અધિકારીઓ અમદાવાદમાં ગરીબોને ખોરાક વેચવા નિકળ્યા

Officers goes out to sell food to the poor in Ahmedabad

25 માર્ચ 2020
હાલમાં કોરોના વાયરસના કહેરના પગલે સમગ્ર અમદાવાદમાં ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે. દરરોજ કામ કરીને કમાઈને ખાનારા લોકો માટે કપરાં દિવસો શરૂ થઈ ગયા છે. આવા સમયે અમદાવાદ મ્યુ. કોર્પો.ની જેટની ટીમે 5900 જેટલાં લંચ પેક તૈયાર કરીને મંગળવારના દિવસે ગરીબોમાં વહેંચ્યા હતા.મ્યુ. કમિશનર વિજય નહેરાએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી અને બાંહેધરી આપી હતી કે આવતાં 21 દિવસ દરમ્યાન શહેરમાં ફૂટપાથ પર રહેતાં અને ગરીબોને ખાવાનું મળી રહે તે બાબતે અમે સજાગ રહીશુ અને શક્ય હોય ત્યાં સુધી દરેકને ખાવાનું મળી રહે તે માટે પ્રયત્નશીલ રહીશુ.