ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની સાચી હકીકત છૂપાવવા માટે કુપોષણ અંગે સંમેલનો શરૂં કર્યા પણ લોકોએ તેને કોઈ સહકાર આપ્યો ન હતો. તેની પાછળની હકીકત એ છે કે, એક વર્ષમાં અઢી લાખ બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. ગરીબ ઓરત પાસે ખાવાના પૈસા નથી તેથી તેના બાળકો નબળા છે. સરકારની જવાબદારી છે કે ગુજરાતનું દરેક બાળક તંદુરસ્ત હોય પણ તેમ કરવામાં રૂપાણીની અંગુઠાછાપ ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસના જાગૃત ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં પૂછેલા પ્રશ્નોન જવાબોથી રૂપાણીની પોલ ખૂલી ગઈ છે, રૂપાણી પોતાને સંવેદનશીલ કહે છે પણ બાળકો માટે રૂપાણી સરકાર નિર્દય પૂરવાર થઈ છે. ભૂખ્યા બાળકો અને તેની ગરીબ માતાને પૂરતું ખાવાનું સરકાર આપતી નથી. જુઓ દુબળા બાળકોના 6 મહીનાના આંકડા

ગુજરાતી
English



