હવે મોદીની દહીં હાંડી કોણ ફોડશે – સંઘ, વીએચપી કે એએચપી ?

દિલીપ પટેલ, અમદાવાદ, 26 ઓગસ્ટ 2022

ભાજપમાં હવે જે કંઈ થઈ રહ્યું છે તે 2024ની લોસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. જેના પ્રત્યાઘારો હિંદુ રાજનીતિમાં પડી રહ્યાં છે. વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ સહિતની 140 સંઘી સંસ્થાઓ ચૂપ છે. હિંદું અંગે તેમને બોલવાની મનાઈ છે. તેથી આ પ્રવાહ હવે આંતરરાષ્ટ્રિય હિંદુ પરિષદ તરફ જઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ એ વિશ્વ હિંદુ પરીષદથી અલગ થયેલી સંસ્થા છે.

નીતિન ગડકરી નાગપુરમાં હાંડીના એએચપીના હાંડીના કાર્યક્રમમાં અગાઉ ક્યારેય ગયા નથી. માર્ગ અને પરિવહન પ્રધાન ગડકરી અને એ એચ પીના સ્થાપર ડો. પ્રવિણ તોગડિયા વર્ષોથી મિત્રો છે. તોગડિયા તેમને દર વર્ષે હાંડીના કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ આપતાં હતા. પણ ગડકરી જતાં ન હતા. પહેલી વખત એવું બન્યું છે કે ગડકરી ગયા છે. ઉપરાંત ભાજપના 3 ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ દહીં હાંડીના કાર્યક્રમમાં ગયા હતા. આ વખતે સંઘી હાંડી કરતાં આંતરરાષ્ટ્રિય હિંદુ પરિષદ -એ.એચ.પી.ની હાંડી ઉત્સવમાં સંઘીઓ વધારે હતા. જે સંઘની મંજૂરી લીધા વદર ન આવ્યા હોય.

સંઘ, ભાજપ જ નહીં પણ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના અનેક નેતાઓ તોગડિયાની હાંડીમાં હાજર હતા.

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને ભાજપના સંસદીય બોર્ડમાંથી હટાવી દેવાયા છે. તેથી તેઓ વડાપ્રધાન પદના હરિફ ન રહે. તે માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ટોચના નેતાઓની સંમતિ હોઈ શકે છે.

ભાજપના વરિષ્ઠ મંત્રી દ્વારા નિવેદનો આવી રહ્યા છે. તેઓ ટોચના નેતાઓને મળી રહ્યાં છે.

ભાજપના અનેક ટોચના સૂત્રોને ટાંકીને અખબારે લખ્યું છે કે સંઘની ટોચની નેતાગીરીએ નીતિન ગડકરીને ઘણી વખત ચેતવણી આપી હતી કે તેઓ તેમના નિવેદનોથી હેડલાઈન્સ બનાવે છે, પરંતુ વિપક્ષ તેનો ફાયદો ઉઠાવે છે, જેના કારણે પાર્ટી અને કેન્દ્ર સરકાર પણ સંઘ તરીકે તેમને પણ શરમનો સામનો કરવો પડે છે.
ગડકરીએ દેશના હાઈવે બનાવવામાં બીજા પ્રધાનો કરતાં વધારે નાણાં વાપરવાના કોન્ટ્રાક્ટ આપેલા છે. ઠેકાની વિગતો કદાચ ગડકરીને પરેશાન કરી શકે છે. ગુજરાતની જેમ મોદી પણ સંઘની સાથે રહીને કામ કરતાં નિષ્ફળ પ્રધાનોને ગડગડીયું પકડાવે એવી શક્યતાનો ઇન્કાર કરી શકાય તેમ નથી.

સંઘને અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ વચ્ચે સારો વ્યવહાર નથી. કારણ કે જે. પી. નડ્ડા એ સંઘ સાથે સારા સંબંધો ધરાવતાં નથી. તેમની નિયુક્તિ નરેન્દ્ર મોદીએ કરી છે.

