ગાંધીનગર, 30 સપ્ટેમ્બર 2020
નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયે એકી સાથે તરબૂચથી બનવી 3 નવી પધ્ધતિ તૈયાર કરી છે. જે ખેડૂતો તેમના ખેતર પર કે નાના ઉધ્યોગો તે તૈયાર કરીને સારી કમાણી કરી શકે તેવી ક્ષમતા આ ધંધામાં છે. તરબૂચના બીનો પણ મોટો ઉપયોગ થાય છે. આમ હવે તરબુચનો 100 ટકા ઉપયોગ થઈ શકે છે. પહેલા 40 ટકા હિસ્સો ફેંકી દેવો પડતો હતો. તરબુચ 90 દિવસમાં હેક્ટરે 30-40 ટન રૂ.65 હજારના ખર્ચમાં તૈયાર થાય છે. 1.10 લાખનો નફો મળે છે. હવે તેમાં રસ, કેન્ડી, જ્યુસ બનાવીને વેંચે તો મબલખ કમાણી થાય તેમ છે.
કેન્ડી
તરબૂચની છાલના ગરમાંથી કેન્ડી બનાવવાની રીત નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા વિકસાવેલી પદ્ધતિ બાદ હવે ખેડૂતો અને નાના ઉદ્યોગો માટે તેની રીત ભલામણ કરી છે. તરબૂચની છાલના જેટલાં વજનના ટુકડા હોય
એટલી વજનમાં ખાંડ નાંખવામાં આવે છે. 0.2 ટકા સાઈટ્રીક એસીડ અને 1500 પી.પી.એમ. પોટેશિયમ મેટાબાય સલ્ફેટ ઉમેરવામાં આવે છે. પછી તરબૂચની છાવના ગરના ટુકડા કરીને ચાસણીનું ટી.એસ.એસ. 70 ડીગ્રી થાય ત્યાં સુધી 72 કલાક મૂકી રાખવું. ત્યારબાદ કેન્ડી ધોઈને 60 ડીગ્રી તાપમાને 17 ટકા ભેજ રહે ત્યાં સુધી સુકવીને 400 ગેજની બેગમાં પેક કરી દેવું. 6 મહિના સુધી સામાન્ય તાપમાન 37 સેન્ટીગ્રેડ સુધી જળવાય છે.
પોટેશિયમ પાયરોસ્લ્ફાઇટ એ એક તીક્ષ્ણ ગંધ સાથેનો સફેદ સ્ફટિકીય પાવડર છે. તેનો ઉપયોગ મુખ્યત્વે એન્ટીઓકિસડન્ટ અથવા રાસાયણિક જંતુરહિત તરીકે થાય છે. તે રાસાયણિક રૂપે સોડિયમ મેટાબિસ્લ્ફાઇટ જેવું જ છે, જેની સાથે તેનો ઉપયોગ ક્યારેક કરવામાં આવે છે.
તરબુચની છાલની કેન્ડી ઘરે બની શકે
છાલ સાથે બાકી રહેતા સફેદ ભાગને ચોરસ કાપીને ખાંડમાં પલાળી રાખી ઓવનમાં થોડો સમય શેકવામાં આવે છે. એટલી જ ખાંડની ચાસણીમાં રાખીને ફરીથી સેકવામાં આવે છે.
સાઈટ્રીક એસિડ એ લીંબુનું ફૂલ છે. કુદરતી સ્વરૂપમાં મેળવે છે, જેનો સ્વાદ ખાટું હોય છે. તે સુગંધ મુક્ત, રંગહીન અને બરછટ છે. તે ફળમાંથી રકાઢવામાં આવે છે. સફેદ પાવડરમાં રૂપાંતરિત થાય છે. જેનો ઉપયોગ વિટામિન સી સમૃદ્ધ ખોરાક અને પીણામાં સ્વાદ ઉમેરવા અને સંગ્રહિત કરવા માટે થાય છે. વેલ્યુ એસિડ બનાવે છે. લાંબા સમયથી કુદરતી પ્રિઝર્વેટિવ તરીકે ઉપયોગમાં લેવાય છે. લીંબુનું ફૂલ ખાધા પછી કેટલાક લોકોને પેટની તકલીફ થવા લાગે છે. ઘણા લોકો ફરિયાદ કરે છે.
તરબૂચનું નેક્ટર
નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયે તરબૂચનું નેક્ટર બનાવવાની નવીન પ્રક્રિયા તૈયાર કરી છે. જેમાં 25 ટકા તરબૂચનો રસ, ખાંડ અને સાઈટ્રીક એસીડ ઉમેરીને તેનું ટી.એસ.એસ. 16 બ્રિક્સ અને 0.3 ટકા એસીડીટી જાળવી રાખ્યા બાદ તેમાં 1 ટકો પેકિટન અને 100 પી.પી.એમ. સોડિયમ બેન્ઝોએટ ઉમેરીને તેને કાચની બોટલમાં ભરી 96 અંશ સેન્ટીગ્રેડ તાપમાને 5 મિનિટ માટે નિર્જીવીકણ કરવાથી સ્વીકાર્ય ગુણવત્તાના માપદંડ 6 મહિના સુધી સામાન્ય તાપમાન 37 અંશ સુધી ટકી રહે છે.
તરબૂચનું જ્યુસ
નવસારી કૃષિ વિશ્વ વિદ્યયાલયે તરબૂચનું જ્યુસ બનાવવાની પદ્ધતિ વિકસાવી છે. તેની ગુજરાત સરકારે પણ ભલામણ કરી છે. તરબૂચના રસનું ટી.એસ.એસ. 10 બ્રિક્સ, એસીડીટી 0.3 ટકા, પેકટીન 1 ટકા, અને સોડીયમ બેન્ઝોએટ 100 પી.પી.એમ. જાળવી રાખી કાચની બોટલમાં ભરીને 96 સેન્ટીગ્રેડ તાપાને 5 મિનિટ માટે નિર્જીવીકરણ કરવાથી સ્વીકાર્ય ગુણવત્તાના માપદંડ 6 મહિના સુધી તે સામાન્ય તાપમાન 37 સેન્ટીગ્રેડ સુધી રહી શકે છે.
તરબુચના રસની કેન્ડી
ગરમીમાં રાહત મળે એવી કેન્ડી બનાવવા માટે 2 કપ તરબુચનો રસ અને અડધી ચમચી ખાંડ નાંખી કુલ્ફી મોલડમાં 8 કલાક ફ્રીઝમાં રાખીને અનમોલડ કરી સર્વ કરાય છે.
મુરબ્બો
તરબૂચની 1.5 કિલો અંદરની સફેદ છાલને છીણી લેવામાં આવે છે. ઉપરની ગ્રીન છાલ કાઢી નાંખવામાં આવે છે. ટૂકડા બ્લાંચ કરો. 1 ઈંચના ટુકડાં કાપી શકાય. પાણીમાં નાંખી ઉકળે એટલે કાઢી લેવી. ટુકડાં નાંખી 1.5 કિલો ખાંડમાં બે કલાક રાખી મૂકવી. તેને ઘીમા તાપે પકાવો. ચાસણીના બે આંગળી વચ્ચે તાર બંધાય એટલે તેમાં ઈલાયચી પાવડર અને જાયફળ નાંખો. 2-3 દિવસ બે વખત હલાવો. ચાસણી ઝાડીને બદલે પાતળી લાગે તો ફરીથી ગરમ કરો. મુરબ્બો તૈયાર થશે. તેમાં જાવિત્રી, વેનીલા એસેન્સ, કેસર નાંખી શકાય છે.