ઇલેક્ટ્રિક વાહનોના (EVs)ના સલામતી ધોરણો વિશે કેન્દ્ર સતર્ક; 3 મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ ઇલેક્ટ્રિક વાહનોને રિકોલ કર્યા
इलेक्ट्रिक वाहनों (ईवी) के सुरक्षा मानकों के बारे में केंद्र की सतर्कता; 3 निर्माण कंपनियां इलेक्ट्रिक वाहनों को वापस बुलाती हैं 3 manufacturing companies recall electric vehicles
નવી દિલ્હી, તા.02-08-2022
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH) તરફથી મળેલી માહિતી મુજબ, ઇલેક્ટ્રિક વાહનોની સુરક્ષા સંબંધિત તાજેતરના મુદ્દાઓને ઉકેલવા માટે DRDO, ભારતીય વિજ્ઞાન સંસ્થાન (IISC) બેંગલુરુ અને નેવલ સાયન્સ એન્ડ ટેક્નોલોજીકલ લેબોરેટરી (NSTL) વિશાખાપટ્ટનમના સ્વતંત્ર નિષ્ણાતો સાથે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી.
નીચેના ઉત્પાદકોએ વાહનો પાછા બોલાવ્યા છે:
- ઓકિનાવાએ 16મી એપ્રિલ, 2022ના રોજ વાહનોના 3215 યુનિટ પાછા બોલાવ્યા છે.
- Pure EV એ 21મી એપ્રિલ, 2022ના રોજ વાહનોના 2000 યુનિટ પાછા બોલાવ્યા છે.
- ઓલા ઇલેક્ટ્રિકે 23 એપ્રિલ, 2022ના રોજ વાહનોના 1441 યુનિટ પાછા બોલાવ્યા છે.
અનુપાલન સુનિશ્ચિત કરવા માટે સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમ, 1989ના નિયમ 126માં નિર્દિષ્ટ કર્યા મુજબ, EV માટે ઘટકોનું પરીક્ષણ સંબંધિત ધોરણો અનુસાર કરવામાં આવે છે.
આ માહિતી ભારે ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી કૃષ્ણ પાલ ગુર્જરે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.
ગુજરાત રાજ્યમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જુલાઈ સુધીમાં ઇલેક્ટ્રિક વાહનો (EVs)ના વેચાણમાં 200%નો વધારો થયો છે. જાન્યુઆરીથી ડિસેમ્બર 2021 સુધીમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ 9,917 હતું પરંતુ 2022ના પ્રથમ છ મહિનામાં તે 30,000 વાહનોને પાર કરી ગયું છે. અમદાવાદ શહેરમાં આ વર્ષે 5,458 ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું જે ગયા વર્ષે જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે માત્ર 429 હતું.
આ વર્ષે ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ મહિને 6,000ને સ્પર્શ્યું છે. આવો જ ટ્રેન્ડ સમગ્ર દેશમાં જોવા મળ્યો છે. સમગ્ર દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ મહિને 28,000 વાહનોથી વધીને 70,000થી વધુ થઈ ગયું છે.
માર્ચ 2022માં 77 હજારથી વધુ ઈવી વેચાયા, જે એપ્રિલમાં ઘટી 72 હજાર થયા છે.
લોકો મોટે ભાગે શહેર અને નજીકના વિસ્તારોમાં ફરવા માટે ઇવી ખરીદે છે. પેટ્રોલના ઊંચા ભાવ અને સબસિડીના કારણે ઈવી ખરીદીને વેગ મળ્યો. 2021માં ટુ-વ્હીલર અને કાર સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક વાહનોનો એકંદર હિસ્સો માત્ર 0.83% હતો જે વધીને 4.59% થયો છે.
પેટ્રોલના ઊંચા ભાવને કારણે દેશમાં EVs (મુખ્યત્વે ટુવ્હિલર્સ)નું વેચાણ માસિક ધોરણે 25થી 35 ટકાના દરે વધી રહ્યું છે. વેબસાઈટ વ્હીકલ ડેશબોર્ડ અનુસાર મે 2021માં દેશમાં 3311 ઈવી વેચાયા હતા. જે ડિસેમ્બર 2021 સુધીમાં 50 હજારની સપાટી ક્રોસ કરી ગયું હતું. બાદમાં જાન્યુઆરીમાં વેચાણમાં થોડો ઘટાડો નોંધાયો હતો.
ઇલેક્ટ્રિક વાહનનું વેચાણ વધશે: 2027 સુધીમાં 18 અબજનું થશે. 2020-2023 સુધીમાં ઈલેક્ટ્રિક વાહનોનુ માર્કેટ 26 ટકાના વાર્ષિક દરે પોહ્ચે તેવી શક્યતા છે. જેના પગલે 2032 સુધી તમામ નવા વાહનોનુ ઈલેક્ટ્રિફિકેશન કરવાનો લક્ષ્યાંક છે.
દેશનુ ઓટોમોટિવ ઈલેક્ટ્રોનિક્સ માર્કેટ 2027 સુધીમાં 18 અબજ ડોલરની સપાટીએ પોહચી જાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર 2020માં ઓટોમોટીવ ઈલેક્ટ્રોનિક્સના કુલ વેચાણો 6 અબજ રહ્યું હતું. જેને જોતા 2027 સુધીમાં આ કુલ વેચાણ વધી ત્રણગણા વધવાની આશા સેવાઈ રહી છે.
ઈલેક્ટ્રિક વાહનોનો ગ્રોથ આગના બનાવોના કારણે અટક્યો, એપ્રિલમાં વેચાણો ઘટ્યાં છે.