ગાંધીનગર, 22 એપ્રિલ 2020
ભાજપના સાંસદ નારણ કાછડીયા વારંવાર વિવાદમાં આવી રહ્યાં છે. તેઓ ધોરણ 10-12ની ઉત્તરવહીઓ જે ગુપ્ત જગ્યાએ તપાસવામાં આવે છે ત્યાં ઘુસી જતા તેમની સામે આમ આદમી પક્ષે પગલાં
ભરવાની માંગણી અગ્ર શિક્ષણ સચિવ સમક્ષ કરતાં તેઓ ફરી એક વખત 22 એપ્રિલ 2020ના દિવસે વિવાવદમા આવ્યા છે.
તેમના વિવાદો શું રહ્યાં છે ?
કારના કાચ કાળા રાખ્યા
અમરેલીના સાંસદ નારણ કાછડીયા પોતાની કારમાં કાળા કાચ લગાવી અને કારની આગળ સાંસદ લખેલું બોર્ડ લગાડીને ફરતા હોવાથી RTOના અધિકારીઓ સાંસદ નારણ કાછડીયાના ઘરે ચેકિંગ કરવા માટે પહોંચ્યા હતા. નંબર પ્લેટની ઉપર લગાવવામાં આવેલું સાંસદનું બોર્ડ દૂર કરવા માટે લેખિતમાં સૂચના આપી અને અમરેલી જિલ્લા કલેકટરને પત્ર લખીને કરી હતી. સાંસદ ગાડીનું ચેકિંગ કર્યા પછી તેનું પંચનામું સાંસદના પુત્રની હાજરીમાં જ કરવામાં કરવામાં આવ્યું હતુ. સાંસદ નારણ કાછડીયાએ જણાવ્યું હતુ કે, સાંસદની ગાડીમાં સાંસદ લખેલું બોર્ડ ન હોય તો બીજા કોનું બોર્ડ હોય અને આ બોર્ડ છેલ્લા 10 વર્ષથી ત્યાં જ લાગેલું છે અને ત્યાં જ લાગેલું રહેશે.
સામાન્ય લોકો પોતાની ગાડીમાં કાળા કાચ લગાડીને ફરતો હોય તો RTO અધિકારી તેની ગાડીને પકડે છે અને જગ્યા પર જ વાહનના માલિક પાસેથી દંડની વસૂલાત કરે છે .
પુત્રએ ધમકી આપી, પિતાએ બચાવ્યા
BJPના અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પુત્ર પિયુષની ધમકી આપતી ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. કમલેશ કોન્ટ્રાક્ટરના ટાંટિયા ભાંગી નાખવા વાતચીત કરીને ધમકી આપી હતી. તે પ્રકરણમાં કંઈ જ થયું નથી. પિતા સાંસદ હોવાથી તેમનો બચાવ થયો છે. પ્રદેશ ભાજપના નેતા જીતુ વાઘાણી અને કેન્દ્રીય નેતા અમિત શાહ કે નરેન્દ્ર મોદીએ કોઈ ઠપકો આપવાની હીંમત કરી નથી.
ઓડિયો વિવાદ
ખેડૂતના દેવા માફી અને અલ્પેશ કથીરિયાની મુક્તિ, અનામત મુદ્દે અમરેલી સાંસદ નારણ કાછડીયા અને નરેશ વિરાણી (ખેડૂત સમાજ)ની વાતચીતનો ઓડિયો સમગ્ર અમરેલીમાં વાયરલ થયો હતો.
