New cultivation of trellis system doubles profit on vegetables , सलाखें प्रणाली की नई खेती से लताओं और सब्जियों पर दोगुना लाभ
(દિલીપ પટેલ)
97 હજાર હેક્ટરમાં હાલ 2022ના ઉનાળામાં ગુજરાતના શાકભાજીનો પાક છે. ગયા શિયાળામાં 1.84 લાખ હેક્ટરમાં શાકભાજી હતી. ગયા ચોમાસામાં 2.66 લાખ હેક્ટકરમાં શાકભાજી હતી. આમ 2022ના વર્ષમાં 4.5 લાખ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થયું હતું.
શાકભાજી મોટા ભાગે વેલા ઉપર થાય છે. જે જમીન પર પથરાયેલા રહે તો તેમાં રોગ, જંતુ, જીવ, પશુ, સૂર્ય પ્રકાશ, પૂરથી પારાવાર નુકસાન થાય છે. પણ હવે આ નુકસાન ન થાય એ માટે ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડી નવી ટેક્નોલોજી ટ્રેલીસ સિસ્ટમ અપનાવી, હવે વન્ય પ્રાણીઓ અને પૂરથી પાકને નુકસાન નહીં થાય.
ઘણા ખેડૂતો ખેતીની પરંપરાગત ઓપન ફાર્મ પદ્ધતિઓમાંથી ટ્રેલીસ સિસ્ટમ તરફ વળ્યા છે. જેમાં દોરડાની મદદથી વેલા શાકભાજીને જમીન ઉપરથી ઉંચકીને થાંભલા પર જાળીમાં રાખવામાં આવે છે. ભીંડી, કારેલા, દૂધી, ગલકા જેવા વેલાના પાકોને માટે આ પદ્ધતિ સારી છે.
ખેતરમાં 11 લાખ ભૂંડ, લાખો શાહુડી, સસલા, સૂર્ય પ્રદાશ, પૂર પ્રાણીઓ દ્વારા પાકનો નાશ કરે છે. પ્રાણીઓના હુમલાથી ખેડૂતો કંટાળી ગયા છે. પ્રાણીઓના હુમલા અથવા વારંવાર પૂરના કારણે મોટું નુકસાન થાય છે.
ટ્રેલીસ સિસ્ટમ શું છે?
ગુજરાતના ખેડૂતો જેને મેડા પદ્ધતીની ખેતી કહે છે. જે વેલા માટે સારી છે. ટ્રેલીસ સિસ્ટમનો ઉપયોગ શાકભાજીને જમીનથી ઉપર – દૂર રાખવા માટે થાય છે જેમાં શાકભાજી ઓછામાં ઓછા પાંચ-છ ફૂટ ઉપર લટકતી હોય છે. આ સિસ્ટમ માત્ર જંગલી પ્રાણીઓને તેમની ઉપજને બગાડતા અટકાવે છે.
ફાયદા
પાણી ભરાવાને કારણે શાકભાજીને નુકસાન કરતી નથી. સૂર્યનો તીવ્ર પ્રકાશ પણ છોડને સીધી અસર કરતું નથી.
પૂરનું પાણી ખેતરમાં આવે છે, ત્યારે પાકને નુકસાન થાય છે.
જંતુઓ અને જંગલી પ્રાણીઓના હુમલા ઓછા છે. ઉત્પાદન દરમાં વધારો થાય છે. આ સિસ્ટમમાં, નિંદણ દૂર કરવું પણ સરળ છે. જે પાક ઉગાડવામાં આવે ત્યારે ખુલ્લા ખેતરોમાં મુશ્કેલ છે.
5 ગણું વળતર 80 દિવસમાં
નાયલોન અને પ્લાસ્ટિક દોરડા, વેલ્ડેડ વાયર સિમેંટના થાંભલા, વાંસ, લાકડાની મદદથી ટ્રેલીસ બનાવવામાં આવે છે. વાંસ પર એકરમાં નેટ રોપવા માટે લગભગ 30,000 રૂપિયાનો ખર્ચ થાય છે. આ રોકાણથી 75-80 દિવસમાં 1,60,000 રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. શાકભાજી નેટ પર ઉગે છે, ત્યારે સારી ઉપજ મળે છે, જ્યારે તે જમીન પર ઉગે છે, ત્યારે તે સડી જાય છે. કારણ કે જંતુઓ તેમને નુકસાન પહોંચાડે છે. નફો બે ગણો વધે છે.