Modi’s hollow speech: Modi’s big talk, and Gujarat’s reality are different,मोदी का खोखला भाषण : मोदी की बड़ी-बड़ी बातें और हकीकत अलग हैं
ગાંધીનગર, 15 મે 2023
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવીને મકાનોનું લોકાર્પણ કરીને ગયા. તેમણે ભાષણમાં આંકડા અને વિગતો આપી તે ચકાસવા જેવી છે. મોદીએ કહ્યું કે, 9 વર્ષમાં ગરીબ પરિવારોને લગભગ 4 કરોડ પાકાં મકાનો આપવામાં આવ્યા છે. આમાંથી 70 ટકા મકાનો મહિલા લાભાર્થીઓના નામે છે. જેમના નામે પહેલીવાર પ્રોપર્ટી નોંધાઈ છે. વળી, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજકોટમાં એક હજાર મકાનો ઓછા સમયમાં, ઓછા ખર્ચે, સુરક્ષિત બનેલા છે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ દેશના 6 શહેરોમાં આ પ્રયોગ કર્યો છે. આવી ટેક્નોલોજીથી આવનારા સમયમાં ગરીબોને વધુ સસ્તા અને આધુનિક મકાનો ઉપલબ્ધ થવાના છે. નરેન્દ્ર મોદીની સરકારના આ નિર્ણય શ્રેષ્ઠ છે.
બીજી વાતો ગુજરાતના પનોતા પુત્ર અને ઉત્તર પ્રદેશના સાંસદ નરેન્દ્ર મોદીએ કરી તેની હકીકતો આ રહી.
મોદી – ગુજરાતમાં ગરીબો માટે રૂ.3 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
વાસ્તવિકતા – ગુજરાતની 7 કરોડ પ્રજામાંથી 33 ટકા પ્રજા ગરીબ છે. 22 વર્ષમાં ગરીબી વધી છે.
મોદી – છેલ્લા કેટલાક મહિનામાં ગુજરાતના લગભગ 25 લાખ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. ગુજરાતની લગભગ 2 લાખ ગર્ભવતી મહિલાઓને માતૃ વંદના યોજનામાંથી મદદ મળી છે.
હકીકત – આયુષ્યમાન કાર્ડ ઘણી હોસ્પિટલોમાં ચાલતા નથી. સરકારી હોસ્પિટલોમાં સારી સારવાર મળતી નથી. ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લૂંટ ચાલી રહી છે.
મોદી – ગુજરાતમાં 4 નવી મેડિકલ કોલેજો ખુલી છે.
હકીકત – છતાં ગુજરાતના યુવકોએ તબિબ બનવા માટે વિદેશ જવું પડે છે.
મોદી – થોડા સમય પહેલા 40 હજાર ગરીબ પરિવારોને પોતાના કાયમી મકાનો મળ્યા છે. છેલ્લા 125 દિવસમાં લગભગ 32 હજાર મકાનો પૂર્ણ થઈ ગયા છે. પીએમ આવાસ યોજનાના મકાનમાં દોઢ-પોણા બે લાખ સુધી ખર્ચ થતો હોય છે.
વાસ્તવિકતા – 2012માં ગુજરાતમાં તમામ ઘરવિહોણા લોકોને પાકુ મકાન આપવાનું વચન આપ્યું હતું. આજે 20 લાખ પરિવારો ઘર વગરના છે.
મોદી – 75 ટકા પરિવારોના ઘરમાં પાકું શૌચાલય નહોતું.
સત્ય – ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં શૌચાલય બનાવવામાં કૌભાંડો થયા છે. આખા ગુજરાતમાં બનેલા 50 લાખ શૌચાલયોની એકી સાથે તપાસ કેમ થતી નથી.
મોદી – મધ્યમ વર્ગને મકાનો માટે બેંક લોન સાથે વ્યાજ સહિતની મદદ ગુજરાતમાં 5 લાખ મધ્યમ વર્ગના પરિવારોને 11,000 કરોડ રૂપિયાની સહાય આપી છે.
હકીકત – 10 વર્ષમાં 5 લાખ લોકોને લોન વ્યાજ સહાય ઘણા ઓછા પરિવારોને મળી છે. 50 લાખ લોકોને આવી મદદની જરૂર છે.
મોદી – AMRUT મિશન હેઠળ દેશના 500 શહેરોમાં પાયાની સુવિધાઓ સુધારવામાં આવી રહી છે. દેશના 100 શહેરોમાં વિકસાવવામાં આવી રહેલી સ્માર્ટ સુવિધાઓ પણ તેમને આધુનિક બનાવી રહી છે.