દેશ દ્રોહી પ્રવૃત્તિ, અને ગાયબ દેશ ભક્તિ
અમરેલીના પીપાવાવ બંદર અને કસ્ટમ અને જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા મીલીભગતથી આંતરરાષ્ટ્રીય દેશદ્રોહી પ્રવૃત્તિ થાય છે, પારાવાર ગેરરીતિ થાય છે, એવો આરોપ સાંસદ નારણ દ્વારા મૂક્યો હતો. ભાજપની કેન્દ્ર સરકારના DRI દ્વારા દરોડો પાડ્યા બાદ તેમાં બહુ મોટી લેવડદેવડ થઈ હોવાનો તેમણે આરોપ મૂક્યો હતો. પીપાવાવ બંદરમાં કરોડો નહીં અબજો રૂપિયાના માલસામાનની આંતરરાષ્ટ્રીય હેરાફેરી થાય છે. કસ્ટમ વિભાગમાં બીજા કોઈને એન્ટ્રી નથી. પ્રેસ મીડિયાને પણ નહીં. આને કારણે દેશની સુરક્ષા માટે મોટો ગંભીર ખતરો ઉભો થયો છે. ત્રણ ચાઈનીઝ માણસો પકડાયેલ હતા. દેશના ખતરાની ઘંટી વાગી હતી. પણ આ માલખાઉ ઓફિસર દલાલો ભારત દેશને વેચી નાખશે. જો તેની ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો અને આ ચાઈનાની 4 વ્યક્તિ કોણ હતી અને તે કોના દ્વારા પીપાવાવ બંદર સુધી આવી હતી, તેનો જવાબ નારણે માંગ્યો હતો. પણ આજ સુધી સાંસદે તે જાહેર કર્યો નથી. પીપાવાવ બંદર ગૌચરની જમીનમાં દબાણ કરી ભાડાની મોટી રકમ પણ વસૂલ કરે છે, એવો આક્ષેપ પણ કર્યો હતો.
ઊભી પૂંછડીયે કાછડીયા ભાગ્યા
અમરેલીના ધારી તાલુકાના દેવળા ગામે ઉજ્જવલા યોજનાની ગેસકીટના વિતરણ કાર્યક્રમને સાંસદ કાછડીયાએ પોતાની વાહવાહ ભાષણમાં શરૂ કરતા ગરીબ મહિલાઓએ ઉગ્ર વિરોધ ચાલુ કર્યો હતો.
મહિલાઓએ ખેતીના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાનું કહી હોબાળો મચાવતા સાંસદ તથા ભાજપના આગેવાનોએ કાર્યક્રમ અધવચ્ચે જ છોડી ઊભી પૂંછડીએ જતા રહેવું પડ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કાછડીયાએ એવું જુઠાણું ફેલાવ્યું હતું કે આવો કોઈ બનાવ બન્યો નથી પણ વીડિયો તો તેમના જૂઠનો પર્દાફાશ કરે છે.
તબિબને મારા માર્યો ને 3 વર્ષની સજા
એક દર્દીએ સાંસદ નારણ કાછડીયાને ફોન કર્યો હતો. જેથી તેઓ પણ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા. જ્યાં નારણ કાછડિયા અને ડૉક્ટર વચ્ચે બોલાચાલી થઈ હતી. કાછડિયા સાથે આવેલા શખ્સોએ ડૉક્ટરને માર મારતા હોસ્પિટલનો સ્ટાફ હડતાળ પર ઊતરી ગયો હતો. ડૉક્ટરે કાછડિયા સહિત 15 જણા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. નીચલી અદાલતે નારણ કાછડીયાને ત્રણ વર્ષની સજા ફટકારી હતી.
ભાગવું પડ્યું
સાવરકુંડલાના અમૃતવેલ ગામે જિલ્લા પંચાયતના ઉમેદવાર અને હાલના જિલ્લા પંચાયતના સદસ્ય કમલેશ કાનાણી, અમરેલી જિલ્લાના ભાજપના સાંસદ નારણ કાછડિયા ગૃપ મીટિંગ માટે ગયા હતા. પરંતુ અચાનક મોટી સંખ્યામાં પાટીદારો એકઠા થતા સાંસદ તો નીકળી ગયા હતા. પરંતુ કમલેશ કાનાણીને લગભગ એક કલાક સુધી લોકોએ ગોંધી રાખ્યો હતો.