ગાંધીનગર, 15 ઓક્ટોબર 2020
ગાંધીનગરમાં ગુજરાત સરકાર અને વેદાંત ગ્રુપના હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ વચ્ચે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તાર તાપી જિલ્લાના દોસવારા ખાતે વિશ્વના સૌથી મોટા ઝીંક સ્મેલ્ટર સંકુલની સ્થાપના માટે એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા. જો હિન્દુસ્તાન ઝિંક લગભગ 500 ટનનું ઉત્પાદન કરે છે, તો તે વિશ્વની ટોચની 10 ચાંદી ઉત્પાદક કંપનીઓમાં સામેલ થશે. કંપનીએ 2012 માં વાર્ષિક 150 થી 200 ટન ચાંદીનું ઉત્પાદન કર્યું હતું. તે હવે છે. કંપની તેના ઝીંક અને લીડ માઇન્સને મોટા પાયે વિસ્તૃત કરી રહી છે. ઝીંક અને લીડની પ્રક્રિયા દરમિયાન રજત બાય-પ્રોડક્ટ તરીકે મેળવવામાં આવે છે. જેમ જેમ કંપનીનો ઝીંક અને લીડ ઉત્પાદન વધશે તેમ તેમ ચાંદીનું ઉત્પાદન પણ વધશે.
વેદાન્તા ગૃપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ આ પ્લાન્ટ માટે રૂ.10 હજાર કરોડનું રોકાણ દોસવાડામાં કરશે તેમજ એશિયા અને મિડલ ઇસ્ટના દેશોમાં ઝિંકની મોટાપાયે નિકાસ તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રિય સ્તરે વધતી જતી માંગને પહોચી વળવા પર આ પ્લાન્ટ દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રીત કરશે. વેદાન્તા ગૃપનું ગુજરાતમાં આ પ્રથમ મોટું સાહસ છે.
રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલી નવી ઔદ્યોગિક નીતિ-ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનો લાભ લઇને આ આદિજાતિ વિસ્તારમાં સ્ટેટ ઓફ ધ આર્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર પણ હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ દ્વારા શરૂ કરાશે. આ સેન્ટરના પરિણામે આ વિસ્તારના કુદરતી સંશાધનોનું ટેકનોલોજી અને ઇનોવેશનથી સંવર્ધન-સંરક્ષણ થઇ શકશે.
MoUની આ પ્રક્રિયા બે જ મહિનાના ટુંકાગાળામાં પૂર્ણ થઇ હતી. 300 KTPAની ઉત્પાદન ક્ષમતા સાથે સ્થપાનારા પ્રોજેકટનો પ્રથમ તબક્કો MoU થયાના 36 મહિનામાં કાર્યરત થઇ જશે. ગુજરાતની વિકાસશીલ અને પ્રોત્સાહક ઊદ્યોગ નીતિને કારણે હિન્દુસ્તાન ઝિંક જેવી વિશ્વખ્યાત મોટી કંપનીઓ-સાહસોએ ગુજરાતને ફેવર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે પસંદ કર્યુ છે.
આ અગાઉ જુલાઈ-2019 માં જે.કે.પેપર્સ કંપની દ્વારા તાપી જિલ્લામાં સ્થિત પોતાની પેપર મિલ માટે રૂપિયા 1500 કરોડના ખર્ચે વિસ્તરણ અંગેના એમઓયુ કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી-2021 સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાનું કંપનીનું લક્ષ્ય હતું.
પરંતુ, કંપનીએ આ કામગીરી ત્વરિત ગતિએ ઉપાડી છ મહિના અગાઉ જ કામગીરી પૂર્ણ કરી લીધી છે.
અલ્પ કુદરતી ખનિજ સંપદા તેમજ ગીચ જંગલ-વન અને મોટા પ્રમાણમાં વનબંધુઓની વસ્તી વાળા આ આદિજાતિ પ્રદેશ છે.
હિન્દુસ્તાન ઝિંક ભારતની સૌથી મોટી અને વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી ઝિંક લીડ માઇનર કંપની છે.
નવિન ટેકનોલોજી-ઇનોવેશનથી દુર્લભ કુદરતી સંશાધનોના સંરક્ષણનો 50 વર્ષનો વિશાળ અનુભવ પણ આ સાહસ ધરાવે છે.
ગુજરાતી
English




