મોદી પોતાનો વિદેશમાં વટ પાડવા રૂ.8500 કરોડનું ભવ્ય વિમાન ખરીદશે

Modi will buy a massive aircraft worth Rs 8500 crore to wrap his overseas business

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે ૧લી ફેબ્રુઆરી એ વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ સંસદમાં રજૂ કર્યું ત્યારે આ બજેટમાં ફાળવ્યું છે. એક તરફ સરકાર એલઆઇસી અને એર ઇન્ડિયા વેચવા કાઢી છે ત્યાં બીજી તરફ

ગુજરાતના ખર્ચાળ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રૂ.191 કરોડના ખર્ચે નવું નક્કોર વિમાન ખરીદીને ઉડવાનું શરૂં કર્યું છે ત્યારે હવે ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નેતા એવા રાષ્ટ્રપતિ સહિતના વીવીઆઇપી માટે રૂ.8458 કરોડનાં ખર્ચે ખાસ પ્રકારના વિમાનો ખરીદવામાં આવશે. અહેવાલો મુજબ ભારત સરકાર બે બોઇંગ વિમાન 777-300ઈઇ ખરીદશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિમાન જેવી જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જેમાં હાઈટેક ડીફેન્સ સીસ્ટમ હશે. ડિફેન્સ સિસ્ટમ ભારતને 190 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ.1360 કરોડ રૂપિયામાં પડશે.

લાર્જ એરક્રાફ્‌ટ ઇન્ફ્રારેડ કાઉન્ટરમેજર્સ અને સેલ્ફ પ્રોટેક્શન હશે. વિમાનમાં મિસાઈલ ર્વોનિંગ સેન્સર્સ, લેસર ટ્રાન્સમીટર અસેમ્બલી, કંટ્રોલ ઇન્ટરફેસ યુનિટ, કાઉન્ટર ઇનકમિંગ મિસાઈલ પણ આ સ્પેશીયલ વિમાનમાં હશે.

સાથે જ વિમાનમાં અલગ પ્રકારની સાઈન હશે જેથી ખબર પડી શકે કે આ વિમાનમાં વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ સવાર છે. એર ઇન્ડિયાએ વર્ષ 2006માં 68 વિમાન ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો જેમાં હવે આ વિમાન પણ ઉમેરાઈ જશે. હાલમાં જ સરકારે એલઆઈસી અને એરઈન્ડિયા જેવી કંપનીઓ વેચવા કાઢી છે.

દેશમાં 26 કરોડ લોકો ગરીબી અને ભૂખમરાથી પીડાઈ રહ્યાં છે ત્યારે આવા વૈભવ ભાજપના નેતાઓ કરી રહ્યાં છે. ગરીબી દૂર કરવાના બદલે ભવ્ય વિમાનો રૂપાણી અને મોદી ખરીદ કરી રહ્યાં છે.

ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે વડાપ્રધાન માટે પણ અમેરિકાના પ્રમુખ માટેના એરફોર્સવન જેવાં અદ્યતન વિમાન મેળવવા તૈયારી આદરી છે.

મોદીના પૂર્વ વડાપ્રધાન મનમોહન સીંગ વિદેશ સફરે જતા ત્યારે એરઈન્ડિયા દ્વારા તેમને જમ્બોજેટ (બોઈંગ-747) વાપરતાં હતા.

મિસાઈલ હુમલા અને બીજા ભયનો સામનો કરી શકે એવાં સર્વગ્રાહી ઈલેક્ટ્રોનિક સાધનોથી સજ્જ હશે. આ નવાં વીઆઈપી પ્લેનમાં જામિંગ ઉપકરણો,તબીબી રૂમ, સુરક્ષિત સંદેશવ્યવહારની સગવડ, ઈલેક્ટ્રોનિક યુદ્ધનાં બીજાં સાધનો અને ચાફ ડિસ્પેન્સર (દુશ્મનની મિસાઈલને ગેરમાર્ગે દોરવવા વપરાતી ધાતુની પતરીઓ)જેવી સુવિધા પણ હશે.

આ વિશિષ્ટ પ્લેનમાં ‘રડાર વાર્નિંગ રિસિવર’ પણ હશે. માની લો કે કોઈ શત્રુ વડાપ્રધાનનાં પ્લેન પર મિસાઈલ હુમલો કરવા રડારથી તેની પોઝિશન જાણવા પ્રયત્ન કરે તો તરત જ શત્રુની આ હિલચાલથી પ્લેનના પાયલટને વાકેફ કરવા માટે આ સિસ્ટમ વપરાય છે. એટલું જ નહીં, નવાં વીવીઆઈપી પ્લેનમાં શત્રુનાં રડારને ‘જામ’ કરી દેવાની તજવીજ પણ થશે.

ટ્રમ્પે નવું મોંઘુ વિમાન ન બનાવ્યું, મોદી ખરીદશે

વિમાન કંપની બોઇંગ સાથેનો એરફોર્સ વન બનાવવાનો સોદો ખર્ચાળ અને મૂર્ખતા ભર્યો હોવાનું કહીને ડોનાલ્ડ ટ્રમ્પે નવું વિમાન બનાવવા માટે 7 ડિસેમ્બર 2016માં ના પાડી દઈને શોદો રદ કરી દીધો હતો. જો અમેરિકાના પ્રમુખને વિમાન મોંઘુ લાગતું હોય અને પોતાનું ભવ્ય ખાનગી વિમાન ધરાવતાં હોય તો ભારત માટે આ રકમ ઊંચી છે.

બોઈંગને યુએસના પ્રમુખનું વિમાન એરફોર્સ વન તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રંપે માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ પર ટ્વિટર કરી લખ્યું છે કે બોઈંગ ભાવિ રાષ્ટ્રપ્રમુખ માટે એકદમ નવું 747 એરફોર્સ વન બનાવી રહ્યું છે. પરંતુ તેની કિંમત ચાર અબજ ડોલર્સથી પણ વધુ હોવાથી ઓર્ડર રદ્દ કરવામાં આવે.  હાલના એરફોર્સ વનમાં ફેરફારના ઓર્ડર આ વર્ષે જ આપવામાં આવ્યા હતા.