હકીકત – ગુજરાતમાં સ્માર્ટ સિટીનું બાળમરણ થયું છે. આદિવાસી વિસ્તાર સિવાય બીજા વિસ્તારોમાં સ્માર્ટ સિટીના કામો થયા નથી.
મોદી – 2014 સુધી દેશમાં 250 કિલોમીટર મેટ્રો રેલ નેટવર્ક હતું. 9 વર્ષમાં 600 કિલોમીટરના નવા મેટ્રો રૂટ બનાવવામાં આવ્યા છે, તેના પર મેટ્રો દોડવા લાગી છે. દેશના 20 શહેરોમાં મેટ્રો છે. ગુજરાતના અનેક શહેરોમાં ઈલેક્ટ્રીક બસોમાં પણ ઝડપથી વધારો કરવામાં આવી રહ્યો છે.
હકીકત – ગુજરાતના અમદાવાદમાં 2007થી મેટ્રો ટ્રેનનું કામ શરૂ કરાયું હતું. આજે 16 વર્ષે મેટ્રો કેટલીક ચાલુ થઈ શકી છે. મેટ્રોના કૌભાંડોની યોગ્ય તપાસ થઈ નથી.
મોદી – 2014માં 14-15 ટકા કચરાનું પ્રોસેસિંગ થતું હતું, આજે 75 ટકા કચરાનું પ્રોસેસિંગ થઈ રહ્યું છે.
હકીકત – અમદાવાદમાં ભાજપ 1986થી સત્તા પર છે છતાં લીલો અને સુકો કચરો અલગ આજે પણ થતો નથી. 250 શહેરો અને 18 હજાર ગામડાઓમાં કટરાના ઉકરડા અને ઢગલા થઈ રહ્યાં છે. ગટરના પાણીની ટ્રીટમેન્ટ માત્ર 10 ટકા જ થાય છે
મોદી – ગુજરાતે દેશને વોટર મેનેજમેન્ટ અને વોટર સપ્લાય ગ્રીડનું શ્રેષ્ઠ મોડલ આપ્યું છે. પિવાના પાણી માટે 3,000 કિલોમીટરની મુખ્ય પાઈપલાઈન અને 1.25 લાખ કિલોમીટર ડિસ્ટ્રિબ્યુશન લાઈનો છે. 15,000 ગામડાઓ અને 250 શહેરી વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચ્યું છે.
હકીકત – નર્મદા બંધમાં મધ્ય પ્રદેશથી આવતા પાણીમાં શહેરો અને ગામડાઓની ગટરનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. તેની શુદ્ધ કરવામાં ભાજપની મધ્ય પ્રદેશ સરકાર કામમમાં ઝડપ લાવી શકી નથી. હજારો ગામો એવા છે જ્યાં શુદ્ધ પાણી તો ઠીક પીવાનું પાણી મળતું નથી.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, એક સાથે 42 હજાર આવાસો બન્યા છે. શહેરી વિસ્તારોમાં 8 લાખ 75 હજાર મકાનો અને ગ્રામ્ય વિસ્તારોમાં 4 લાખ મકાનો બન્યા છે. રાજ્યમાં વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધા ઊભી કરવા આવનારા 5 વર્ષમાં 5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું આયોજન છે.
ગ્રામિણ વિકાસ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રૂ.1946 કરોડના 42,441 આવાસોના ગૃહપ્રવેશ થયો છે.
મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો તેમજ વર્ષ 2024 સુધી પ્રત્યેક ઘર વિહોણાને પાકા મકાન પૂરા પાડવાનું કહ્યું છે. પ્રત્યેક ઘરને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવું છે.
બોદું શબ્દનો અર્થ
પોલા અવાજવાળું, દબાતાં આવાજ, ઢીલો અવાજ, બોદાઈ ગયેલું, ભીંજાઈ જઈ ઢીલું પડી ગયેલું, સડી ગયેલું, કોહવાઈ ગયેલું, રસકસ વિનાનું, કામમાં નબળું એવો અર્થ થાય છે.
તડવાળું માટીનું વાસણ, ખોખરૂં વાસણ, કામ કરવામાં ઢીલું ને ઓછી આવડતવાળું, ખોખરૂં; અધકચરૂં; ખોટું; કાચું, બોદાઈ ગયેલું; સડેલું; પાણીમાં પલાળીને સત્તાહીન થઈ ગયેલું; રણકા વગરનું; જેનો અવાજ થાય નહિ એવો અર્થ બોદું કે બોદાનો થાય છે.