ઉમેદવારોના ટેલીફોનીક અથવા વોટ્સએપ વિડીયો કોલીંગદ્વારા ઈન્ટરવ્યુ

આણંદ, 9 જૂન 2020

રોજગાર ભરતીમેળા જિલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરીયર સેંટર) આણંદ દ્વારા તા.૧૨-૦૬-૨૦૨૦ તથા ૧૫-૦૬-૨૦૨૦નાં રોજ સવારે ૧૧:૦૦ થી સાંજનાં ૦૫:૦૦ દરમિયાન ઓનલાઈન રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
હાલમાં કોવિડ-૧૯ મહામારીની સ્થિતીમાં હેલ્થ વિભાગની ગાઈડ લાઈનને ધ્યાને લેતા સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવુ તથા વધુ વ્યક્તિઓએ એક જગ્યાએ ભેગા ન થવાની સૂચનાને અનુસરતા આણંદ જિલ્લાનાં રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળી રહે તેમજ નોકરીદાતાને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મળી રહે તે માટે ઓનલાઈન રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
ઓનલાઈન રોજગાર ભરતીમેળામાં ઉમેદવારે નામ નોંધાવા માટે સૌ પ્રથમ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવવામાં આવેલ ગૂગલ લીંક https://docs.google.com/forms/d/17O67FkvLl9mKvwUxM3UV8PS1MT-rB3xzpivDEUMWdp4/edit?usp=sharing, ઈ-મેલ આઈ.ડી mcc.anand01@gmail.com, eoanand@yahoo.com,
અથવા તો રોજગાર કચેરી ખાતે આવેલ પોસ્ટ બોક્ષમાં પોતાનું નામ રજીસ્ટર કરાવવાનું રહેશે. જ્યારે ઉમેદવારને આ અંગે વધુ માહિતી ફેસબુક પેજ Model Career Center Anand અથાવા યુટ્યુબ ચેનલ Mccanand પરથી મેળવી શકશે. જેમાં એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ. ડિપ્લોમાં તથા અન્ય ગ્રેજ્યુટ જેવી લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષની ઉમરનાં ઉમેદવારો ભાગ લઇ શકશે.
આ ભરતીમેળામાં મન્યુફેક્ચરીંગ સેક્ટર, સર્વીસ સેક્ટર, તેમજ અન્ય સેક્ટરનાં નોકરીદાતાઓ દ્વારા નોંધાયેલ ખાલી જગ્યાઓ ઉપર ઉમેદવારની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જે ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવેલ હશે તેવા જ ઉમેદવારોની વિગત ફોન નંબર સાથેની રોજગાર ભરતી મેળામાં ભાગ લેનાર કંપનીઓને તેમની ખાલી જગ્યાઓ અનુરૂપ આપવામાં આવશે.
જેથી આપની લાયકાતને અનૂરૂપ ખાલી જગ્યાઓ ધરાવતા નોકરીદાતા દ્વારા આપનો ટેલીફોનીક અથવા વોટ્સએપ વિડીયો કોલીંગ દ્વારા ઈન્ટરવ્યુ લેવામાં આવશે. જ્યારે જણાવવામાં આવે ત્યારે ઉમેદવારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા અને ઈન્ટર્વ્યુ માટે પૂર્વ તૈયારી રાખવાની રહેશે એમ જિલ્લા રોજગાર અધિકારી કચેરીની એક યાદીમાં જણાવાયું છે.