હેકર્સથી બચવા મોબાઈલને પબ્લિક પ્લેસ પર ક્યારેય ચાર્જ ન કરો, બચવા માટે અપનાવો આ ઉપાય

ઘણી વખત આપણે ઘરની બહાર હોય તો અને અમારા ફોનની બેટરી ખત્મ થવા લાગે છે તો અમે જલ્દબાજીમાં પબ્લિક પ્લેસ પર લાગેલ ચાર્જરથી પોતાનો ફોન ચાર્જ કરવા લાગે છે. એ કેટલુ ખતરનાક સાબિત થઈ શકે છે. તેનો તમને અંદાજ પણ નહી હોય. ખરેખર આ ચાર્જિંગ પોઈન્ટ્સ પર હેકર્સની નજર હોય છે. આ તમારા ફોનનો ડેટા લીક કરી લે છે અને તમને તેના વિશે જાણ પણ થઈ શકતી નથી.

હેકર્સ આ રીતે બનાવે છે શિકાર

પબ્લિક પ્લેસ જેવા રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, મોલ વગેરે પર આ પ્રકારના ચાર્જિંગ પોઈન્ટસ ઘણી વખત તમને લાગેલા મળશે. હેકર્સ આવા ચાર્જિંગ પોઈન્ટ પર પોતાનો શિકાર શોધ્યા કરે છે જેના પર વધારે લોકો પોતાનો ફોન ચાર્જ કરે છે. આ ચાર્જિંગ પોઈન્ટ્સ પર લાગેલ યૂએસબીથી જો તમે તમારો ફોન ચાર્જ કરો છો તો, તેમાં હાજર બેન્ક એપ્સનું લોગ ઈન, ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર, જીમેલ સહિત યૂપીઆઈ એપનો પાસવર્ડ અને ડેટા હેકર્સની પાસે ચાલ્યો જાય છે. આ યૂએસબી તમારા ફોનનો બધો ડેટા કોપી કરી લે છે ત્યારબાદ હેકર્સ તમારા બેન્ક એકાઉન્ટને સાફ કરી દે છે.

માલવેર કરી દે છે ઈંસ્ટોલ

એટલુ જ નહી હેકર્સ આ યૂએસબીની મદદથી તમારા ફોનમાં વાયરસ ઈંસ્ટોલ કરી દે છે, જે ફોનને તો ચાર્જ કરશે જ પણ સાથે ડેટા પણ કોપી કરી લે છે. હેકર્સ તેને પોતાના પ્રમાણે બનાવે છે કે, તેમને કેટલા સમયનો ડેટા ચોરી કર્યો છે. જેમાં કુકીઝ થકી ડેટા કોપી કરવામાં આવે છે.

આ રીતે કરો બચાવ

આ પ્રકારના હેકર્સનો નિશાન બનવાથી બચવા માટે હંમેશા પાવર બેન્ક પોતાની પાસે રાખો અથવા ખુદનો ડેટા કેબલ જ વપરાશ કરો. ઈમરજન્સીમાં ક્યારેય જો પબ્લિક પ્લેસ પર ફોન ચાર્જ કરવો પડે તો, મોબાઈલને બંધ કરી પોતાના જ કેબલથી ચાર્જ કરો. ફોનને બંધ કરી ચાર્જ કરવાથી ડેટા ટ્રાંસફર થઈ શકતો નથી.