કોરોના સંક્રમણ વચ્ચે આ સ્થિતિમાં સરકારના જુદા જુદા વિભાગો દ્વારા જાહેર કરવામાં આવેલ ઓનલાઈન એજયુકેશનના છેલ્લા મહિનાની આંકડાકીય વિગતો પ્રમાણે ઓનલાઈન એજયુકેશનમાં માત્ર 20 ટકા વિદ્યાર્થી જ રસ દાખવતા હોવાની વિગતો બહાર આવી રહી છે. રાજયમાં 20મી જુલાઈથી ઓનલાઈન એજયુકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અનલોક-૩માં પણ કોલેજો શરૂ થશે કે કેમ તે મુદ્દે સરકાર દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.
યુનિવર્સિટીના પ્રોફેસરોના કહ્યા પ્રમાણે, રાજયની ટેકનીકલ યુનિવર્સિટીને બાદ કરીએ તો બાકીની તમામ યુનિ.ઓ સાથે જોડાયેલી કોલેજોમાં અંદાજે ચારથી પાંચ લાખ વિદ્યાર્થી અભ્યાસ કરે છે આ સ્થિતિમાં ઓનલાઈન એજયુકેશન લઈ રહેલા વિદ્યાર્થીઓના છેલ્લા મહિનાની આંકડાકીય વિગતો પ્રમાણે 82,197 વિદ્યાર્થીએ ઓનલાઈન કલાસમાં અભ્યાસ કરવા માટે રસ દાખવ્યો છે.આ પ્રમાણે ગણતરી કરવામાં આવે તો માત્ર 20 ટકા વિદ્યાર્થીઓએ પણ ઓનલાઈન એજયુકેશનમાં રસ દાખવ્યો નથી તેવુ પ્રતિત થાય છે.