મોદીના 6 વર્ષના રાજમાં 3.5 લાખ કરોડ બેંકોમાં ડુબાડી દીધા

રૂ . 68 , 607 કરોડ નહિ , છેલ્લાં છ વર્ષમાં 3 . 5 લાખ કરોડ ગયા ! ગયા એટલે ગયા , પાછા નહિ આવે , પાછા આવ્યા તો નસીબા, તેનો સીધો મતલબ કે ઉદ્યોગપતિઓને બચાવવા માટે ભારતની દરેક વ્યક્તિ પાસેથી રૂ.2700 લઈને બેંકને આપ્યા છે. આપણા પૈસાથી ઉદ્યોગપતિઓની રૂ.3.50 લાખ કરોડની લોક જતી કરી છે. AGN

પ્રો.હેમન્તકુમાર શાહ , allgujaratnews.in

અમદાવાદ, 01 મે, 2020

છેલ્લાં છ વર્ષમાં રૂ . 3 . 5 લાખ કરોડ કેન્દ્રની મોદી સરકારે બેંકોને આપ્યા છે. એવું નાણાં પ્રધાને પોતે તેમના છેલ્લા બજેટ પ્રવચનમાં કહ્યું છે . જો કે , સરકારે 2020 – 21 માટે આવી કોઈ રકમ બજેટમાં અંદાજી નથી , પણ જો બેંકો જેટલી રકમ માંડવાળ આ વર્ષે કરશે તેટલી રકમ સરકારે આપવી તો પડશે જ .

દેશની 50 નાદાર કંપનીઓના રૂ . 68 , 607 કરોડ જુદી જુદી બેંકોએ માફ કરી દીધા હોવા અંગેની જે માહિતી RBIએ RTI ની એક અરજી હેઠળ સાકેત ગોખલે નામના નાગરિકને આપી છે. allgujaratnews.in

કંપનીની જે મિલકત જામીન તરીકે લેવામાં આવી હોય તે મિલકત વેચીને પોતાની લોન બેંક પરત મેળવી શકે છે , પરંતુ RBIએ જે રૂ . 68 , 607 કરોડની રકમ જણાવી છે તે આ રીતે વસૂલ ન થયેલી રકમ કહેવાય છે.  કે જે પછી માંડવાળ કરેલી છે.
RBIએ આપેલી નાદાર કંપનીઓની યાદી તા . 30 – 09 – 2019 સુધીની આપી છે . એનો અર્થ થાય છે કે RBIએ તે પછીની યાદી તૈયાર કરી નથી અથવા તો એ પછી કોઈ નાદાર થયું નથી.

ગયા વર્ષના બજેટમાં ભારત સરકારે બેંકોને રૂ . 70 , 000 કરોડ આપવાનું નક્કી કરેલું . તેમાંથી રૂ . 68 , 855 કરોડ આપ્યા . આ રકમ લગભગ ગ્રામીણ ગરીબોને રોજગારી આપનારી યોજના MNREGAના ખર્ચ જેટલી જ છે ! જુઓ બરાબર , રૂ . 68 , 607 કરોડ બેંકોમાં પરત ના આવ્યા અને રૂ . 68 , 855 કરોડ સરકારે બેંકોને આપ્યા . થઈ ગયુંને બધું સરભરા. allgujaratnews.in

આ મહિનાની પહેલી તારીખે સરકારે દેશની દસ સરકારી બેંકોને ભેળવીને ત્રણ બેંક બનાવી દીધી . એમ કરવાથી જે બેંકોને ગયા વર્ષે સરકારે કરોડો રૂપિયા આપ્યા એ ખોટ ખાતી બેંકો નફો કરનારી બેંકોમાં કે કંઈક અંશે સારી નાણાકીય સ્થિતિ ધરાવતી બેંકોમાં ભળી ગઈ , એટલે હવે આવતે વર્ષે હિસાબ આવશે ત્યારે સરકાર એમ કહેશે કે જુઓ અમે બેંકોને નફો કરતી કરી નાખી ! allgujaratnews.in

(સંદેશ-૧૩/૧૧/૨૦૧૬)