નારાયણમૂર્તિના જમાઈ ઋૃષિ સુનાક બ્રિટનના નાણાપ્રધાન બન્યા

Narayanamurthy's son-in-law Krishna Sunak became Britain's finance minister

14 ફેબ્રુઆરી 2020

લંડનઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ગુરૂવારે પોતાના મંત્રીમંડળમાં ફેરફાર કર્યો છે. ભારતીય મૂળના રાજનેતા અને ઇન્ફોસિસના સહ-સંસ્થાપક નારાયણમૂર્તિના જમાઈ ઋૃષિ સુનાકને નવા નાણાપ્રધાન બનાવ્યા છે.  ઋૃષિ સુનક બોરિસ જોનસનના મંત્રીમંડળમાં ભારતીય મૂળના બીજા મોટા મંત્રી છે. ભારતીય મૂળની જ પ્રીતિ પટેલ આ સમયે બ્રિટનના ગૃહ પ્રધાન છે. સુનાક સર્વોચ્ચ સરકારી બેંચમાં ગૃહ સચિવ પ્રીતિ પટેલની સાથે બ્રિટનના ચાન્સલર ઓફ ધ એક્સચેકરના રૂપમાં સામેલ થશે.  આ પહેલા પાકિસ્તાની મૂળના સાજિદ જાવિદે ચાન્સલરના રૂપમાં અચાનક રાજીનામું આપી દીધું હતું. 39 વર્ષીય સુનાક સાજીદ જાવિદના જૂનિયર તરીકે ટ્રેઝરીના મુખ્ય સચિવનું પદ સંભાળી રહ્યાં છે.