ભાજપની કારોબારી બનાવવામાં આવી છે. જેમાં યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ, નીતીન ગડકરી નથી. આ ત્રણેય 2024ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનના ઉમેદવારના દાવેદાર છે. તેમની હકાલપટ્ટીથી હવે માત્ર અમિત શાહ અને નરેન્દ્ર મોદી બે જ વડાપ્રધાન માટેના દાવેદાર રહ્યાં છે. તેથી સંઘ ધારે તો પણ હવે પક્ષની આ નીતિમાં બદલાવ કરી શકે તેમ નથી.

ભાજપમાં જે કંઈ થાય છે તે 2024ને ધ્યાનમાં લઈને થાય છે. જે આ ત્રણ લોકોને બહાર કાઢવા અને ગુજરાત સહિતના રાજ્યોની ચૂંટણીમાં દેખાય રહ્યું છે. આ વધા પુરાવા એ બતાવે છે કે, ભાજપમાં હવે આર એસ એસનું નથી ચાલતું. તેથી નીતીન ગડકરી કપાયા છે. સંઘના ખાસ પ્રિય ગડકરી છે.

નડ્ડા અને સંઘનું સારું ટ્યુનીંગ નથી. તે બોલતો પુરાવો છે. હવે પાર્લામેન્ટરી બોર્ડ નરેન્દ્ર મોદી પાસે આવી ગયું છે. કોઈ કેન્ડીડેટ નીતિન એક જ હતા. રાજનાથ પણ નથી.

ભાજપ અને સંઘને બતાવી દેવા માટે લોકોએ કામ ઉપાડી લીધું છે.

નાગપુરમાં દહીં હાંડીના કાર્યક્રમમાં 20 હજાર લોકો હાજર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં શીવસેનાના નેતાઓ પણ તોગડિયા સાથે હતા. તોગડિયાની વધી રહેલી તાકાત બતાવે છે. કદાચ તોગડિયાને પણ કલ્પના નહીં હોય કે સંઘના શહેર નાગપુરમાં આવો ટેકો મળશે. દેશમાં જ્યાં પણ એ. એચ. પી.ની સભા થાય છે, રેલી થાય છે, ત્રિશુલ વિતરણ થાય છે ત્યાં હિંદુ સમુદાય ઉમટી રહ્યો છે. જે ભાજપ માટે સારી નીશાની નથી. સંઘ માટે પણ તે ચિંતાનો વિષય છે.

ભાજપ, સંઘ અને વીએચપીને પાછળ રાખીને એએચપી આગળ નિકળી ચૂકી છે. સ્થાનિક હિંદુઓનું નેતૃત્ય હવે એએચપી પાસે આવી ચૂક્યું છે. ગુજરાતના લીંબડી જેવા નાના શહેરમાં ભાજપ સરકારના પ્રધાનની આગેવાની વાળી રેલી અને એ. એચ. પી.ની રેલી સમાંતર હતી. પણ એ. એચ. પી.ની રેલીમાં 41 હજાર લોકો હતા. પ્રધાન કિરીટસિંહ રાણાની રેલીમાં તેના અડધા લોકો પણ ન હતા. ભાજપ માટે આ ચિંતાનો વિષય એટલા માટે છે કે, એક બાજું આમ આદમી પક્ષ અને બીજી બાજુ એ. એચ. પી.થી ભીંસાઈ રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 6 મહિનાથી હિંદુ મુવમેન્ટ જે કંઈ થઈ છે તેમાં આંતરરાષ્ટ્રિય હિંદુ પરિષદ – એ. એચ. પી.ની સાથે આવી ગઈ હોય એવી રેલી કે સભા થઈ છે. વી. એચ. પી. કરતાં હવે એ. એચ. પી.ની તાકાત વધી ગઈ છે. દેશની હિંદુ નેતાગીરી હવે સ્થાંતરીત થઈ રહી છે.

