પેપર ફોડ કાંડમાં નરેન્દ્ર મોદીનું નામ બહાર આવ્યું

Narendra Modi’s name surfaced in Paper scam पेपर फोर्ज घोटाले में नरेंद्र मोदी का नाम सामने आया

અમદાવાદની કંપની પેપરફોડ કાંડમાં હતી છતાં ભાજપના નેતાઓના સંબંધોના કારણે કામ આપાતું હતું.

નીટમાં પણ અમદાવાદની કંપનીનું નામ નિકળશે

અમદાવાદ, 26 જુન 2024
નીટના પેપરની 50 લાખ નકલ ગુજરાતના અમદાવામાં છાપવામાં આવી હતી. જે 28 તારીખે ટ્રક નિકળીને ઉત્તર પ્રદેશના રાંચી પહોંચી તેમાં 9 નંબરના બોક્સ તૂટેલા નિકળેલા તેમાંથી પેપર લીક થયું હતું.

જેમાં બે કંપનીઓના નામ નિકળી રહ્યાં છે. પેપર મોલકનારી કુરીયર સર્વિસ સીબીઆઈ તપાસમાં નામ નિકળેલા છે.

અમદાવાદની કંપનીનું નામ નિકળે તેવી શક્યતા છે.

ગુજરાત બહાર પેપર ફોડમાં અમદાવાદની કંપની હતી. તે ચર્ચામાં છે.

પેપર ફોટો કાંડમાં અમદાવાદની કંપનીનું નામ આવ્યું છે. આ કંપનીના માલિકો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓ જોડાયેલા છે. આ કંપનીના માલિકો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના અનેક મોટા માથા સાથેના સંબંધો બહાર આવ્યા છે. અમદાવાદમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલા મતવિસ્તાર ઘાટલોડિયામાં કંપનીની કચેરી છે. આ કંપની ઘણા રાજ્યોમાં પેપર લીક અને ભરતી કૌભાંડના આરોપોથી ઘેરાયેલી છે.તેથી દેશમાં હલચલ ઉભી થઈ છે.

પરીક્ષાનું સંચાલન કરતી અમદાવાદ સ્થિત કંપની એજ્યુ ટેસ્ટ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ બ્લેકલિસ્ટ કરી દીધી છે. કંપનીના ડિરેક્ટર વિનીત આર્ય અમેરિકામાં છે. 60 હજાર કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાનું પેપર લીક થયું હતું, ત્યારબાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી.

પેપર પ્રિન્ટ કરવાથી માંડીને ઉત્તર પ્રદેશ સુધી સલામત રીતે પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ આ કંપનીને આપ્યો હતો.

અમદાવાદના બોડકદેવના સિંધુભવન રોડ પર કચેરી છે.

ધરાવતો કંપનીને UP પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાનું પેપર સલામત પહોંચાડવાનો કોન્ટ્રાકટ હતો..
ભરતીઓની પરીક્ષાના સંચાલન, પેપર સેટિંગ- પ્રિન્ટિંગ અને સપ્લાય સહિતના કામો કરતા વિનીત આર્ય તેની પત્ની જયા આર્ય અને પુત્ર સક્ષમ આર્યના નામે અનેક કંપનીઓ અમદાવાદમાં નોંધાયેલી છે.

ટીસીઆઈ એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ કંપનીના અમદાવાદના એક ગોડાઉનમાંથી પેપર પહેલાં લીક થયું હોવાનું કહેવાય છે. જોકે પોલીસ ટ્રાન્સપોર્ટ કંપની અને પેપર લીક વચ્ચે કોઈ કડી સ્થાપિત કરી શકી નથી.

મધ્યપ્રદેશના ગુરુગ્રામ, માનેસર અને રીવાના રિસોર્ટમાં 1200 ઉમેદવારોને પેપર ગોખવવામાં આવ્યું હતું.

કંપનીને ભાજપના મોટા નેતાઓ જોડાયેલા છે. અનેક વિવાદો છતાં તેમને ભાજપની સરકાર તરફથી કોન્ટ્રાક્ટ મળતા હતા.  તેના સ્થાપક નિયામક સુરેશ ચંદ્ર આર્ય સર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભા નામના અગ્રણી હિન્દુ સંગઠનના પ્રમુખ છે.

તેમના કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના ઘણા મોટા નેતાઓ ભાગ લે છે. સુરેશચંદ્રના પુત્ર, એજ્યુટેસ્ટના મેનેજિંગ ડાયરેક્ટર વિનીત આર્યને વર્ષ 2017માં જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. તેમ છતાં, કેન્દ્રની મોદી સરકારની સંસ્થા અને ઘણા રાજ્યોની ભાજપ સરકારો તેને પરીક્ષાઓ લેવા માટે કોન્ટ્રાક્ટ આપતી રહી છે.

