાંડી સંદીપ રાજપૂતનું શંકાસ્પદ મોત થયું હતું. જેની પુરી તપાસ થઈ નથી. પણ, મોટા અધિકારીએ ગોળી મારે અત્મહત્યા કરી લીધી છે.
રળિયાતી ગામનું કૌભાંડ
દાહોદ નજીક રળિયાતી સંગામાં જમીન માફિયાઓએ એક જમીનમાં માપના આંકડામાં ફેરફાર કરીને પ્રોપર્ટી કાર્ડની નકલ ઘુ઼સાડી દીધી હતી. જમીનના માપમા વધારો બતાવીને પોતાના નામે સરકારી ચોપડે કરી હતી. આ જમીનનું અસ્તિત્વ માત્ર પ્રોપર્ટી કાર્ડમાં જ હતુ. જેથી બાજુની 73 એએના નિયંત્રણ વાળી જમીન પર પ્લોટીંગ કરતાં તેની ઉપર ઇમારતો ચણાઇ ગઇ છે. જોકે તેમાં 21થી વધુ લોકોને 6 કરોડથી વધુના દસ્તાવેજો કરી આપતા મૂળ માલિક દ્વારા મામલાને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
રળિયાતી ગામના સાંગા વિસ્તારમાં કૌભાંડી ટોળકી અને સરકારી અધિકારીઓ સાથે મળીને 376/1/1 વાળા સર્વે નંબરના પ્રોપર્ટી કાર્ડમાં જમીનના માપમાં આંકડાના ફેરફાર સાથે પ્રોપર્ટી કાર્ડની નકલી નકલ સીટી સર્વેમાં ઘુસાડી દીધી હતી. જમીનના માપમાં વધારો થઇ જતાં ભૂતકાળમાં પોતે વેચેલી મિલ્કત સિવાયની પણ જમીન સરકારી કાગળ પર હારૂન પટેલના નામે બોલતી થઈ ગઈ હતી.
હારૂન પટેલ,શૈશવ પરીખ અને કુત્બી રાવતે સરકારી અધિકારીઓ સાથે મળીને 376/1/1માં પૈકી 4/ 1નો ઉમેરો કરીને 387/2 વાળી જમીન હારૂન પટેલની માલિકીની જ છે તેમ દર્શાવીને 2 હેક્ટર 66 ગુંઠા અને 8 ચો.મી જમીનમાં મુફદ્દલ એક્લેવના નામે સ્કીમ મુકાઇ હતી.
શૈશવ અને રામુએ ડેવલપર્સની ઝકરિયા ટેલરની જમીનમાં મૂકેલા પ્રોજેક્ટમાં 400 મકાનો બનાવવાના હતા. 2023માં સરવે નંબર 303,305 અને 306ના એનએના હુકમો શંકાસ્પદ હોવાથી લોન થઈ નહોતી. આ મામલે ડેવલપર્સે શૈશવનું ધ્યાન દોરતાં સેટિંગ થઇ ગયું છે કહ્યાના પાંચ માસ બાદ શૈશવ અને રામુ પંજાબીએ અમે બધું સેટીંગ કરી દીધું છે તેમ જણાવ્યું હતું.
આ પ્રકરણ હારુન પટેલની જમીન નકલી હુકમથી એનએ થઇ હતી. આ કેસમાં પ્લોટના વેચાણના પૈસા હારુન પટેલના ખાતામાં જમા થતા હતા પરંતુ શૈશવ કે કુત્બી ખરીદી કરે તો તેઓ હારુનના નામનો ચેક આપતા હતા.
વિદેશ ગયા
દાહોદ નકલી એન.એ.કૌભાંડના આરોપી બિલ્ડર વિદેશ ગયા છે. નાસતા ફરતા બિલ્ડર દ્વારા વડી અદાલતમાં આગોતરા જામીન માંગ્યા હતા. બિલ્ડર કુત્બુદ્દીન નુરુદ્દીન રાવત રહેવાસી ઠક્કર પડ્યા દાહોદ સામે ફરિયાદ કરી હતી.
