[:gj]રાજકીય કટાર લેખક, શતાયુ નગીનદાસ સંઘવીને પહેલું (૧૦૧ મું) બેઠું ![:]

[:gj]

હરી દેસાઈ

અમારા કટારલેખક રહેલા પ્રા.નગીનદાસ સંઘવીને શનિવાર, ૭ માર્ચ ૨૦૨૦ના રોજ એમના જન્મદિવસ (જન્મ:૧૦ માર્ચ ૧૯૨૦ બર્મા) નિમિત્તે શુભેચ્છા માટે ફોન કર્યો તો ૧૦૦ વર્ષ પૂરાં કરનાર નગીનબાપા કહે કે મને આજે પહેલું બેઠું!

શતાયુ નગીનભાઈ ગુજરાતની મોંઘેરી જણસ છે. મુંબઈ છોડીને હવે સુરત વસે છે,પણ મુંબઈમાં અમે તંત્રી અને એ અમારા કટારલેખક રહ્યા એટલે હજુ આજે ય અમને તો તંત્રી સાહેબ કહીને જ સંબોધે છે. અમે પૂછ્યું: “નવા વર્ષ માટે કોઈ સંકલ્પ?” તો કહે : “કાંઈ કર્યો નથી.”

પદ્મશ્રી મળ્યા છતાં એ સરકારી ઈલકાબને નામની આગળ કે ગળે વળગાડીને એ ફરતા નથી.કારણ એવું કરવું ગેરબંધારણીય હોવાનું એ સુપેરે જાણે છે. અમારાથી જુદો મત ધરાવતા હોય ત્યારેય આદરથી એ ભિન્ન મતનું માન જાળવવા જેટલા લોકશાહીવાદી છે.[:]