આ કંપની ગુજરાતમાં નેશનલ લૉ યુનિવર્સિટી, મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓ. બેંક સહિત ઉત્તરપ્રદેશમાં ગૌણ સેવા પસંદગી મંડળ, IIT તિરુચેલ્લાપલ્લી, રાજસ્થાન કેન્દ્રીય વિદ્યાલય, પાવર સિસ્ટમ ઓપરેશન, ઓઇલ ઇન્ડિયા લિમિટેડ પુણે યુનિવર્સીટી, આર્મી વેલ્ફેર એજ્યુકેશન સોસાયટી, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સહિતની અનેક સરકારી સંસ્થાઓ માટે ભરતી પરીક્ષા લેવાનું કામ કરી ચુકી છે.

તાજેતરમાં જયારે યુપીની યોગી સરકારે ત્યાંની પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાનું પેપર લીક થયું હતું. તેથી આ કંપની ઉપર કાર્યવાહી કરી હતી. યોગી સરકારે તેને બ્લેક લિસ્ટ કરી છે.

પરીક્ષા લેવામાં ગરબડી ઉપરાંત અનેક અનિયમિતતા છતાં આ એજન્સીને જ કેમ કોન્ટ્રાકટ મળતા રહ્યાં છે એ મામલે  ઇન્વેસ્ટિગેશન કરતા કેટલીક સ્ફોટક માહિતી અને ફોટાઓ બહાર આવ્યા છે. ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે તેના માલિકોને સંબંધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ગુજરાતના રાજ્યપાલ અને અનેક ભાજપના નેતાઓ તેમના કાર્યક્રમમાં જતા જોવા મળેલા છે.

કેન્દ્ર સરકારની સંસ્થા CSIR તો પરીક્ષાઓ માટે રૂપિયા 8 કરોડનો કોન્ટ્રાક્ટ આપેલો હતો. આ સંસ્થાના નરેન્દ્ર મોદી અધ્યક્ષ છે.

સતત લીકેજ અને વિવાદમાં સપડાયેલી ગુજરાતની આ એજન્સીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેના અધ્યક્ષ છે. જેનાથી ગુજરાતની પ્રજાને આઘાત લાગ્યો છે.

કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા 19મી ઓક્ટોબર,2023ના રોજ સેક્શન ઓફિસર અને આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની ભરતી કરવા માટે મોદીએ આઠ કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

મોદીની અધ્યક્ષતા વળી આ એજન્સીએ કોન્ટ્રાકટ આપ્યાના બીજા જ દિવસે બિહારનું પેપર કૌભાંડ થયું હતું. પરીક્ષામાં ગરબડી અને અનિયમિતતા સંદભે આ કંપની ત્રણ વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

તેમ છતાં દોઢ મહિના પછી આ એજન્સી કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ માટે ભરતીનો જે આઠ કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.

આ સંસ્થાના પ્રેસિડેન્ટ તરીકે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. અને આ સંસ્થા પીએમ મોદીના હાથ નીચેના મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી હેઠળ આવે છે. PMOના રાજ્યકક્ષાના પ્રધાન ભાજપના નેતા જીતેન્દ્ર સિંહ તેના વાઇસ પ્રેસિડેન્ટ છે.

એજ્યુટેસ્ટ દ્વારા લેવામાં આવેલી ભરતી પ્રક્રિયામાં પણ ગરબડીની વાત બહાર આવી હતી.

444 નોકરીની ભરતી માટે દેશભરમાં ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ઉત્તરાખંડના એક પરીક્ષા સેન્ટર પર પોલીસે દરોડો પણ પાડ્યો હતો. જો કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા આ અંગે સાફ ઇન્કાર કરવામાં આવ્યો હતો. જે એજન્સીને બિહારમાં ત્રણ વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હોય તેને વડાપ્રધાન મોદીની અધ્યક્ષતાવાળી સંસ્થા કોન્ટ્રાકટ આપતા હોય અને મોદીને ખબર ન હોય તે વાત નામને ગળે ઉતરે છે ?

માનસિક ખરાબ હાલત
વર્ષ 2017માં બિહારમાં સરકારી ભરતી કરનારા બિહાર સ્ટાફ સિલેક્શન કમિશનનું પેપર લીક થયું હતું. જેના માટે તે વખતે બિહાર પોલીસની SIT દ્વારા કમિશનના અધ્યક્ષ IAS સુધીર કુમારની સાથે પ્રશ્ન પેપર છાપનારી કંપની કોન્ફીસેક પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર વિનીત આર્યને પણ પકડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

થોડા સમય પછી વિનીત જામીન ઉપર જેલની બહાર આવ્યો હતો. ત્રણ વર્ષ પછી જયારે જામીનની મુદત વધારવા માટે વિનીતે કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે તેણે પોતાને માનસિક રીતે અસ્વસ્થ હોવાનું કહ્યું હતું. તેને હતાશામાં આત્મહત્યા કરવાના વિચારો આવતા હતા. તેવી કોર્ટ સમક્ષ રજૂઆત કરીને જામીન મેળવેલા હતા.

માનસિક રીતે ફેલ વ્યક્તિની એજન્સીને હજારો-લાખો બેરોજગાર શિક્ષિત યુવાની પરીક્ષા લેવા માટે ભાજપની સરકારો સતત કામ આપતી રહી હતી.

