લોકો પાસે ખર્ચના પૈસા ન રહેતાં, 40 વર્ષમાં પ્રથમ વખત ગ્રાહક ખર્ચ જાહેર કરવા મોદીનો પ્રતિબંધ

છેલ્લા 4 દાયકામાં પ્રથમ વખત દેશમાં ગ્રાહક ખર્ચમાં ઘટાડો જોવા મળ્યો છે. લગભગ એક મહિના પહેલા રાષ્ટ્રીય આંકડા કચેરીના અહેવાલમાં આ વાત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય આંકડાકીય આયોગના તત્કાલીન અધ્યક્ષ બિમલકુમાર રોયે આ અહેવાલ પ્રકાશિત કરવાનું કહ્યું હતું. જો કે હવે સંસ્થાએ રિપોર્ટ જાહેર નહીં કરવાનો નિર્ણય લીધો છે.

રિપોર્ટ જાહેર નહીં કરવાના પ્રશ્ને રોયે કહ્યું, મેં પ્રયત્ન કર્યો. સર્વે રજૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ મારો ટેકો મળ્યો નથી. મેં ચેરમેન તરીકે આ પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તે આગળ વધ્યો નહીં. હું આ સિવાય કાંઈ બોલી નહીં શકું. ‘

એક સ્રોતને ટાંકીને, બિઝનેસ સ્ટાન્ડર્ડએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે મુખ્ય આંકડા પ્રવિણ શ્રીવાસ્તવએ મીટિંગમાં ડેટા જાહેર કરવાનો વિરોધ કર્યો હતો. જો કે એક સભ્યએ આ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ડેટા જાહેર કરવો જોઈએ. સભ્યોની વચ્ચે મળેલી મીટિંગની મિનિટોમાં સભ્યોના મંતવ્યો શામેલ નથી.

રાષ્ટ્રીય આંકડાકીય આયોગે હવે નાણાકીય વર્ષ 2021 અને 2022 માં નવી તકનીકી સાથેના અહેવાલો તૈયાર કરવા આદેશ આપ્યો છે. સરકારે ગયા મહિને પૂર્વ મુખ્ય ન્યાયાધીશ પ્રણવના નેતૃત્વ હેઠળ એક સમિતિની રચના કરી હતી, જેને ગ્રાહક ખર્ચ અંગે નવો સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો હતો.

નિષ્ણાતોના મતે, ગ્રાહક ખર્ચમાં ઘટાડો એટલે કે દેશમાં ગરીબીનું પ્રમાણ દાયકાઓ પછી વધ્યું છે. રાષ્ટ્રીય આંકડાકીય આયોગની બેઠકની મિનિટોમાં જણાવાયું છે કે ‘ભલામણ કરવામાં આવે છે કે આ સર્વેના પરિણામો હાલના સ્વરૂપમાં જાહેર કરવા જોઈએ નહીં કે દેશના સર્વાંગી અર્થવ્યવસ્થાના સૂચક તરીકે જોવું જોઈએ નહીં.’