पशुगणना होगी, पहले कम हुई थी गाय, गुजरात में बैलों का वध? Livestock census, the cow population had decreased earlier, bulls slaughtered?
દિલીપ પટેલ
અમદાવાદ, 2 ઓગસ્ટ 2024
સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2024 દરમિયાન સમગ્ર દેશમાં 21મી પશુ વસ્તી ગણતરી કેન્દ્ર સરકાર કરશે. તે ડેટાના આધારે 5 વર્ષનું આયોજન થશે. 2019માં 3 લાખ 40 હજાર ગૌવંશનો ઘટાડો થયો હતો. આ વખતે ગૌ વંશ ઘટે છે કે કેમ તે સવાલ છે.
વિચરતા પશુઓનો પ્રથમવાર વસ્તી ગણતરીમાં સમાવેશ કરાયો છે.
1919થી દર 5 વર્ષે પશુ વસ્તી ગણતરી થાય છે.
100 વર્ષથી સતત પશુની ગણતરી કરતો ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે. જેમાં તમામ પાળેલા પ્રાણીઓને આવરી લેવામાં આવે છે.
આ વખતે વિચરતા પશુપાલકોના પશુઓ, રખડતા પશુઓ, કુતરા તથા પાંજરાપોળ, ગૌશાળા, સરકારી ફાર્મ અને ડેરી ફાર્મના પશુઓની ગણતરી કરાશે.
દેશમાં 219 પ્રકારના ને જાતના પશુની ગણતરી કરવામાં આવશે. દેશના 1 લાખ અધિકારી-કર્મચારીઓ વસ્તી ગણતરી કરશે.
ગુજરાતના 28 જાતના પશુની ગણતરી કરાશે. જેમાં ગાય જાતમાં ગીર, કાંકરેજ, ડગરી, ડાંગી અને નારી ઓલાદ, ભેંસ સંવર્ગમાં મહેસાણી, જાફરાબાદી, બન્ની અને સુરતી ઓલાદનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં પશુની વિગતો મેળવવા ગ્રામડામાં 2700 અને શહેરોમાં 1700 ગણતરીદારો કામ કરશે. 670 સુપરવાઇઝર હશે.
મોબાઈલ એપનો ઉપયોગ
દેશમાં પ્રથમવાર મોબાઈલ એપ્લીકેશન અને સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવશે. ગુજરાત, અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, ઓડીશા અને ઉત્તર પ્રદેશમાં પાઈલોટ પ્રોજેક્ટ શરુ કર્યો છે.
જામનગર જિલ્લાના જોડિયા અને કાલાવડ તાલુકામાં મોબાઈલ એપ અને સોફ્ટવેરનું ચાલે છે.
20મી પશુ વસ્તી ગણતરી ટેબ્લેટમાં ડેટા ફીડ કરીને કરી ઓનલાઈન કરવામાં આવ્યો હતો.
ઘરે-ઘરે જઈને મોબાઇલથી ગામ, ઘર, પશુ અને તેના માલિકની વિગતો એપ્લિકેશનમાં ભરશે.
ખેતી જમીન, ખેતી સાધનો, ગાય, કુતરા સહિતના રખડતા પશુઓની માહિતી મોબાઈલમાં નંખાશે.
ગણતરીદાર તેના સુપરવાઇઝરને પશુ ચિકિત્સા અધિકારી મોબાઈથી જિલ્લા નોડલ અધિકારીને મોકલી આપશે.
જિલ્લા નોડલ અધિકારી અને રાજ્ય નોડલ અધિકારીને વેબ એપ્લીકેશન અને ડેશબોર્ડનો ઉપયોગ કરીને ભારત સરકારને મોકલી શકાશે. ડેશબોર્ડથી જિલ્લા નોડલ અધિકારીનું નિરીક્ષણ કરાશે. ભારત સરકાર પશુધન વસતી જાહેર કરશે.
ગુજરાતના પશુપાલનના નોડલ અધિકારીઓને વસ્તી ગણતરી માટેની મોબાઈલ એપ, વેબ એપ અને ડેશબોર્ડની તાલીમ આપવામાં આવી હતી.