એજ્યુટેસ્ટ એજન્સીના માલિકોનો પરિવાર આર્ય સમાજ નામની સંસ્થા સાથે જોડાયેલા છે.

એજ્યુટેસ્ટના સ્થાપક નિર્દેશક સુરેશ ચંદ્રા સર્વદેશ આર્ય પ્રતિનિધિ સભાના 2016થી પ્રમુખ છે.

ફેબ્રુઆરી 2023માં નવી દિલ્હી ખાતે દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ઉજવણીનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આર્ય સમાજના આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી સાથે સુરેશચંદ્ર આર્ય મંચ પર હાજર હતા. મોદીએ તેમના ભાષણમાં સુરેશચંદ્રનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મોદી ઉપરાંત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કિશન રેડ્ડી, મીનાક્ષી લેખી અને અર્જુન રામ મેઘવાલ જેવા કેન્દ્રીય મંત્રીઓ પણ આ પ્રોગ્રામમાં હાજર હતા. આ કાર્યક્રમનો વિગતવાર અહેવાલ વડાપ્રધાન મોદીની સત્તાવાર વેબસાઇટ ઉપર પણ ફોટા અને વિડીયો સાથે ઉપલબ્ધ છે.

માત્ર એટલું જ નહીં પરંતુ વર્ષ 2018 માં, ભાજપ અને આરએસએસના ઘણા વરિષ્ઠ નેતાઓએ સભા દ્વારા આયોજિત ચાર દિવસીય આંતરરાષ્ટ્રીય આર્ય મહાસંમેલનમાં ભાગ લીધો હતો. મહાસંમેલનના ઉદ્ઘાટન સમારોહમાં તત્કાલિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહોંચ્યા હતા અને સુરેશચંદ્ર આર્યએ સ્વાગત પ્રવચન આપ્યું હતું.

કાર્યક્રમમાં રાજનાથ સિંહ, નીતિન ગડકરી, યોગી આદિત્યનાથ, મનોહર લાલ ખટ્ટર, સુધાંશુ ત્રિવેદી, મનોજ તિવારી, વિજય ગોયલ અને મીનાક્ષી લેખી સહિત ઘણા તત્કાલીન કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને ભાજપના નેતાઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત બાબા રામદેવ સહિત અનેક પ્રભાવશાળી લોકો અને મોટી સંખ્યામાં સાધુ સંતોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

એજ્યુટેસ્ટની વેબસાઈટ પરની પ્રોફાઇલ મુજબ, સુરેશચંદ્ર જ આ કંપનીના કર્તાહર્તા છે.

ગુજરાતના સાણંદમાં આયોજિત કંપનીના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) કાર્યક્રમનું ઉદ્ઘાટન સુરેશચંદ્ર આર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલ સાથે વિનીત આર્ય, તેની પત્ની અને એજ્યુ ટેસ્ટ ડિરેક્ટર જયા આર્ય પણ હાજર રહ્યા હતા.

અમદાવાદનો વિનીત ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પેપર લીક કૌભાંડી છે. બિહાર પેપર લીકમાં ધરપકડ બાદ એજ્યુ ટેસ્ટ નામની નવી કંપની ખોલી, રાજકીય ઓથ લઈ દુબઈ ભાગ્યો હોવાની શક્યતા છે.

EduTest ની સ્થાપના 40 વર્ષ પહેલા 1982 માં કરવામાં આવી હતી. આ કંપની પરીક્ષામાં દરેક ઉમેદવાર માટે અલગ-અલગ ટેસ્ટ પેપર આપી શકતા હોવાનો દાવો કરે છે.

કંપનીમાં 350 થી વધુ કર્મચારીઓ છે.  કંપનીનો દાવો છે કે તેણે UPSSSC PET અને CAT જેવી તમામ પરીક્ષાઓ સફળતાપૂર્વક આયોજિત કરી છે.

વિનીત આર્ય ઉપરાંત જયા આર્ય ડિરેક્ટર છે અને સક્ષમ આર્ય પણ આ કંપનીમાં ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે.  કંપનીની આવક રૂ. 700 કરોડથી વધુ છે.

બિહારમાં પેપર લીક થયા પછી ઉત્તર પ્રદેશ અને મોદીની સંસ્થાને કઈ રીતે ઠેકો મળ્યો તે શંકા ઊભી કરે છે.

કેન્દ્ર સરકારની સંસ્થાનો સ્પષ્ટ નિયમ છે કે, બ્લેકલિસ્ટેડ કંપની બિડિંગમાં ભાગ લઈ શકે નહીં.

કાયદાકીય અસરોથી બચવા માટે કંપનીનું નામ કન્ફિસેક પ્રાઇવેટ લિમિટેડથી એડ્યુટેસ્ટમાં બદલાયું હતું.

2017માં બિહાર સ્ટાફ સિલેક્શન કમિશનનું પેપર લીક થતા વિનીત આર્યની બિહારની પોલીસે ધરપકડ કરી હતી, બાદમાં ગુજરાત ભાજપના નેતાઓના કનેક્શનને કારણે  છુટી ગયો હતો.