ગાંધીનગર, 21 મે, 2020
રાજ્યમાં કોરોનાની મહામારી યથાવત છે, ત્યારે આ મહામારી વચ્ચે તીડનાં ટોળાનાં ઉપદ્રવનાં કારણે જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે. આ જીવજંતુનું આક્રમણ ગુજરાતમાં જોવા મળ્યો છે.
તીડનું ટોળું ખેતરોમાં ઉતરી આવ્યું
ઉત્તર ગુજરાતમાં જોવા મળેલા તીડના ટોળા હવે ભાવનગર જિલ્લા સુધી પહોંચ્યા છે. ભાવનગરના વલ્લભીપુરના નસીતપુર, તેમજ મોટી ધરાઇ ગામે રાત્રીના સમયે એકાએક તીડનું ટોળું ખેતરોમાં ઉતરી આવ્યું.ખેતરોમાં તીડના ટોળા ત્રાટકતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે.
મોરબી: હળવદમાં તીડ દેખાતા કામગીરી શરૂ
વધુ એકવાર તીડે આક્રમણ કર્યુ છે. મોરબીના હળવદમાં તીડનુ ઝૂંડ દેખાયુ છે. તેથી રણકાંઠા વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. ઇસનપુર અને માલણીયાદ ગામમાં 45 લિટર દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. જેમાં ફાયરની ટીમ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.
રાજસ્થાનની સરહદે ત્રાટકેલા તીડ મહીસાગર જિલ્લા તરફ આવી 40 કિમી દૂરથી એમપી તરફ ફંટાઇ જતાં હાલ પુરતું ખેડૂતોનું સંકટ ટળ્યું છે.આમ છતાં સંકટ પુરેપુરું ટળ્યું નહીં હોવાથી વહીવટી અધિકારીઓ ખેડૂતો સાથે સતત સંપર્કમાં છે.
ખાનપુરથી દૂર ડુંગરપુરના ગોલ ગામ સુધી તીડનું ઝુંડ દેખાયુંઃસંકટ ટળ્યું નથી,ગમે ત્યારે ત્રાટકવાની સંભાવના
વડોદરા,ખેડા,પંચમહાલ અને દાહોદ જિલ્લાની નજીક આવેલા મહીસાગર જિલ્લાનો ખાનપુર તાલુકો રાજસ્થાનની સરહદને અડીને આવેલો છે.ગઇકાલે મહીસાગરથી ૧૫૦ કિમી દૂર તીડનું ટોળું દેખાયું હતું.જેના કારણે મહીસાગર અને આસપાસના જિલ્લાના ખેડૂતોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.ખાનપુરના તાલુકા વિકાસ અધિકારી અને ખેતીવાડી અધિકારીઓએ તીડના આતંકથી બચવા માટે ખેડૂતો સાથે મીટિંગો કરી તીડનો સામનો કરવા માટે સૂચનો કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ,તીડનું ટોળું મહીસાગર જિલ્લા તરફ આગળ વધ્યુ હતું અને ખાનપુર તાલુકાથી 40 કિમી દૂર ડુંગરપુરના ગોલ ગામ સુધી આવી ગયું હતું.જેથી ત્યાંના ખેડૂતોએ તીડનો મુકાબલો પણ કર્યો હતો.પરંતુ ત્યારબાદ પવનની દિશાબદલાતા આ તીડ મધ્યપ્રદેશ તરફ ફંટાઇ ગયા છે.જેથી હાલ પુરતુ ં તીડનું સંકટ દુર થયુ છે.
આ અંગે મદદનીશ ખેતીવાડી અધિકારી સુમિતભાઇએ જણાવ્યુ હતું કે,તીડ ભલે મધ્યપ્રદેશ તરફ વળ્યા છે પરંતુ ખેતીવાડી તંત્ર દ્વારા તીડના સંક્રમણ પર નજર રાખવામાં આવી રહી છે.ગ્રામસેવકો અને ખેતી વિસ્તરણ અધિકારીઓને તીડની ગતિવિધિથી વાકેફ રહી ખેતીવાડી કચેરીને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.