અમદાવાદ, 10 ડિસેમ્બર 2025
ભરૂચના ભાજપના સાંસદે ભ્રષ્ટાચારના આરોપો ભાજપ અને આમ આદમી પક્ષ પર મૂકી દીધા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોલ પણ ખુલી છે. મોદીએ એક જ કાર્યક્રમ પાછળ રૂ. 24 કરોડ ખર્ચી નાખ્યા હોવાનું બહાર આવ્યું છે. આમ મનસુખ વસાવાએ વિવાદ ઉભો કરીને વડાપ્રધાનને મુશ્કેલીમાં મૂકી દીધા છે.
નરેન્દ્ર મોદીનો હમણાં કાર્યક્રમ હતો તેમાં પ્રજાના કરોડો રૂપિયા ખર્ચાયા હોવાનું બહાર આવ્યું છે.
આમ આદમી પક્ષના ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેર કર્યું હતું કે, સંકલન બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમના ખર્ચ જાહેર કરાયા હતા.
આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાંથી 5 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે.
જેમાં મંડપ 5 કરોડ.
સ્ટેજનો 7 કરોડનો ખર્ચ..
ટ્રોલી ટોયલેટ માટે 2 કરોડ.
51 લાખ રૂપિયા પીવાના પાણીનો ખર્ચ. .
ડોમ 2 કરોડ 6 લાખનો ખર્ચ.
ચા નાસ્તાના ફૂડ બિલના 2 કરોડ રૂપિયાનું બિલ.
નર્મદામાં દસ કરોડનું કમલમ કોના પૈસાથી બનાવ્યું?
પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કરોડો રૂપિયા વિભાગમાંથી ચૂકવણી થાય છે. ચા-નાસ્તાના બીલોની કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. એકતા યાત્રા 14 જિલ્લામાં કાઢવામાં આવ્યા તેના કરોડો રૂપિયાની ચુકવણી કરવામાં આવી. સાંસદે પોતાના મળતિયાના બીલો મુકાવ્યા. સાંસદમાં અમારૂં નામ લેવાની હિંમત નથી એટલે નામ લીધા વગર આક્ષેપ કરે છે.
બાળકોના કુપોષણ માટે ગ્રાન્ટ નથી આવતી. શાળામાં બાળકોને નાસ્તા અને જમવાના બિલ નથી ચુકવાતા.
આખા કાર્યક્રમનો કરોડોનો ખર્ચ છે. આવા કેટલાય કાર્યક્રમો હમણાં હમણાં થયા છે. ભાજપના લોકો કરોડોના બિલ લે છે. સાંસદ જેણે બિલ મુકાવ્યું છે એમણે અમારું નામ લીધા વગર આક્ષેપ કર્યા છે. સાંસદ વારંવાર અનેક નિવેદનો કરે છે. તેઓએ ‘ચૈતર વસાવાનું ફંડ વિદેશથી આવે છે…’ એવું કહ્યું હતું. તમે સાંસદ છો સરકાર પોલીસ તમારી છે, તો કાર્યવાહી કરો.
મનસુખ વસાવાના આરોપ
ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી પોતાના જ પક્ષ ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મળી ભ્રષ્ટાચાર કરે છે. ભ્રષ્ટાચારમાં બધા જ રાજકીય પક્ષોની મિલીભગત છે.
એક નેતાએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) પાસેથી રુ. 50 લાખનો તોડ કર્યો હતો. હત્યાના પીડિતોને સહાય અપાવવા માટે પણ તમામ પક્ષના નેતાઓ સહિતની ટીમે રૂ. 10-10 લાખનો તોડ કર્યો હતો.
જિલ્લામાં યોજાયેલા સરકારી કાર્યક્રમોના ખર્ચ અંગે આપના કેટલાક નેતાઓ ખોટો હોબાળો સર્જે છે અને અધિકારીઓ પર દબાણ કરી વારંવાર તતડાવતા હોય છે. વડાપ્રધાનના બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં 50 લાખ અને 75 લાખનો તોડ કરવાની કોશિશ કરવામાં આવી હોવાનું સાંસદે આક્ષેપ કર્યો.
આપના કેટલાક નેતા ટીમો બનાવી અધિકારીઓને તતડાવી ભ્રષ્ટાચાર અને તોડપાણીના પ્રયાસોમાં સંકળાયેલા છે.
