Modi’s BJP erased Nehru’s name मोदी की भाजपा ने नेहरू का नाम मिटाया
અમદાવાદના કાંકરિયા ચાચા નહેરુ બાલવાટિકાનું નામ બદલી નાંખી રૂ.450 ટિકિટ કરી નાંખી
દિલીપ પટેલ
અમદાવાદ,
કાંકરિયા પરિસરમાં બાલવાટિકાના નવીનીકરણ કરીને નહેરુનું નામ ભાજપે હઠાવી લીધું છે. બાલવાટિકામાં ચાચા નહેરુ શબ્દ હટાવી દેવાયો છે. જુના દરવાજા ઉપર ચાચા નહેરુ બાલવાટિકા લખાયેલું હતું. પરંતુ નવીનીકરણ કર્યા બાદ બાલ વાટિકાનું નવું નામ બાલવાટિકા ફન કાર્નિવલ કરી દેવાયું છે. સત્તાના નશામાં ભાજપ નિમ્ન સ્તરની રાજનીતિ કરતું આવ્યું છે. દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને બાળકો અત્યંત પ્રિય હતા અને બાળકો તેમને ચાચા નહેરુ સંબોધતા હતા. કાંકરિયા પરિસરમાં બાળકોના મનોરંજન માટેના સ્થળને ચાચા નહેરુ બાલવાટિકા નામ આપ્યું હતું. વિરાટ કોહલી, અમિતાભ બચ્ચન, સ્પાઇડરમેન જેવા વ્યક્તિઓના વેક્સ કેરેક્ટર વેક્સ મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યા છે. બરફીલા ઠંડા, ચિલ્ડ વાતાવરણનો અનુભવ કરાવતો સ્નોપાર્ક બનાવવામાં આવ્યો છે. જેમાં લપસણીની સાથે અવકાશી નાભો મંડળનું એન્વાયરમેન્ટ ઊભું કરવામાં આવ્યું છે. ટ્રાન્સપરન્ટ ગ્લાસ ઉપરથી એક સાથે આશરે 40 લોકો કાંકરિયા પરિસરનો નજારો જોઈ શકશે. રંગબેરંગી લાઈટો સાથે ગેમીંગ ઝોન અને આંખોને ગમે એવા વિવિધ ટ્રાન્સફોર્મર સાથે આશરે 28 જેટલા થીમ બેઝ ઝોન બનાવવામાં આવ્યા છે.
અમદાવાદમાં કાંકરિયા ખાતે આવેલી બાલવાટિકાનું રિ-ડેવલપમેન્ટ કરાયું છે. દેશમાં સૌપ્રથમ વખત ઊંચાઈ પરથી જોવા મળતું પારદર્શકતા સાથેનું ગ્લાસ ટાવર તેમજ રાજ્યમાં સૌ પ્રથમ વખત વેક્ષ મ્યુઝિયમ પણ બનાવાયું છે. મડ બાઇક, બાળકો રોબોટિક વોકનો અનુભવ કરી શકે તેવો મુવિંગ રોબર્ટ , સેલ્ફી પોઇન્ટ, એડવેન્ચર પાર્ક, ડિયર ટ્રેન, લેઝી રિવર, ગ્લો સ્ટેશન, કિડ્સ ગો કાર્ડ રોયલ રાઇડ જેવી એક્ટિવિટીઝ બાળકો અને યુવાનોને રોમાંચક અનુભવ આપશે.
જ્ઞાન, ગમ્મત અને વિજ્ઞાન સાથે અમદાવાદના બાલવાટિકામાં હવે ડાયનાસોર પાર્ક અને સ્નો-પાર્ક શરૂ થયો છે. ફ્લાઈંગ થિયેટર, વેક્સ મ્યુઝિયમ અને રિયાલિટી ઝોન, કોઈન હાઉસ, એડવેન્ચર રાઇડસ, ગ્લાસ ટાવર, કોઇન હાઉસ, કાચઘર (એ.સી.), શુ હાઉસ, લેન્ડ સ્કેપ ગાર્ડન, દેશ અને વિશ્વની વિવિધ કરન્સી અને કોઈનનું કલેક્શન ધરાવતું મ્યુઝિયમ મ્યુઝિયમ, હેપી રીંગ, બટરફ્લાય પાર્ક, સેલ્ફી ઝોન તેમજ ગ્વોલ સ્ટેશન, હેરણ ટ્રેન, લેઝી રિવર, ભૂલ ભૂલૈયા,,જેવા 20 આકર્ષણો ઉમેરાયા છે. કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે ફરીથી બનાવાયેલા બાલવાટિકા શરૂ થઈ છે.
ટિકિટ રૂ.60 પ્રવેશની છે. ઘણી ફી તો 450 રૂપિયા સુધી છે. રૂ. 40 લાખની આવક થવાનો અંદાજ છે. અગાઉ વાર્ષિક 10 લાખ રૂપિયાની આવક થતી હતી. અગાઉ બાલવાટિકાની એન્ટ્રી ફી માત્ર 3 રૂપિયા હતી, જેમાં 2 એક્ટિવિટીઝ નિ:શુલ્ક હતી. હવે 50 રૂપિયાની એન્ટ્રી ફી સાથે 6 એક્ટિવિટીઝ નિ:શુલ્ક ઉપલબ્ધ રહેશે.
મેન્ટેનન્સથી લઈ લાઇટ બિલ અને સિક્યુરિટી તેમજ કર્મચારી પગાર વગેરે કોન્ટ્રાક્ટર સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લિ દ્વારા કરાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝૂ ખાતા હસ્તક આવેલા બાલવાટિકાનું ઉદ્ઘાટન સને 1956માં કરવામાં આવ્યું હતું. બાલવાટિકામાં બાળકોના બૌદ્ધિક અને શારીરિક વિકાસ થઈ શકે એ પ્રકારની રૂ. 22 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે.
બાલવાટિકા કાંકરિયા તળાવના ગેટ નંબર 3 ખાતે આવેલું છે અને તે મંગળવારથી રવિવાર સુધી સવારે 9:00 થી રાત્રે 10:00 સુધી ખુલ્લું રહે છે. સોમવારે તે બંધ રહે છે. આ ઉપરાંત, કાંકરિયા તળાવની અન્ય આકર્ષણો જેવી કે કમલા નહેરુ ઝૂ, નગીનાવાડી, અને ટોય ટ્રેન પણ પર્યટકો માટે ઉપલબ્ધ છે, જેની અલગ ટિકિટ ફી લાગુ પડે છે.
રાજ્ય સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિને લઈને બાળકો માટે શાળાઓમાં બાલવાટિકા શરૂ કરવાની જાહેરાત કરી છે. શાળામાં શિક્ષકોની ભરતીને લઈને જોગવાઈ પણ સરકારે કરી છે, પરંતુ નવી શિક્ષણનીતિ બાલવાટિકાના અભ્યાસક્રમમાં બાળકો પહેલા ચિત્રના માધ્યમથી અભ્યાસ તેમજ એમાં સેમેસ્ટર સિસ્ટમ રાખવામાં આવી છે.