પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા ખાતે ‘વિકલ્પ સાઇથ’નું લૉંચિંગ

પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા ખાતે ‘વિકલ્પ સાઇથ’નું લૉંચિંગ અને તેનું વિતરણ કરાયું હતું. લૉંચિંગ ટુલ્સ વિકલ્પ સાઇથ નાના અને સિમાંત ખેડૂતો માટે પ્રદૂષણ રહિત ઉપકરણ-મશીન છે. એક ખેડૂત એક દિવસમાં લગભગ એક એકર પાકની કાપણી કરી શકે છે. સમય અને શક્તિનો બચાવ કરી શકે છે. આ પ્રસંગે ખેડૂતોને વિકલ્પ સાઇથનું વિતરણ કરાયું હતું.

પ્રાચીન ગુરૂકુળ આશ્રમના સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરતી ગૌશાળાઓમાં ગાયો ગૌશાળામાં ગાયોનું પૂજન કર્યું હતું. ખેડૂતો અને પશુપાલકોને સુભાષ પાલેકરજીની કૃષિ પદ્ધતિની સરળ ભાષામાં સમજૂતિ આપીને પ્રદૂષણ અટકાવવા અને ગ્લોબલ વોર્મિંગથી બચવા માટેના ઉપાયો સમજવ્યા હતા.

રાજયપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે,

ભારત દેશ કૃષિ અને ઋષિ સંસ્કૃતિનો દેશ છે. કૃષિ ઉત્પાદન એ રીતે ન વધવું જોઇએ કે જે ઉત્પાદન આવનારી પેઢીને પાંગળી બનાવી દે. ખેતી કરો તો પ્રાકૃતિક ખેતી અને પશુપાલન કરો તો દેશી ગીરની ગાયનું કરો, તેનાથી ખેતીની જમીનમાં પૌષ્ટિક તત્વોમાં વધારો થાય છે.
ગાયના ગોબર અને મુત્રથી ખેતરમાં ઉપયોગી કિટક મિત્રો આવે છે અને દુશ્મની કિટકોનો નાશ થાય છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત અનાજ આરોગ્યપ્રદ અને જીવન રક્ષક છે.