આત્મનિર્ભ નહીં – થાઈલેન્ડના બિંયા વગરના લીંબુ ગુજરાતનું ગૌરવ જાહેર કરતાં ભાજપ સરકાર

અવાખલ ગામના ખેડૂતે થાઈલેન્ડના બિયા વગરના મોટા લીંબુ પકવ્યા

ગુજરાતના બાગાયતી વિભાગે થાઈલેન્ડના બિંયા વગરના લીંબુની ખેતીને સફળ કિસ્સા તરીકે જાહેર કર્યું છે. ગુજરાતમાં જ્યારથી ભૂપેન્દ્ર ચૂડાસમાએ એક કૃષિ યુનિવર્સિટીને 5 યુનિવર્સિટી બનાવી દીધી ત્યારથી નવા સંશોધનો ઓછા થઈ રહ્યાં છે. હવે વિદેશી બિયારણને ગુજરતાના ગૌરવ તરીકે ભાજપ સરકાર જાહેર કરી રહી છે. બિંયા વગરના લીંબુ વિદેશી ટીસ્યુકલ્ચરની ઓલાદ છે જેને બાગાયતી વિભાગે હવે સફળ કિસ્સા તરીકે જાહેર કર્યું છે.

જ્યારથી કોરોનાનો રોગ આવ્યો છે ત્યારથી લીંબુની ખપત બેસુમાર વધી છે. લોકો રોજ લીંબુનો રસ પી રહ્યાં છે. જેમાં ભરપુર વીટામીન સી છે.

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના અવાખલ ગામ અને ડભોઈના ઓરડી ગામે 2015થી ઠળીયા વગરના લીંબુની ખેતી થઈ રહી છે. અવાખલના હરિશ જયેન્દ્ર પટેલને જાણવા મળ્યું હતું કે, છતીસગઢના રાયપુર ગામે થાઈલેન્ડના લીંબુના વૃક્ષ ઉછેરી ખેતી કરતાં ખેડૂતો પાસેથી શિખીને પોતાની 30 વીઘા જમીનમાં થાઈલેન્ડના લીંબુના 7 હજાર છોડ વાલ્યા હતા.

2017માં આ છોડ પર ફળ આવવા શરૂં થઈ ગયા હતા. મોટા કદના અને બીયા વગરના હોવાથી તેમા રસ પુષ્કળ પ્રમાણમાં નીકળે છે. રૂ.10થી 30ના ભાવે ખેતરમાંથી લીંબું લઈ જનારા છે.

થાઈલેન્ડના લીંબુને દેશી ખાતર અને ઓર્ગેનિક પદ્ધતિથી પકવાય છે. છાણ, ગૌમુત્ર, પોલ્ટ્રીફાર્મનો એકત્ર કરેલો કચરો, અને અન્ય બીજા ખાતરોના મિશ્રણ દ્વારા કરાય છે. વિદેશમાં સારી માંગ છે. સૌથી વધું લીંબું વડોદરામાં 1200 હેક્ટરમાં પાકે છે. થાઈ લીંબું 300 એકરમાં થઈ રહ્યાં છે. ગુજરાતના કાગદી લીંબું કરતાં 200થી 300 ટકા વધારે પાકે છે. ટપક સિંચાઈથી સારો પાક થઈને પાણીની બચત થાય છે. 16 મહિના પછી પાક આવવાનો શરૂ થાય છે અને 3 વર્ષ પછી 5-10 કિલો છોડ દીઠ લીંબુંનું ઉત્પાદન મળે છે. એક ડાળખી પર 10-15 લીંબું લટકતાં જોવા મળે છે.

અમદાવાદની છુટક બજારમાં એક તબક્કે એક કિલોના રૂ.140 સુધી લીંબુ વેચાયા હતા. સમગ્ર દેશમાં મહેસાણામાં અને પછી આણંદમાં સૌથી વધું લીંબું પાકે છે પણ બીંયા વગરના લીંબુંમાં વડોદરા આગળ છે. ઉદલપુર અનેખેરવા ગામ લીંબુંની ખેતી માટે જાણીતા છે. જગુદણ, ઉંટવા, કહોડા, કડી, ઉંઝા, ઉદાલપુર ખેરવા, અને જગન્નાથપુરા ગામમાં લીંબુની ખેતી વધુ થઇ રહી છે. મહેસાણાની કુલ જમીનમાંથી 30 ટકામાં લીંબુંના વૃક્ષ છે. અહીં એક વૃક્ષ પર વર્ષે 250 કિલો લીંબું પાકે છે. પડ પાતળા, રસદાર, સુગંધીદાર છે. પાકિસ્તાન, બાંગલાદેશ, અફઘાનિસ્તાન, અરબ અને બીજા દેશોમાં ગુજરાતના લીંબુ જાય છે.

કહોડા ગામમાં 90% ટકા લોકો લીંબુની ખેતી કરે છે. ખેડૂતોને 1 કિલોના રૂ.20થી રૂ.25 મળે છે. જયારે ઉનાળો પોતાનું પૂર્ણ સ્વરૂપ ધારણ કરતા ખેડૂતોને તેમના લીંબુના ભાવ કિલો એ 50થી 70 રૂપિયા મળે છે. આ ગામમાંથી રોજના 6 હજારથી 7 હજાર કિલો લીંબુ બહાર જાય છે.

ખેડા જિલ્લાનાં પીપલગ ગામનાં ખેડૂત કિરણ પટેલે ટીશ્યુ કલ્ચરના બિંયા વગરના લીંબુની સૌથી પહેલા ખેતી કરી હતી. 14 મહિનામાં ઉત્પાદન મળતું થયું હતું. તેનો ભાવ બી વાળા લીંબુ કરતાં 25 ટકા વધું આવે છે. 12 મહિના પાક આવે છે. જ્યારે ઋતુ બદલાય ત્યારે પાક આવે છે.

લીંબુના વૃક્ષો ઉષ્ણ અને સમશિતોષ્ણ કટબિંધમાં સારા થાય છે. ભારતમાં લીંબુની ખેતી 35થી 40 હજાર હેકટર અને ગુજરાતમાં 10 હજાર હેકટર વિસ્તારમાં ખેતી થાય છે.