અમરેલી ભાજપના સાંસદ નારણ સામે પગલાં ભરવા માંગણી કેમ કરવી પડી ?

અમરેલી, 22 એપ્રિલ 2020
અમરેલી શહેરમાં ધોરણ 10 અને 12ની પરિક્ષા બોર્ડનીની ઉત્તરવહી ચકાસણી સ્થળે ગેરકાયદેસર પ્રવેશ કરનાર અમરેલીના ભાજપ સાંસદ નારણ કાછડીયા અને તેના ભાજપના સાથીદારો સામે કાયદેસર પગલાં ભરવાની માંગણી આપના અમરેલી જિલ્લા પ્રમુખ નાથાલાલ સુખડિયાએ કરી છે.

શિક્ષણ વિભાગના અગ્ર સચિવને જાણ કરી છે કે, કોરોનાવાયરસની મહામારીથી લોકડાઉનની અમલવારી છે, તેવા સમયે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ભાવિની ચિંતા કરી બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાના પેપરની ચકાસણી સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે.

અમરેલીમાં ઉત્તરવહી ચકાસવામાં આવી રહી છે તે સ્થળે અન્યોને પ્રવેશબંધી હોય છે. એકદમ ગુપ્ત રીતે પ્રક્રિયા કરવાની જવાબદારી શિક્ષણ વિભાગની હોય છે. તેમ છતાં બે દિવસ પૂર્વે અમરેલીના સાંસદ નારણ કાછડીયા અને તેના મળતિયાઓ આ ચકાસણી અને પ્રવેશ કરી રહેલા ફોટાઓ મીડિયામાં જાહેર થયેલા હતા.

આપના વિભાગના જિલ્લા શિક્ષણ અધિકારી એ આમને પ્રવેશવા ન દેવો જોઈએ. ચકાસણી સ્થળની ગુપ્ત જાળવવાની જવાબદારી હોવા છતાં આ ઈસમોને પ્રવેશ આપી નિયમોની ઐસી તૈસી કરી આવા રાજકીય વ્યક્તિઓ સાથે ફોટા પડાવી સરકારી ગોપનીય બાબતને અવગણનાર સાંસદ , જિલ્લા શિક્ષણ અધિકારી , ભાજપના કાર્યકર્તા સામે કાયદેસર કાર્યવાહી કરો.