મહાત્મા ગાંધીની બાળભૂમિ રાજકોટમાં નથુરામ નાટક

राजकोट में नाथूराम नाटक, Nathuram Play in Rajkot, Mahatma Gandhi’s Childhood Home

અમદાવાદ, 7 ફેબ્રુઆરી 2026

રાજકોટના હોલમાં ‘હું નથુરામ’ નામનું નાટક ભજવવા જઈ રહ્યું છે. ભૂતકાળમાં સુરત, વડોદરા અને ભાવનગરમાં નાટક ભજવાઈ ગયું કોની મંજૂરીથી તે સવાલ ઊભો થાય છે. સરકાર દ્વારા ગોડસેના વિચારોને પ્રસ્તુત કરતા નાટકો ઉપર પ્રતિબંધ મૂકવા જોઈએ, ક્યારેક ગોડસેની ક્યાંક પ્રતિમા મુકાય કે મંદિર બનાવવાનો પ્રયાસ તે જાણે ભાજપ સરકારની મુક સંમત્તિથી થતું હોય તેવુ લાગે છે.

આઝાદ ભારતનો પ્રથમ આતંકવાદી મહાત્મા ગાંધીનો હત્યારો નથુરામ ગોડસે ક્યારેય નાયકના હોઈ શકે. તે વિલન હતો, છે અને રહેશે. મહાત્મા ગાંધીને ગોળી મારનાર ડરપોક ગોડસેને અંગ્રેજો સામે લડવાની હિંમત નહતી. એમ ગુજરાત કોંગ્રેસે જાહેર કર્યું છે.

78 વર્ષીય મહાત્મા ગાંધીજીને ત્રણ ત્રણ ગોળી ધરબી દેનાર 38 વર્ષીય ડરપોક નથુરામ ગોડસેને ક્યારેય ભારતની આઝાદીની લડાઈમાં ભાગ લેવાની હિંમત નોહતી. 38 વર્ષ સુધી જે વ્યક્તિએ 200 વર્ષો વર્ષના અંગ્રેજોના અત્યાચાર સામે શબ્દ નથી ઉચાર્યો તેને ગાંધીજીની હત્યા કરી દીધી તે ભારતમાં નાયક કઈ રીતે હોઈ શકે?

મહાત્મા ગાંધીજી ભારત દેશને અંગ્રેજોના અત્યાચારથી મુક્ત કરવા સવિનય કાનૂન ભંગ, અસહયોગ આંદોલન, અંગ્રેજો ભારત છોડો ક્વિટ ઈન્ડિયા આંદોલન, દાંડી માર્ચ, સ્વદેશ અપનાવો જેવી અનેક અહિંસક આંદોલનના માધ્યમથી અંગ્રેજોની બર્બર હુકુમત સામે લડવા દેશના લાખો, કરોડો લોકોને તૈયાર કર્યા હતા,

મહાત્મા ગાંધીજી જેવા સંત વ્યક્તિ હત્યા કરનાર ક્યારેય નાયકના હોય શકે, ગોડસે વિલન હતો, છે અને રહશે. ભારત દેશમાં કરોડો ભારતીયોના દિલમાં અને વિશ્વમા શાંતિ અને અહિંસાના પક્ષધર લોકોના દિલમાં ગાંધીજી નાયક એટલે હીરો હતા, છે અને રહેશે.

મહાત્મા ગાંધીજી જે એક એવી વિશ્વ વિભૂતિ જેમની પ્રતિમા વિશ્વના 100થી વધુ દેશોમાં સ્થાપિત હોય તે ભારતના ગૌરવ સમાન છે. 100થી વધુ દેશોએ મહાત્મા ગાંધીના સન્માનમાં ટપાલ સ્ટેમ્પ ઈશ્યૂ કર્યા છે.

40થી વધુ દેશોમાં મહાત્મા ગાંધીજીના નામે રોડ, મેમોરિયલ છે તે કઈ નાની વાત નથી. મહાત્મા ગાંધી થી માર્ટિન લુથર જુનિયર, દલાઈ લામા, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, નેલ્સન મંડેલા, સ્ટીવ જોબ્સ જેવા વિશ્વની પ્રતિભાઓ પ્રભાવિત હતા. તે ગાંધીજીના સત્ય અને અહિંસાના મૂલ્યો ઉપર સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા હતા.