મોદીના ગુજરાતમાં દેશ કરતા 20 ગણું વધુ વિદેશી રોકાણ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ ગુજરાતે નાણાકીય વર્ષ 2019- 20 દરમિયાન રૂ. 4,2976 કરોડનું સીધું વિદેશી રોકાણ (FDI) મેળવ્યું છે.

નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન રૂ. 1918 કરોડના રોકાણ કરતા સાડા ત્રણ ગણા વધારે છે. અને ગુજરાતમાં FDI દેશના સરેરાશ FDI વૃદ્ધિ કરતા 20 ગણા વધારે છે.

રાજ્યો દ્વારા પ્રાપ્ત FDI અંગે ભારત સરકારના ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય વેપાર વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં આ માહિતી પ્રકાશિત કરવામાં આવી છે.

DPIIT દ્વારા જાહેર કરાયેલા રાજ્યોમાં FDIના આંકડા પર નજર કરીએ તો, 2019-20 દરમિયાન દેશભરમાં FDIમાં 14% નો વધારો થયો છે. આ જ સમયગાળા દરમિયાન, ગુજરાતનો FDI વૃદ્ધિ રાષ્ટ્રીય સરેરાશ કરતા 20 ગણો છે.

કર્ણાટકમાં 34%, અને દિલ્હીમાં FDIમાં 11% વધારો થયો છે. જ્યારે મહારાષ્ટ્રમાં એફડીઆઈ ઘટીને 3% માઈનસ (નેગેટિવ) અને તમિળનાડુમાં 8% માઇનસ (નેગેટિવ) રહ્યો છે.

એક વખત FDIમાં વધારા માટે કોંગ્રેસને દોષી ઠેરવતા મોદી ભારતના વડા પ્રધાન બન્યા બાદ હવે તેનું સમર્થન કરી રહ્યા છે. લોકોએ FDI માટે મોદીજીની બે બાજુ જોઇ રહ્યા છે.