દુબઈ અને દુબઈથી અન્ય દેશની નાગરિકતા હાંસલ કરી ત્યાં જતો રહ્યો હોવાની અફવા હતી.
દાહોદ કોંગ્રેસ
19 જુન 2024માં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ દર્શાવ્યો હતો. દાહોદ જિલ્લા પોલીસ વડાને એક આવેદનપત્ર આપી જણાવ્યું હતું. કૌભાંડમાં ભાજપના નેતાઓ હોવાના આક્ષેપ કર્યો હતો. તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. ગરીબ ખેડુતોની જમીનોને બારોબાર પચાવી પાડવાનું મસમોટું કૌભાંડ છે.
ગાંધીનગર કોંગ્રેસ
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે, દાહોદમાં સરકારના ખોટા ઓર્ડર કરી આદિવાસીઓની જમીન પડાવી લેવાઈ છે. દાહોદમાં જિલ્લાના ભાજપના મોટા નેતાઓની સામે કોઈ કાર્યવાહી નથી થઈ.
સંગઠન
કૌભાંડી જમીન પર બનેલા ઘર બચાવવા સંગઠન બનાવવામાં આવ્યું છે. સંગઠનના પ્રતિનિધિ મંડળે કલેક્ટરને મળ્યા હતા. લોન લઈને કે ઉધાર ઉછીના કરીને પોતાના ઘર ખરીદ કર્યા હતા. નિર્દોષ લોકો કૌભાંડીઓને કારણે ભોગ ન બને તેવા હેતુથી શહેરના જાગૃત નાગરિકોએ સંગઠન બનાવ્યુ છે. બોનોફાઇડ પર્ચેસરોને કોઇ નુકસાન નહીં થવાની તંત્રએ ખાતરી આપી હતી.
ભાવ ઘટી ગયા
કૌભાંડ બહાર આવતા દાહોદની તમામ મિલકતોના ભાવ નીચે આવી ગયા હતા. નવા મકાનો કોઈ ખરીદ કરવા તૈયાર ન હતા. અનેક પ્લોટમાં ગેરરિતી થઈ હોવાનું માનવામાં આવે છે. આવી ઘણી જમીનોમા મકાનો બનાવીને વેચી પણ દીધા છે. સામાન્ય વર્ગના પરિવારો તેમાં રહે છે. તમામ હુકમો અને નોંધો બતાવીને જ સોદા કરવામા આવ્યા હતા.
ખરીદી સેલ બનાવ્યો
178 સરવે નંબરોની જમીન ખરીદ કે વેચાણ અંગે પ્રતિબંધ મૂકી દેવાયા હતા. લોકોને પોતાની જમીનો અથવા પોતાની મિલકતો અંગે ખરાઈ કરી શકે તે માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખાસ સેલ બનાવાયો છે. જિલ્લા વિકાસ અધિકારી હસ્તકના એક અધિકારી, તાલુકા પંચાયત હસ્તકના એક અધિકારી તથા કલેકટર કચેરી ખાતે નાયબ કલેકટર કક્ષાના એક અધિકારી સહિત બીજી કચેરીઓના અધિકારીઓ છે.
બોનોફાઇડ પરચેઝર મિલકત ધારકો અને સામાન્ય નાગરિકો કે જેવો આ બાબતથી સંપૂર્ણ અજાણ છે. અને નિર્દોષ છે.
મિકલતો કાયદેસર કરાશે
આગામી દિવસોમાં આવી મિલકતોને કાયદેસર – રેગ્યુલાઇઝ કરવા માટેની કાર્યવાહી હાથ ધરાશે. 4 હજાર મિલકતો અને 15 હજાર વ્યક્તિઓને અસર થઈ છે.
ખાસ નીતિ પણ બનાવવા માટે સરકાર તૈયારી કરે છે.