હમણાં હિંદુ લેબોરેટરીના હેડક્વાર્ટર અમદાવાદમાં 4 રેલી સ્કુટર રેલી આંતરરાષ્ટ્રિય હિંદુ પરિષદ – એ. એચ. પી.ની હતી. જેમાં દરેક રેલીમાં 27 હજાર લોકો જોડાયા હતા. અગાઉ વી. એચ. પી.ની રેલીમાં ન આવ્યા હોય એટલી મોટા પ્રમાણમાં લોકો આવ્યા હતા.

ગુજરાતના દાહોદમાં બધા તાલુકામાં એ. એચ. પી.ની રેલી થઈ હતી. જે 400 કિલો મીટર ફરી હતી. દરેક ગામડે ગામડે તે ફરી હતી. જેમાં લોકોનો ટેકો મળ્યો હતો ત્યારથી દિલ્હીથી ભાજપના નેતાઓની અવરજવર વધી ગઈ છે. ભાજપ માટે ગંભીર બાબત એ છે કે, આવી રેલીઓમાં નવા યુવાનો મોટા પ્રમાણમાં આવી રહ્યાં છે.

અયોધ્યા કૂચ તોડગિયાએ કરી હતી, પછી મંદિર અને સરકારે જે કાર્યક્રમો જાહેર કરવા પડ્યા હતા, એવું હવે દેશમાં દરેક સ્થળે કરવું પડે એવી સ્થિતી ઊભી થઈ છે. ડો.તોગડિયાને વી. એચ. પી.માંથી હાંકી કાઢવાની ભૂલ હવે નાગપુર અને દિલ્હીને સમજાતી હશે.

1992 પછી વી એચ પી સક્રિય ન હતી, તેનાથી વધારે સક્રિય એ. એચ. પી. છે. તોગડિયાને પણ કલ્પના નહીં હોય કે લોકોનું સમર્થન આટલું મળશે. હિંદુ મુવમેન્ટનું કામ 90 વર્ષથી સંઘે કર્યું હતું. હવે તે તોડગિયા પાસે આવી ગયું છે. હિંદુ વિચારધારા સામે સંઘની નીતિના કારાણે આવું થયું છે. હિંદુ પ્રજામાં સંઘે ક્રેડિબીલીટી ગુમવી દીધી છે.

રાયપુર, છત્તીશગઢમાં ત્રિશુલ આપવાનો એ. એચ. પી.નો કાર્યક્રમ હતો. જેમાં મોટા પ્રમાણમાં લોકો આવી ચઢ્યા હતા. આજ સુદીનો ઇતિહાસ રહ્યો છે કે, ગુજરાતમાં ત્રિશુલ આપવાના જ મોટા કાર્યક્રમો થયા છે. પણ ગુજરાત બહાર આટલા મોટા પ્રમાણમાં પહેલી વખત કાર્યક્રમ થયો છે.

વિશ્વ હિંદુ પરિષદને કાર્યકરોની જરૂર હોય તો હવે એ. એચ. પી. આપી શકે એવી ક્ષમતા ઊભી કરી છે.
નૈનિતાલના રામપુરમાં જાન્યુઆરી એક જ તાલુકામાં 70 ગામના લોકો આવેલા હતા. કોંગ્રેસ અને ભાજપ પાસે અહીં કાર્યકરો નથી, તેનાથી વધારે કાર્યકરો એ. એચ. પી. પાસે છે.

90-95માં ગુજરાતમાં વી. એચ. પી.ની પક્કડ હતી એવી પક્કડ હવે એ. એચ. પી. પાસે આવી જશે એવું લાગી રહ્યું છે. હવે બધા જ પક્ષના નેતાઓ એ. એચ. પી.ના નેતાઓ સાથે સંપર્ક વધારી રહ્યાં છે.

આર. એસ. એસ. પોતે સાવરકરનો વિરોધ કર્યો હતો. તેના મૃત્યું પછી તેના ગણવા લાગ્યા તેમ ડો.તોગડિયાને હાંકી કાઢ્યા પછી હવે સંઘ પણ ભૂલ થઈ હોય એવું અંદરથી જો અનુભવતો હશે.

