દાહોદ નગર પાલિકા અને ટાઉન પોલીસની સંયુક્ત ટીમે આજે પણ નગરમાં ચેકિંગની કાર્યવાહી શરૂ રાખવામાં આવી હતી. એ દરમિયાન અહીંના માણેક ચોકમાં આવેલી એક મોબાઈલ શોપને અલીગઢી તાળા મારી દેવામાં આવ્યા હતા. આ ચેકિંગ દરમિયાન રોયલ મોબાઈલ શોપમાં તપાસ કરતાં ત્યાં કોઈપણ પ્રકારના સામાજિક અંતરના નિયમોનું પાલન થતું જોવા મળ્યું નહોતું. ગ્રાહકોની ભીડ જોવા મળી હતી.ભીડ ના નિયંત્રિત કરવા માટે કોઈ પ્રકારની વ્યવસ્થા પણ નહોતી. આ બાબતે ધ્યાને લઈને આ દુકાનને સીલ મારી દેવામાં આવ્યું છે.