અલ્ટો, વેગનઆર, સેલેરિયો, સ્વિફ્ટ, એસ-પ્રેસો, બલેનો, ડિઝાયર કારનું ઉત્પાદન 32 ટકા ઓછું થયું

મારુતિ સુઝુકીએ માર્ચમાં વાહનોનું ઉત્પાદન 32 ટકા ઘટાડ્યું

મુંબઇઃ દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચર્સ કંપની મારુતિ સુઝુકીએ માર્ચ મહિનામાં વાહનોનું ઉત્પાદન 32.05 ટકા ઘટાટ્યું છે. કંપનીએ માર્ચ મહિનાના ઓટો પ્રોડક્શન અંગે સ્ટોક એક્સચેન્જને માહિતી આપી છે.

માર્ચ મહિનામા કંપનીએ 92540 વાહનોનુ ઉત્પાદન કર્યું છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં કંપનીએ 1,36,201 વાહનોનું મેન્યુફેક્ચરિંગ કર્યું હતું.

કોરોના વાયરસની મહામારીને લીધે ભારતમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે સમગ્ર ઓટો સેક્ટર માટે આગામી સમય મુશ્કેલી ભર્યો રહેવાની આશંકા વ્યક્ત કરાઇ છે.

આ સમિક્ષાધીન સમયગાળા દરમિયાન પેસેન્જર વ્હિકલ્સનું ઉત્પાદન વર્ષ અગાઉના 1,35,236 વાહનોની તુલનાએ 32.26 ટકા ઘટીને આ વખતે માર્ચ મહિનામાં 91,602 યુનિટ થઇ ગયું છે. અલ્ટો, એસ-પ્રેસો, વેગનઆર, સેલેરિયો, ઇગ્નિસ, સ્વિફ્ટ, બલેનો અને ડિઝાયર સહિત મિનિ અને કોમ્પેક્ટ કેટેગરીમાં મેન્યુફેક્ચરિંગ માર્ચ 2019માં 98,602 વાહનોની તુલનામાં 31.33 ટકા ઘટીને માર્ચ 2020માં 67,708 વાહને આવી ગયું છે. કંપનીએ માર્ચ 2020માં વિટારા, બ્રેઝા, અર્ટિંગા અને એસ-ક્રોસ જેવા 15203 યુટિલિટી વ્હિકલનું પ્રોડક્શન કર્યું છે. જેનું પ્રોડક્શન વર્ષ પૂર્વેના 17719 વાહનોની તુલને 14.19 ટકા ઓચું છે.

આવી જ રીતે કંપનીએ મીડિયમ સાઇઝની સેડાન સિયાજનું પ્રોડક્શન 3205 વાહનોની તુલનાએ ઘટીને 2146 વાહનો તથા લાઇટ કોમર્શિયલ વ્હિકલ સુપર કેરીનું ઉત્પાદન 965 યુનિટોથી ઘટાડીને 938 યુનિટે આવી ગયું છે. કંપનીએ ફેબ્રુઆરીમાં પણ પ્રોડક્શનમાં 5.38 ટકાનો ઘટાડો કર્યો છે.