ગડકરી કાબેલ છે. તેથી તેને પરેશાન કરવામાં મોદીએ બાકી રાખ્યું નથી. ગડકરી હવે પછીના વડાપ્રધાન બનવાની ક્ષમતા ધરાવે છે. અગાઉ વડાપ્રધાન બનવાની ક્ષમતા ધરાવતાં પ્રમોદ મહાજન, સુસ્મા સ્વરા, અરૂણ જેટલીના અકાળે મોત થયા છે.

ગડકરી જે કંઈ કહે છે તે દેશ હીતમાં કરે છે અને કરે છે. દેશમાં સરકારો સમયસર નિર્ણયો નથી લેતી, એ મોટી સમસ્યા. નીતિન ગડકરીએ સરકારની સૌથી મોટી ખામી જાહેર કરી હતી. નાગપુરમાં એક કાર્યક્રમમાં અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને દીનદયાલ ઉપાધ્યાયે સત્તા અપાવી છે. અટલ બિહારી બાજપેઈને ટાંકીને ગડકરીએ કહ્યુ હતુ કે અંધેરા મિટ જાએગા, સૂરજ નિકલેગા ઔર કમલ એક દિન ખિલેગા.

આ નિવેદન પહેલા ગડકરીને મોદીએ પાર્ટીના સંસદીય બોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. તે અગાઉ તેમણે રાજનીતિ છોડી દેવાની વાત કરી હતી. આજકાલની રાજનીતિ સામાજિક પરિવર્તનનું માધ્યમ બનવાથી વધુ સત્તામાં ટકી રહેવા માટે છે. આમ મોદીનો ભોગ એક સારા નેતાનો લેવાયો છે. પ્રમોદ મહાજન, બાજપાઈ અને અડવાણી કક્ષાના ખરી લોકશાહીમાં મનનારા ગડકરી છે. હવે ભારતમાં પૂર્ણ રીતે લોકશાહી પર ખતરો છે. સાચું બોલનારા પર આફત લાવવામાં આવે છે. આવા 300 જેટલાં નેતાઓ ભારતના રાજકારણમાં ભોગ બન્યા છે. સોનિયા ગાંધી પણ અને ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતા પણ.

મહારાષ્ટ્રમાં શિવસેનાની ખરી હિંદુ સરકારને ઉથલાવી તેમ ગુજરાતમાં મોદીએ જેવું જ રાજકારણ ખેલીને કેશુભાઈની બીજી વખતરીસરકારને મોદીએ ઉથલાવી હતી. પહેલી સરકાર શંકરસિંહે ઉછલાવી પણ, તે અને કેશુભાઈએ જાહેર કર્યું હતું કે પહેલી સરકારને મોદીએ ઉથલાવવાનું કારણ પૂરું પાડ્યું હતું. મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે સંઘને ધૂળ ચાટતો કર્યો હતો. એવું હવે રાષ્ટ્રિય કક્ષાએ કર્યું છે. સંઘને મોદીએ ખતમ કરી દીધો છે. વડાપ્રધાન બન્યા પછી તેઓ સંઘની ચક્કી કે પેંટ પહેરીને કાર્યક્રમમાં ક્યારેય ગયા નથી.

સત્તા સામે જે કોઈ પડકારરૂપ બન્યા છે તેને મોદીએ મોટાભાગે ખતમ કર્યા છે. છેલ્લે અડવાણી અને સંઘ જેવી વિશ્વની મોટી સંસ્થાને પણ પૂરી કરી છે. પોતાને પડકાર રૂપ ડો. તોગડિયાને વિશ્વ હિન્દુ પરિષદમાંથી કાઢવામાં ભૂંડી ભૂમિકા ભજવી હતી. તોડગિયાની હત્યા કરવા માટે મોદીએ હુમલો કરાવ્યો હોવાનો આરોપ છે.