વર્ષ 2019ની ગણતરીમાં ગુજરાતમાં 2 કરોડ 68 લાખ પશુ હતા. 96 લાખ ગાય નોંધાઈ હતી. જેમાં 17 લાખ 50 હજાર ગીર ગાય હતી. 17 લાખ 70 હજાર કાંકરેજ ગાય હતી. 63 હજાર ડાંગી ગાય હતી. 33 લાખ 80 હજાર સંકર ગાય હતી. 26 લાખ 50 હજાર અન્ય ગાય નોંધાઈ હતી.
1 કરોડ 5 લાખ ભેંસ હતી, જેમાં 39 લાખ 50 હજાર મહેસાણી ભેંસ, 14 લાખ 70 હજાર જાફરાબાદી ભેંસ, 11 લાખ 40 હજાર સુરતી ભેંસ, 7 લાખ 70 હજાર બન્ની ભેંસ અને 31 લાખ 80 હજાર અન્ય ભેંસ નોંધાઈ હતી.
17 લાખ 80 હજાર ઘેટાં અને 48 લાખ 60 બકરા નોંધાયા હતા.
શું સ્થિતિ?
ગાય માટે ભાજપની હિંદુ વિચારધારા ધરાવતી સરકાર મોટું અભિયાન શરૂ કરી રહી છે. પણ ધરતી પરની સ્થિતી કંઈક જૂદી છે.
દેશી અને શંકર મળીને ગૌ વંશ 2012માં 1 કરોડ હતા તે 2019માં 96 લાખ 43 હજાર થઈ ગયા હતા. જેમાં બળદ 20 લાખ અને ગાય 67 લાખ 66 હજાર હતા. કુદરતી જન્મ દર પ્રમાણે વાછરડાઓનો જન્મ વધારે અને વાછરડીઓનો જન્મ ઓછો હોય છે. આમ સરખામણી કરતાં 47 લાખ બળદો ઓછા હતા કે ગુમ છે.
પશુ ઘટ્યા ને દૂધ વધ્યું
2012માં દૂધનું ઉત્પાદન 9.81 કરોડ કિલો હતું, જે 2019માં વધીને 14.50 કરોડ લિટર થઈ ગયું હતું. ગાય ઘટી તો દૂધનું ઉત્પાદન કઈ રીતે વધી શકે. ભેસોની સંખ્યા પણ એટલી વધી નથી.
દેશી ગાયો ઘટી
બીજું એ કે દેશી ગાયો 2012માં 50 લાખ 32 હજાર હતી તે 7 વર્ષમાં 2019માં ઘટીને 43 લાખ 77 હજાર થઈ ગઈ હતી. 6 લાખ 55 હજાર ગાયો ઘટી ગઈ હતી. વર્ષે 1 લાખ દેશી ગાયો ઓછી થઈ રહી છે. તે હિસાબે 2024માં દેશી ગાયની સંખ્યા 40 લાખ થઈ ગઈ હોઈ શકે છે.
દેશી બળદો ગુમ
ગાયો બચ્ચાને જન્મ આપે છે તેમાં વાછરડાનો જન્મદર વધું હોય છે. તે હિસાબે આજે 40 લાખથી વધારે દેશી બળદ કે આખલા હોવા જોઈતા હતા. પણ 2019માં માત્ર 18 લાખ 50 હજાર હતા. જે 2012માં 30 લાખ 25 હજાર હતા. 2023માં 16 લાખ બળદ માંડ હશે આમ 50 ટકા બળદ 7 વર્ષમાં ઘટી ગયા. જે કાંતો છાત પીતા કરાયા છે કાંતો કતલ ખાને ગયા છે.
આમ ગાયની સરખામણીએ 40 લાખ બળદની સામે માત્ર 16 લાખ છે. બાકીના 24 લાખ બળદો ગુમ છે. તે ક્યાં ગયા ? તેનો કોઈ જવાબ સરકાર આપતી નથી.
શંકર ગાયો
દેશી ગાયોની સામે શંકર કે ક્રોસ બ્રિડ ગાયો 2012માં 17 લાખ 34 હજાર હતી તે 2019માં વધીને 32 લાખ 70 હજાર થઈ ગઈ હતી. શંકર ગાયોના બળદો 1 લાખ 92 હજાર હતા તે ઘટીને 1 લાખ 36 હજાર થયા છે.