દિલીપ પટેલ
ગાંધીનગર, 14 માર્ચ 2020
અભય ભારદ્વાજ ભાજપના ઉમેદવાર કરતાં તેઓ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પસંદ કરેલા ઉમેદવાર છે. ગુજરાતમાં હવે અમિત શાહ અને રૂપાણી ભાજપના તમામ નિર્ણયો લઈ રહ્યાં છે. તે વારંવાર સાબિત થયું છે. એવી અફવા વારંવાર ફેલાતી રહી છે કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પ્રજાની સાથે રહેવામાં નિષ્ફળ રહ્યા છે. તેથી તેમને બદલવામાં આવશે. તેઓ સાવ નબળા મુખ્ય પ્રધાન હોવા છતાં તેમને બદલવા તો બાજુ પર રહ્યાં પણ તેઓ બળવાન બની રહ્યાં છે.
રાજકોટના અભય ભારદ્વાજ પોતે વિજય રૂપાણીના માણસ છે. તેથી તેમને ટિકિટ અપાવવા માટે સફળ રહ્યાં છે. ભાજપના સૂત્રો એવું કહે છે કે ભારદ્વાજ બ્રાહ્મણ હોવાથી તેમને ટિકિટ આપી છે. જો બ્રાહ્મણને જ ટિકિટ આપવી હોય તો ભારદ્વાજ કરતાં ઘણાં બ્રાહ્મણ નેતાઓ કાબેલ હતા. રાજકોટના કમલેશ જોષિપુરા કાબેલ હતા. જયનારાયણ વ્યાસ, મહેન્દ્ર ત્રિવેદી અને હરિન પાઠક બ્રાહ્મણ તરીકે સૌથી વધું કાબેલ નેતા ભાજપમાં છે તેમને કેમ ટિકિટ ન આપી ?
બધા જાણે છે કે આ વખતે સૌરાષ્ટ્રમાંથી ઠક્કર અને રાજપુતને ટિકિટ આપવાનું નક્કી હતું. મહેન્દ્ર મશરૂ, પ્રવિણ કોટક કે સૌરાષ્ટ્રમાંથી કિરીટ રાણાને ટિકિટ નક્કી હતી. મુખ્ય પ્રધાને તો કિરીટસિંહને ટિકિટ આપવાનું વચન પણ આપ્યું હતું. પણ અભયના ભાઈ નીતિન ભારદ્વાજ કે જે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના પત્નીના ખાસ છે તેમણે ટિકિટ અપાવવા ભારે પ્રયાસો કર્યા હતા.