ગાંધીનગર, 27 મે 2021
મોન્સાન્ટોના બોલગાર્ડ 1 અને બોલગાર્ડ 2ની વેરાયટી પછી બોલગાર્ડ 3 વેરાયટી આખા વિશ્વના ખેડૂતોને આપી છે. પણ ગુજરાત સહિત ભારતમાં બોલગાર્ડ 3 બીટી કપાસના બિયારણને કેન્દ્રની ખેડૂત વિરોધી મોદી સરકાર મંજૂરી આપતી નથી. મોન્ટાન્સોને રોયલ્ટી વધારે મળતી ન હોવાથી તેને ભારતમાં ધંધો કરવાનો કોઈ રસ નથી.
પણ ગુજરાતના ખેડૂતોએ ગેરકાયદે બોલગાર્ડ 3 બીટી કપાસનું વાવેતર છેલ્લાં 4 વર્ષથી કરવાનું શરૂ કર્યું છે. તેમના ખેતરોમાં બોલગાર્ડ 3 બીટી કપાસ ઉગાડવામાં આવે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તેનું વધારે વાવેતર થઈ રહ્યું છે.
10 મે 2021થી કપાસનું વાવેતર ખેડૂતોએ શરૂ કર્યું છે તેમાં આ વખતે કેન્દ્ર સરકાર અને પેટન્ટના કાયદાઓનો ભંગ કરીને હજારો ખેડૂતોએ ગેરકાયદે બીટી કપાસ વાવવાનું ચોથા વર્ષે પણ ચાલુ રાખ્યું છે. ઉપલેટા, ધોરાજી પટ્ટામાં તો બોલગાર્ડ 3 બિયારણ વેપારીઓ ગેરકાયદે વેચે છે અને ખેડૂતો ખરીદે છે.
2014થી નવી સરકાર બોલગાર્ડ 3ને મંજૂરી આપતી નથી. તેથી ખેડૂતો કાયદાઓનો ભંગ કરીને વાવેતર કરી રહ્યાં છે.
અમેરીકાની બોલગાર્ડ ટેકનોલોજીએ ગુજરાતને અબજો રૂપિયાનો ફાયદો કરાવ્યો છે. બીટી કપાસ આવતાં 4 ગણું ઉત્પાદન વધ્યું છે. તેથી આખા દેશમાં સૌથી વધું કપાસ પેદા કરવામાં ગુજરાત આવી ગયું છે.
કપાસ ક્રાંતિના કારણે કૃષિ ઉત્પાદન વધ્યું તેનો રાજકીય ફાયદો પણ મળ્યો છે. બીટી કપાસના કારણે મોદીએ ગુજરાતને મોડેલ જાહેર કરીને દેશના વડાપ્રધાન સુધી પહોંચ્યા છે. હવે કેન્દ્ર સરકાર બોલગાર્ડ 3ને મંજૂરી આપતી નથી. જો મંજૂરી આપે તો ગુજરાતમાં 6ઠ્ઠી કપાસ ક્રાંતિ થઈ શકે તેમ છે.
1998માં ગુજરાતમાં સૌ પ્રથમ બીટી કપાસ ચોરીછુપીથી ખેડૂતોએ વાવવાનું શરૂ કર્યું હતું. અમદાવાદની જાણાતી બિયાણ કંપની અમેરિકાથી તેના જીન લાવી હતી અને તેનું વેચાણ કચ્છમાં શરૂ કર્યું હતું. પણ પછી તે સમયની ભાજપ સરકારે તેમની સામે ગુનો નોંધ્યો હતો. મોન્સાન્ટો કંપની ભારતમાં બીટી બિયારણ લાવે તેના 3 વર્ષ પહેલાંથી ગુજરાતના ખેડૂતોએ નોટો છાપતો બીટી કપાસ ઉગાડી બતાવ્યો હતો.
બોલગાર્ડ ટેકનોલોજીમાં બેસીલસ થુરેન્જેસીસ બેક્ટરેરિયાના જીન cry1Ac અને cry2Ab આવેલા હોય છે. જેમાં હને ત્રીજી શોધમાં નવું જીન ઉમેરેલું છે તે, VIP3A નામના ત્રણ પ્રોટીન ઉમેરવામાં આવ્યા છે. જે લેપીડોપ્ટેરીયન ઈયળો માટે અસરકારક છે. નવા જીવમાં પ્રતિકારતા ઓછી કેળવાય તેવા ગુણ છે. તેથી આ જીન હેલીકોપવેરપા પર સારી રીતે અસર કરે છે એમ આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના સૂત્રોએ જણાવ્યું હતું.
આ બંને જીનને લીધે પાન કે કપાસના ફળ કાપીને ખાનાર ઈયળોના આંતરડા નકામા થઈ જાય છે. તેથી તે મરી જાય છે. જેના કારણે ખેડૂતોને અબજો રૂપિયાના જંતુનાશકોનો ખર્ચ બચી ગયો અને ઉત્પાદન 4 ગણું થઈ ગયું છે.
બોલગાર્ડ 3 બીટી બિયાણમાં રહેલું પ્રોટીન મુખ્યત્વે કોલેપ્ટેરા એટલે કે બીટલ ઢાલીયા, સફેદ માખી, ફૂદા, પતંગીયા, થવા દેતા નથી. સમજોને કે થાય ત્યારે મારી નાંખે છે.
બીટી બેકટેરિયાની 67 પ્રજાતિ છે જે જમીન , પાણી અને પાંદડા ઉપર જોવા મળે છે. આ નવી બોલગાર્ડ ટેકનોલોજીને ભારત સરકાર અગમ્ય કારણોસર મંજૂરી ન આપીને ખેડૂતોને આર્થિક ફાયદો થવા દેવા તૈયાર નથી.
ભારત સિવાય અમેરિકા, ઓસ્ટ્રેલીયા, ચાઇનામાં બોલગાર્ડ 3 જાતો ખેડૂતો ઉગાડીને વધું ઉત્પાદન ઓછા ખર્ચે કરીને કરોડો રૂપિયા મેળવી રહ્યાં છે. પણ ભારતમાં તેને ઈરાદાપૂર્વક મંજૂરી આપવામાં આવી નથી.
આ પણ વાંચો કપાસના સમાચાર
https://allgujaratnews.in/gj/?p=47123
https://allgujaratnews.in/gj/?p=47123
https://allgujaratnews.in/gj/nbri-lucknow-has-developed-a-pest-resistant-variety-of-cotton/
https://allgujaratnews.in/gj/2359-2/
https://allgujaratnews.in/gj/cotton-producer-gujarat-will-get-big-benefit-in-chin-american-war/
https://allgujaratnews.in/gj/cotton-soya-gujarat/
https://allgujaratnews.in/gj/6900-cotton-bales-procured-during-lockdown-period-in-maharashtra/