ગાંધીનગર, 1 મે 2020
1 મે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તેના 60માં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ભ્રષ્ટાચાર રીતરસમથી શરૂ કરી છે. ગુજરાતના સ્થાપના દીને તમામ રાજકીય પક્ષો અને સામાજિક નેતાઓ એક બનીને ગુજરાતના કલ્યાણની યોજના અંગે ચર્ચા કરતાં હોય છે. 60 વર્ષના ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે, સ્થાપનાના દિવસોમાં જ ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા હોય.
લોકડાઉનની સ્થિતીમાં મે મહિના માટે પણ APL-1 કાર્ડધારક 61 લાખ મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારો કે જે 3 કરોડ લોકોને કુટુંબ દીઠ 10 કિલો ઘઉં-3 કિલો ચોખા-1 કિલો ખાંડ-1 કિલો દાળ વિનામૂલ્યે 7થી 12 મે 2020માં વિતરણ કરવાની જાહેરાત ગુજરાત સ્થાપના દીન પર કરી છે. પાંચ દિવસ દરમ્યાન પરિવાર દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ગ્રામ ચોખા, 1 કિલો ગ્રામ દાળ અને 1 કિલો ગ્રામ ખાંડનું વિનામૂલ્યે વિતરણ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી કરવામાં આવશે.
પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ લઘુમતી કોમના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ મૂકીને કહ્યું છે કે અગાઉ તમે અનાજ આપ્યું તે તો ગરીબો સુધી પહોંચ્યું જ નથી.
ગુજરાત રેશનિંગ દુકાન એસોસીએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ ગુજરાતની ભ્રષ્ટ વિજય રૂપાણીની સરકારનું ભોપાળું બહાર લાવ્યા છે. જણાવ્યું હતું કે ભાજપની રૂપાણી સરકારના ભ્રષ્ટાચારના તેમની પાસે પૂરતા અને મજબૂત પુરાવા છે. અનાજ વિતરણમાં થઇ રહેલાં કાળા બજાર મામલે CBI તાપસ કરો.
આમ મોદી અને રૂપાણી સામ સામે આવી ગયા છે.
કોઇ નાગરિકને ભુખ્યા સૂવું ન પડે તેથી રૂ.200 કરોડનું અનાજ મફત આપશે.
હેઝ ટેગ
‘હેઝ ટેગ વિજય સંકલ્પ’ સાથે સૌ કોઇ પોતાના વિડીયો-ફોટોઝ ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, ટવીટર જેવા સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર સાથે અપલોડ કરે તેવી અપીલ સરકારે કરી છે. પણ લોકો તો ભ્રષ્ટ સરકારની ભ્રષ્ટ ટેક કરી રહ્યાં છે.
શું કહે છે વડાપ્રધાનના ભાઈ
ગરીબોને સહાય માટે સરકારી અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું હોવાનો ગુજરાત સરકાર દાવો કરી રહી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોઈ એવું સામે આવી રહ્યું છે કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ ગુજરાત સરકાર પર આક્ષેપ કર્યા છે કે ગરીબોને વિતરણ કરવા માટે જે કરોડો રૂપિયાની કિંમતનું સરકારી અનાજ ફાળવવામાં આવ્યું છે તે ગરીબો સુધી પહોંચ્યું જ નથી.
28 માર્ચ 2020માં પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે, સરકારે રેશનીંગની દુકાને સરકારના માણસની હાજરીમાં વિતરણ કરવા કહ્યું છે, પરંતુ સરકારી માણસો યોગ્ય હોતા નથી. સરકારી માણસો ચોર હોય છે અને ભૂતકાળમાં ભૂકંપ અને અન્ય પૂરની સિથિતિ વખતે સરકારી ગોડાઉનમાંથી રાહત સામગ્રી ચોરાઇ ગયાના અહેવાલો જે તે વખતે પ્રસિધ્ધ થયા હતા. 3 મહિના સુધી અંગૂઠો (બોયોમેટ્રીક) માર્યા વગર મફત ઘંઉ-ચોખા-દાળ વગેરે. અમારી દુકાને સરકારી માણસ ન જોઇએ. તેઓ સારા હોતા નથી.