કેટલાક નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ધમકાવે છે. કોંગ્રેસના નેતા રણજીત તડવીનું પણ નામ છે, પરંતુ મને ખબર છે કે રણજીત તડવીએ કોઈ પૈસા લીધા નથી. તેને પૈસા આપવા ગયા હતા ત્યારે રણજીતભાઈ એ લોકોને ખખડાવી નાખ્યા હતા.
મેં તપાસ કરી છે આ પત્રમાં તથ્ય છે કેવડિયામાં બિલ્ડર લોબી જમીન દલાલો બે વર્ષમાં કરોડો કમાયા છે. ગરૂડેશ્વરના ગભાણામાં રસ્તો બનાવવા સરકારી જગ્યામાં એક નેતાએ તપાસ માગી તોડપાણી કર્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દોઢ કરોડનો તોડ થયો છે, સરકારી જમીનમાં દબાણ કરનારાએ તેમને પૈસા આપ્યા છે તેમ લખી જણાવ્યું છે. જેમને જમીન રાખી અને પોતાના નામે જમીન કરાવી છે મેં તેઓને પણ પૂછ્યું પણ તેઓનું કહેવું છે કે અમે તો દબાયેલા હતા એટલે પૈસા આપી નામ પર કરાવ્યું છે. પરંતુ ભ્રષ્ટાચાર તો થયો જ છે.
અન્ય એક બાબત એ પણ છે કે આમ આદમીના એક નેતાએ રેલવેની જમીનમાં દબાણ કર્યું છે. મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અમિત શાહ સુધી રજૂઆત કરશે.
આ સમગ્ર ઘટનાક્રમમાં જે કોઈપણ વ્યક્તિ—ભાજપ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે મારી સાથે ફરનારા—કોઈપણ સ્તરે સંકળાયેલા હશે, તેમને છોડવામાં નહીં આવે. નર્મદા જિલ્લામાં આપ, ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓની મીલીભગતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તેની વિગતવાર તપાસ જરૂરી છે.
અગાઉ પણ વસાવાએ પોતાના જ પક્ષ વિરુદ્ધ આક્ષેપો કરતા પત્રો લખ્યા છે અને તે જાહેર પણ થઈ ચૂક્યા છે.
આપની ટીમ ઠેર ઠેર પોતાના એજન્ટો મૂકે છે અને વિકાસના કામોની ભૂલો કાઢી સોશિયલ મીડિયામાં વાતો વહેતી કરે છે. અધિકારીઓ પાસેથી તોડ કરે છે.
વસાવાએ ભ્રષ્ટાચાર કરનારાઓના નામ કે પુરાવા જાહેર કર્યા નહોતા.
ગરૂડેશ્વર મ્યુઝિયમ અને જમીન કૌભાંડની ચર્ચા
વસાવાએ ગરૂડેશ્વર સ્થિત આદિવાસી મ્યુઝિયમમાં થયેલા બે શ્રમિકોના મૃત્યુનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, મૃતકોના પરિવારને વળતર મળ્યું, પરંતુ રાજકીય નેતાઓએ આ ઘટનાના નામે પણ એજન્સીઓ પાસેથી “તોડપાણી” કરી. આ ઉપરાંત તેમણે AAP નેતા નિરંજન વસાવા પર આક્ષેપ કર્યો કે, કેવડિયા વિસ્તારમાં તેમની પત્નીના નામે કરોડોની જમીન ખરીદવામાં આવી છે. તેની રકમ ક્યાંથી આવી તે અંગે સ્પષ્ટતા હોવી જોઈએ. આ મામલે પોતાના પાસે પુરાવા સ્વરૂપે એક પત્ર હોવાનો પણ દાવો કર્યો.
ચૈતર વસાવાના આરોપ
ચૈતર વસાવાએ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. ભાજપ આદિજાતિ વિકાસનો ફંડના દુરુપયોગ કરે છે. મનસુખ વસાવાએ મનોચિકિત્સક પાસે સારવાર લેવાની જરૂરત છે. મારા વિરુદ્ધ પુરાવા રજૂ કરવામાં આવે, નહીં તો હું માનહાનીનો કેસ કરીશ. મનસુખ વસાવા ભ્રષ્ટાચાર કરનારાઓની યાદી સરકારને આપે.
ચૈતરે જણાવ્યું હતું કે, આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, સિકલ સેલ સબસીડી અને કુપોષિત બાળકો માટેના નાણાંમાં ભ્રષ્ટાચાર છે. આદિજાતિ વિકાસ માટે સરકારે 2,470 કરોડના આંકડાઓ રજૂ કર્યા હતા.
ગુજરાતી
English




