સૌરભ દલાલનું બોટાદ ભેંકાર બની રહ્યું છે, હાલત સુધારો

20 વર્ષથી બોટાદની જનતા જાહેર અને વહીવટી સુવિધા માટે પરેશાન છે. વિકાસની વાતો માત્ર જાહેરાતો સાબિત થઈ રહી છે. રોડ – રસ્તા , લાઈટ , પાણી  અને ગટર વ્યવસ્થાને લઈને તેમજ ટ્રાફિકની જટીલ મુશ્કેલીનો ભોગ બની રહી છે. ગુજરાતના રાજકીય નકશામા ભાવનગરથી અલગ કરી અને જીલ્લાનો દરજ્જો આપવાથી જનતાને કોઇ ફાયદો થયેલો નથી.

શહેરના તમામ રહેણાંક વિસ્તાર પ્રાથમિક સુવિધાઓ વંચિત છે. ખાસ કરીને ખોજાવાડીનો રહેમતનગર-મેમેન કોલોની-પરાવિસ્તાર, હરણકુઈનો મહમદ પેગંબર સોસાયટી-સતવારા સોસાયટી-મહમદનગર-મહમદ ગફુર સોસાયટી, મુસ્લીમ સોસાયટીનો જમાયનગર અને વોરા સોસાયટીનો માંકડ ચોક-જુમ્મા મસ્ઝીદ વિસ્તારની પરીસ્થિતિ આજે પણ દયાજનક હાલતમાં છે. પાયાની સુવિધાથી આ તમામ વિસ્તાર વંચિત છે. આ તમામ વિસ્તારો પાયાની સુવિધા અને  વિકાસની બાબતે ભાજપની કીન્નાખોરીનો ભોગ બન્યા છે.

બોટાદની ભૌગોલિક પરિસ્થિતિ ખેતીવાડી અને ઔદ્યોગિક બન્ને રીતે ઉત્તમ છે. ભાજપ સરકાર ઓરમાયુ વર્તન રાખવામા આવી રહ્યુ છે, અહિયાં મોટા ઉદ્યોગો સ્થાપવા માટે પણ બોટાદ ઉત્તમ છે પરંતુ એવુ બન્યુ નથી. અને બોટાદનુ સ્થાનિક વહિવટીતંત્ર તો સંપુર્ણ નિષ્ફળ છે.

તેથી બોટાદ શહેર માટે બે માંગણી છે

  1. ટ્રાફિક નિયંત્રણના કાયમી ઉકેલ માટે વહેલીતકે બોટાદ વિસ્તાર વિકાસ સતા મંડળની સ્થાપના કરવામા આવે તેમા શહેર ફરતી સડકની જોગવાય કરવા આવે. દરેક વિસ્તારમાં રોડ, પાણી, ગટર આપવામાં આવે.
  2. બોટાદના પ્રવેશદ્વારમા સૌનુ સ્વાગત કરતી અને બોટાદમા ભાજપાની ઉંમર જેટલી આયુષ્ય ધરાવતી “અવેડા ગેટ” ની ઐતિહાસિક ગંદકીના નિકાલ માટે ખાસ કિસ્સમા કાર્યક્રમનુ આયોજન કરવા આવે અને તેનો કાયમી નિકાલ કરવામા આવે. તેમ કોંગ્રેસના નેતા મનહર પટેલે સરકાર સમક્ષ માંગણી કરી છે.