હવે એ જ ડો. તોગડિયા સંઘ અને મોદીને પડકાર આપી રહ્યાં છે. એ. એચ. પી. હવે આગળ વધી રહી છે. જન સમર્થન મળ્યું છે.

સંઘને વિશ્વની મોટી રાજકિય સામાજિક સંસ્થા બનાવતાં 100 વર્ષ લાગ્યા પણ તોગડિયાને પોતાનો સંઘ બનાવવા માટે જે ટેકો મળી રહ્યો છે. તે જોતા 10 વર્ષમાં તે સંઘને ટક્કર મારી શકે છે.

RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)

વિશ્વની સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થા, RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) છે. જે ધાર્મિક કરતાં રાજકિય વધારે છે. 2025માં 100 વર્ષ પૂરા કરશે ત્યાં સુધીમાં સંઘનું સત્વ ખતમ હશે. તેની સ્થાપના 1925 માં મરાઠી ડો. કેશવ બલિરામ હેડગેવારે કરી હતી. ત્યારથી જે હિંદુ રક્ષા કરવા કરતાં રાજકીય મહત્વકાંક્ષા વધારે રાખે છે. તેથી તો સંઘના જ મુખ્ય પ્રધાન અને દેશના બે વડાપ્રધાન છે. અડવાણી અને સંજય જોષીને રાજકીય રીતે કાપીને સંઘે મોટી ભૂલ કરી છે. કારણ કે આજે મોદી સામે સંઘનું કંઈ ચાલતું નથી.

હવે સંઘ નહીં પણ એ. એચ. પી. હિંદુની વાત કરે છે અને હિંદુ મારે કાર્યક્રમો આપે છે.

સરસંઘચાલક એ મોહન ભાગવત અગાઉના નેતાઓની જેમ બ્રાહ્મણ છે. તોગડિયા બ્રાહ્મણ નથી. તે લડાયક છે. સંઘના નેતાઓની જેમ કાયર નથી.

30 જાન્યુઆરી, 1948 ના રોજ દિલ્હીના બિરલા ભવનમાં સાંજે 5.10 વાગ્યે નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારી હત્યા કરી હતી. જે સંઘ સાથે જોડાયેલા હતા. સાચા દેશ ભક્ત ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલે 1 વર્ષ સુધી આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

આરએસએસની પ્રથમ શાખામાં 5 લોકો હતા. આજે દેશમાં 60,000 શાખાઓ છે, એક શાખામાં સરેરાશ 10 સ્વયંસેવકો છે. વિશ્વના 40 દેશોમાં કેટલાંક શાળા છે. આરએસ એસ એ વિશ્વની સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થા છે. આરએસએસની શાખામાં કોઈ મહિલા હોતી નથી કારણ કે તેને મંજૂરી નથી. સેવિકા સમિતી આરએસએસનો ભાગ નથી. નહેરુએ આરએસએસને 1963 ના રિપબ્લિક ડે પ્રરેડમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. પૂર અને કુદરતી આફતોમાં સારું કામ કરે છે. પણ કોમી તોફાનોમાં તેની શાખ ધોવાઈ જાય છે.

સંઘ પ્રચારકે અપરિણીત રહેવું પડે છે. પણ મોદી તો પરણિત છે, છતાં તે પ્રચારક હતા. ભાજપના મુખ્ય નેતાઓ અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદી આરએસ એસના પ્રચારકો રહ્યા છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીના શાસનમાં મુસ્લિમોને મારી નાંખ્યા પછી અને બિલ્કીશ બાનુ જેવી મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ પછી 2002 થી મુસ્લિમ રાષ્ટ્રીય મંચ બનાવી 10 હજાર મુસ્લિમો છે.

અલગ ધ્વજ છે, તિરંગાને પહેલાં સંઘ માન્ય ગણતો ન હતો. હવે થોડા વર્ષોથી ગણે છે. 2023માં કદાચ તિરંગો રાષ્ટ્ર ધ્વજ બદલાઈ પણ શકે છે.