સાંઈ સીટી
દાહોદના નગરાળામાં 2018ના વર્ષમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના નકલી બિનખેતીના હુકમના આધારે સાંઈ સિટીના નામે પ્લોટીંગ કરીને વેચાણ દસ્તાવેજો કર્યા હતા. 5 વર્ષ બાદ ફરિયાદ થઈ હતી. જમીન માલિક ઝકરીયા ટેલર નકલી બિનખેતીનો હુકમ તૈયાર કરનાર શૈષવ પરીખની ધરપકડ કરવામાં આવી હતી.
દાહોદના ડી.વાય.એસ.પી જે.પી.ભંડારી તપાસ કરતાં હતા.
દાહોદ (કસ્બા)ના આંબા વિસ્તારના રેવન્યુ સર્વે નંબર 376/1/1પૈકી 4ની 3604 ચોરસ મીટર જમીન છે. જે પ્રીમિયમને પાત્ર છે. દાહોદ પ્રાંત અધિકારીના સહી સિક્કા સાથે નકલી બિનખેતીના 2016ના હુકમ કર્યા હતા. દાહોદ સીટી સર્વે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા.
એપીએમસી
13 વર્ષ પહેલા 2011માં દાહોદની એપીએમસી બનાવી હતી. તેમાં મોટું જમીન કૌભાંડ છે. કૃષિ બજાર ખોટી ઉભી કરી હતી. આદિવાસીની જમીન ખોટી રીતે બાંધકામ કરી દેવાયું હતું.
વળી, 13 વર્ષ પહેલાં આ જમીનની કિંમત માત્ર રૂ. 50 હજાર હતા. આ જમીન ખરીદી એ જ દિવસે ભાજપ સાથે જોડાયેલા નેતાઓએ નરેન્દ્ર મોદીના રાજમાં આ જમીનનો ભાવ રૂ. 15 લાખ 80 હજાર કરી દેવાયો હતો. જમીનના ભાવમાં લાખો રૂપિયાની ગોલમાલ થઈ હતી. જે આજે કરોડો રૂપિયા થાય છે.
દાહોદ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ દ્વારા કતવારા સબ યાર્ડ બનાવવા કતવારા ગામમાં રૂ. 15 લાખનો ભ્રષ્ટાચાર થયો હતો.
સરવે નંબર 363/3 જમીનના મૂળ માલિક ફજલુદ્દીન સમસુદ્દીન શેખ હતા. તેઓ ત્યારે મધ્ય પ્રદેશના થાંદલા ગામમાં રહેતા હતા. તેમની પાસેથી આ જમીન તારીખ 12 ઓક્ટોબર 2011માં કતવારા ગામનાં પરમસિંહ બરજયા ભાઇ કઠોટાએ રૂપિયા 50 હજારમાં ખરીદી હતી. જેનો દસ્તાવેજ રજીસ્ટ્રાર નંબર 2533/1-11/2011 છે.
પરમસિંહે તે જ દિવસે એટલે કે 12 ઓક્ટોબર 2011માં જમીન દાહોદ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિને રૂ. 15 લાખ 80 હજાર રૂપિયામાં વેચી હતી.
નાણાંની લેવડ દેવડ પણ બેરર ચેકથી કરવામાં આવી હતી. આ રીતે એક જ દિવસમાં જમીનની સોદાબાજી કરીને લાખોનો ભ્રષ્ટાચાર કરાયો હતો.
જમીન વેચનાર માર્કેટમાં ચોકીદાર હતા. પરથમસિંહ કઠોટા ત્યારે 30 વર્ષથી દાહોદ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિમાં જ રોજમદાર ચોકીદાર તરીકે ફરજ બજાવતા હતા.
ત્યારે દાહોદ એ પી એમ સીના અધ્યક્ષ નગરસિંહ પલાસ હતા. તેમણે બચાવમાં ત્યારે કહ્યું હતું કે, 3 ગુંઠાં જમીન ખેડુતે અમને આપી હતી. જમીન પાસેની જ જમીન હોવાથી ખરીદી હતી.