ભરૂચના લીંકરોડ ઉપર આવેલ યોગેશ્વરનગર ફ્લેટના ટેરેસ ઉપર જુગાર રમતા 10 જુગારીઓને રોકડા રૂપિયા,મોબાઈલ,વાહનો અને દારૂની બોટલ મળી કુલ 7.85 લાખના મુદ્દામાલ સાથે LCB પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓએ જીલ્લામાં પ્રોહીબીશન અને જુગારની ગેર કાયદેસર ની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા સુચના આપી હતી.
જે અનુસંધાને એલસીબીના પોલીસ ઈન્સપેક્ટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન મુજબ જીલ્લામાં પ્રોહીબીશન અને જુગારની બદીઓ ડામવા તાબાના અધીકારીઓ અને પોલીસ માણસોની અલગ અલગ ટીમનું ગઠન કરવામાં આવેલ તે પૈકી પોલીસ સબ ઈન્સ્પેકટર એ.એસ.ચૌહાણની ટીમ સાથે ભરૂચ શહેરમાં પ્રોહીબીશન અને જુગારના કેસ શોધી કાઢવા પેટ્રોલીંગમા હતી.
તે દરમ્યાન મળેલ બાતમી આધારે ભરૂચ શહેરના લીંકરોડ ઉપર આવેલ યોગેશ્વર નગર ફ્લેટના ટેરેસ ઉપર રેડ કરતા જુગાર રમતાને ઝડપી પાડ્યા હતા.
જેઓ ની અંગ ઝડતી કરતા રોકડા રૂપીયા 2,61,000 દાવ ઉપરના રોકડા રૂપીયા 48,000, 9 મોબાઈલ કિંમત રૂપિયા 85,000, 1 ફોર વહીલર કિંમત રૂપિયા 2.50 લાખ, 6 મોટર સાયકલ કિંમત રૂપિયા 1.40 લાખ તેમજ એક જુગારી પાસેથી પ્રતીબંધીત ભારતીય બનાવટની વિદેશી દારૂની રોકફોર્ડની 2 બોટલ કિંમત રૂપિયા 1000 મળી આવતા કુલ 7.85 લાખ ના મુદામાલ સાથે ઝડપાઈ જતા તમામ સામે કાયદેસર ની કાર્યવાહી કરી બે અલગ અલગ ગુન્હાઓ નોંધી આગળની કાર્યવાહી કરવા ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા સોંપવામાં આવ્યા હતા.
ગુજરાતી
English



