ગાય-વગર દૂધ, ભેંસ-વગર માંસ, મરઘી વગર ઇંડા બની રહ્યાં છે, તો ગુજરાતમાં 3 કરોડ પશુઓની વર્ષે કતલ અટકશે

ગાંધીનગર, 17 ડિસેમ્બર 2020

2016માં જાહેર કરાયું હતું કે આગામી 5 વર્ષ દરમિયાન, લેબમાં તૈયાર માંસ, દૂધ અને ઇંડા શહેરના સ્ટોર્સ પર વેચવા માટે ઉપલબ્ધ થશે. હવે એ દિવસ આવી ગયા છે કે માંસ, ઈંડા અને દૂધ ફેક્ટરીમાં બનતાં થયા છે અને હવે થોડા સમયમાં જ તે મોલ, ડેરી કાઉન્ટર અને દુકાનોમાં મળતા થશે.

ગુજરાતમાં હાલ વર્ષે 3 કરોડ પશુની હત્યા માંસ માટે કરવામાં આવે છે. 33 હજાર ટન માંસ પશુઓને માનીને ખવાય છે. 1500 કરોડ કિલો દૂધ પશુઓનું મેળવાય છે અને 200 કરોડ ઈંડા મરઘી પાસેથી મેળવાય છે. હવે જો ફેક્ટરીમાં જ માંસ બનવા લાગશે ત્યારે આ તમામ ઉત્પાદનો ખેતર કે ફાર્મ કે કતલખાનામાં નહીં બને. તેને થોડા વર્ષો લાગશે પણ આવું બનશે તે નક્કી છે.

તે રીતે ડેરીના વિકાસમાં ગુજરાતે હરણફાળ ભરી છે એ રીતે પશુ વગર માંસ પેદા કરવામાં ગુજરાત આગળ હશે. કારણ કે ગુજરાતના મોટા ભાગના લોકો હિંસામાં માનતા નથી. જૈન, વૈષ્ણવ, સ્વામીનારાયણ સંપ્રદાય કે ધર્મના અનુયાયીઓ વધું છે જેઓ માંસ, મટન, ઈંડા ખાવાનું પસંદ કરતાં નથી.

ભારતમાં શોધ

આઈઆઈટી ગુવાહાટીના કેટલાક સંશોધકોએ આ સમસ્યા માટે પ્રયોગશાળામાં માંસ તૈયાર કર્યું છે. બાયોમેટ્રીયલ્સ અને ટીશ્યુ એન્જિનિયરિંગ લેબોરેટરીના સંશોધકોએ માંસનું ઉત્પાદન અલગ રીતે કરવા માટે નવી તકનીક વિકસાવી છે. પેટન્ટ લેવામાં આવી છે.
માંસનો સ્વાદ કાચા માંસ જેવો હશે. જેમાં એનિમલ સીરમ, એન્ટિબાયોટિક્સ અને હોર્મોન્સનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

અમેરિકા

અમેરિકાના એક ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક, કાર્ડિયોલોજિસ્ટ અને મેમ્ફિસ મીટ્સના સહ-સ્થાપક આંધ્રપ્રદેશના ઉમા એસ. વલેતી તેના બે અન્ય સાથીદારો સાથે મળીને પ્રયોગશાળામાં પ્રાણી કોષોમાંથી માંસ બનાવી લીધું છે. તે બગડતું નથી. મોટા પાયે પ્રાણીઓની કતલને રોકવામાં મદદ કરશે.

માઇક્રોબ ટેકનોલોજીથી અમુક પ્રાણીઓના વિશેષ કોષો લે છે. આ કોષો પછીથી ઓક્સિજન અને શર્કરા અને ખનિજો જેવા પોષક તત્ત્વોમાં ભળી જાય છે. નવથી 21 દિવસની વચ્ચે વિકાસ પામે છે. તકનીક દ્વારા હેમબર્ગર તૈયાર કરશે. લેબમાં તૈયાર કરેલા માંસમાં પરંપરાગત માંસ જેવા પોષક તત્વો અને સ્વાદ છે. હશે.

કંપનીઓ અને કેટરિંગનું આખું રૂપ બદલાઇ રહ્યું છે.

ગાય વિના દૂધનું ઉત્પાદન આથો બેક્ટેરિયા દ્વારા કરશે.

બીજી કંપની મરઘીઓ વિના ઇંડા બનાવશે જેની કિંમત વાસ્તવિક ઇંડા કરતા ઓછી હશે.

મેડ કાઉ, પ્રાણીઓ, પક્ષીઓમાં બર્ડ ફ્લૂ જેવા ઘણા રોગોના ફેલાવાને કારણે દૂધ અને માંસનું સેવન કરવું જોખમ બને છે.

પ્રાણીઓને રાખવાની જગ્યા પણ યોગ્ય નથી. દૂધ, દહીં અને ચેપગ્રસ્ત માંસમાં ભેળસેળ થવાની સંભાવના છે. આ બધાને ધ્યાનમાં રાખીને, અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓએ કતલખાનાઓ અને ડેરી ફાર્મ્સને આધુનિક અને સ્વચ્છ પ્રયોગશાળાઓમાં રૂપાંતરિત કરવાની યોજના બનાવી રહી છે. ગુજરાતમાં બહું ઝડપથી આ ફેરફાર આવવાના છે. કેટલીક ડેરીઓ અને માંસ બનાવતી પેઢીએ તેની તૈયારીમાં લાગી ગઈ છે. જોકે આ બધા ઉત્પાદનોમાં ઈંડાને બાદ કરતાં બીજાની કિંમત હજું વધું છે.

