4 દિવસ કામ, 3 દિવસ વીકલી ઑફ, કંપનીએ કર્યો પ્રયોગ અને મળ્યું આવું પરિણામ
અઠવાડિયામાં 4 દિવસ કામ કરવાનો કોન્સેપ્ટ વૈશ્વિક બજારમાં નવું ઉદાહરણ છે. અમેરિકાની માઈક્રોસોફ્ટ કંપનીએ તેના જાપાન યૂનિટમાં ઓગસ્ટ મહિનામાં ઓગસ્ટ મહિનામાં કર્મચારીઓને કંપનીએ અઠવાડિયામાં શુક્રવાર, શનિવાર અને રવિવારે રજા આપી દીધી હતી. કર્મચારીઓ પાસેથી 1 મહિનામાં અઠવાડિયામાં 4 દિવસ કામ કરાવેલું અને 3 દિવસ વીકલી ઑફ આપી દીધો હતો. આમ કરવાથી કર્મચારીઓની ઉત્પાદન ક્ષમતા પાછલા વર્ષની તુલનામાં 40 ટકા વધી છે. જાપાનમાં કર્મચારીઓ પાસેથી વધારાનું કામ (ઓવર ટાઈમ) કરાવવામાં આવે છે. ઓછા દિવસ કામ કર્યા પછી પરિણામ સામે આવ્યું છે, જે જાણી કંપની હેરાનીમાં છે.
ઓફિસમાં 59 ટકા ઓછા કાગળનો ઉપયોગ થયો, વીજળીના ખર્ચમાં 23 ટકાનો ઘટાડો નોંધાયો. કોઈ પણ મીટિંગ અડધો કલાક કરતા વધારે ચાલી નહિ. 94 ટકા કર્મચારીઓ આ પ્રોગ્રામથી ખુશ હતા. ઓગસ્ટ મહિનામાં કરવામાં આવેલા સરવેને વર્ક લાઈફ ચોઈસ રણનીતિનો ભાગ બનાવવામાં આવ્યો હતો. જેનો હેતુ, કર્મચારીઓ વધારે સરળતાથી કામ કરી શકે તેને મદદ કરવાનો હતો. આઈડિયા ઓછા સમયમાં વધારે કુશળ કામને પ્રોત્સાહન આપવાનો છે. કંપનીએ કર્મચારીઓને કહેલું, થોડા સમયમાં કામ કરો, આરામ કરો અને સારી રીતે શીખો.