દર વર્ષે અબજો પ્રાણીઓની હત્યા કરવામાં આવે છે.
પ્રાણીઓની કતલ કરીને 2050 સુધીમાં માંસની આવશ્યકતા પૂરી થઈ શકે તેમ નથી. માંસ માટે દરરોજ 13 કરોડ ચિકન અને 40 લાખ ડુક્કર મારવામાં આવે છે. મહત્વની વાત એ છે કે જો આપણે પૃથ્વી પરના કુલ સસ્તન પ્રાણીઓ વિશે વાત કરીએ તો તેમાંના 60 ટકા પ્રાણીઓ, 36 ટકા માણસો અને 4 ટકા જંગલી પ્રાણીઓ છે.

સિંગાપોર પ્રથમ દેશ

સિંગાપોર વિશ્વનો પહેલો દેશ બન્યો છે, જે લેબની અંદર ઉત્પાદિત માંસનું વેચાણ કરવા દેશે. અમેરિકન કંપની જસ્ટ ઈટ લેબમાં ચિકન બાઈટનું ઉત્પાદન કરશે. કંપનીએ સિંગાપોરની ફૂડ એજન્સીની સલામતી પરીક્ષણ પણ સફળતાપૂર્વક પસાર કરી છે. શરૂઆતમાં તે ખૂબ મોંઘું થઈ શકે છે.

જોકે હજું એ નક્કી નથી થયું કે, લેબોરેટરીના માંસમાં ઉર્જા અને પોષક તત્વો કેટલાં પ્રમાણમાં છે.

વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો આશરે 20.17 ટકા છે. વિશ્વમાં ઇંડાના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો આશરે 5.65 ટકા છે અને વિશ્વમાં દુધાળા પ્રાણીઓની સૌથી વધુ વસ્તી ભારતમાં છે જેમાં 110 મિલિયન ભેંસ, 133 મિલિયન બકરીઓ અને 63 મિલિયન ઘેટાં શામેલ છે.
પશુ ઉત્પાદનોના નિકાસમાં ભેંસ, ઘેટાં, બકરીનું માંસ, મરઘાં ઉત્પાદનો, પશુઓની ચામડી, દૂધ અને દૂધના ઉત્પાદનો છે.

ગુજરાત

ગુજરાતમાં 1 કરોડ ભેંસ અને એટલી જ ગાય છે. મરઘી અને બીજા પ્રાણીઓ મળીને કુલ

10 હજાર ભેંસોનું માંસ ખાવા કાપવામાં આવે છે. 54 હજાર ઘેટા કાપવામાં આવે છે. 80 હજાર બકરી અને 4 હજાર ભૂંડ, તથા 3 કરોડ મરઘીની હત્યા કરાય છે. આમ 3.2 કરોડ પશુઓને મારીને માંસ ખાવામાં આવે છે.

જેનું કુલ 33 હજાર ટન માંસ ખવાય છે. આ આંકડા સત્તાવાર કતલખાનાના છે. પણ ખરેખર તો તે માંડ 10 ટકા હશે. ખરેખ કતલ તો અનેક ગણી વધારે છે. આ અંદાજ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે સરકાર છેલ્લાં 10 વર્ષથી આંકડા છૂપાવી રહી છે. જૈન મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આવ્યા ત્યારે 33180 ટન માંસ ગુજરાતમાં ખવાતું હતું જે 2018-19માં 33330 ટન માંસ ખવાય છે. જેમાં નોંધપાત્ર વધારો થયો નથી. તેની સામે ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં 175 હજાર ટન માંસ વધીને 192 હજાર ટન થઈ ગયું છે. આમ તેના પરથી ખ્યાલ આવે છે કે ગુજરાતમાં તે આંકડા છૂપાવવામાં આવી રહ્યાં છે. સરકાર સત્તાવાર કહે છે કે ગુજરાતમાં એક પણ ગાય કાપીને તેનું માંસ ખવાતું નથી. પણ રોજ પકડાય તો છે જ. બિહારમાં જો 5 લાખ ગાયનું માંસ ખવાતું હોય તો ગુજરાતમાં ન ખવાતું હોવાનું કોઈ કારણ નથી.

2000-01માં 35 કરોડ ઇંડા ખવાતા હતા. જે 2018-19માં 185 કરોડ અને 2019-20માં 200 કરોડ ઇંડા ગુજરાત ખાઈ રહ્યું છે.

2000-01માં 532 કરોડ કિલો દૂધ પેદા થતું હતું જે વધીને 2018-19માં 1450 કરોડ કિલો દૂધ અને 2019-20માં 1500 કરોડ કિલો દૂધ પેદા થાય છે.

ભારત

વર્ષ 2019-20માં ભારતમાં પશુ ઉત્પાદનની નિકાસ 26,383.99 કરોડ રૂપિયા હતી.

ભેંસનું માંસ 22668.47 કરોડ
ઘેટાં-બકરીનું માંસ 646.69 કરોડ
મરઘાં ઉત્પાદનો 574.58 કરોડ,
ડેરી ઉત્પાદનો 1341.01 કરોડ,
પ્રોસેસ્ડ માંસ 14.72 કરોડ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ભારત તરફથી ભેંસના માંસની માંગને કારણે માંસની નિકાસ ઝડપથી વધી છે. ભારતમાંથી પશુ પેદાશોના કુલ નિકાસમાં 89.08% થી વધુ સાથે ભેંસના માંસની નિકાસ વિયેટનામ સમાજવાદી પ્રજાસત્તાક, મલેશિયા, ઇજિપ્તનું પ્રજાસત્તાક, ઇન્ડોનેશિયા અને સંયુક્ત આરબ અમીરાત છે.