રાજ્યમાં 50 હજારથી વધું મકાનો જર્જરિત
ગુજરાતના 8 મહાનગર અને 25 શહેરો મળીને કૂલ 50 હજારથી વધારે મકાનો એવા છે કે જે ગમેત્યારે તુટી પડે તેમ છે. અમદાવાદમાં ઓછામાં ઓછી 950 જેટલાં જર્જરીત મકાનો છે. ઉપરાંત હાઉસીંગ બોર્ડ અને સ્લમક્લિયરંસ બોર્ડના પાંચ હજાર કરતાં મકાનો છે. રાજકોટ, વડોદરા, સુરત અને પોરબંદર- જુનાગઢ- પાટણ જેવા એક હજાર વર્ષ જુના શહેરોમાં તો હાલત ખરાબ છે. માર્ગ અને મકાન વિભાગમાં ઉચ્ચ...
પત્રકાર હરી દેસાઈ પર હુમલા કોણે કરાવ્યા હતા ?
ખેરાળુ નગરના બાળસ્વયંસેવકથી મુંબઇના ઍક્સપ્રેસ ગ્રુપના તંત્રી લગી તટસ્થભાવે સત્યાન્વેષી રહેવાના વલણે પત્રકારત્વમાં ઘડતર કર્યું
ડૉ.હરિ દેસાઈ
ઉત્તર ગુજરાતના ખેરાળુના ગ્રામીણ પરિવેશના સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મીને છેક મુંબઇ જેવા મહાનગરમાં માતબર અખબાર સમૂહમાં તંત્રીપદ સુધીની યાત્રાના જુદા જુદા પડાવ સંશોધકને સાહિત્ય, સંસ્કૃતિ, વિદ્યાર્થી આંદોલનો,...
રહસ્યમય ખુલ્લું થયું, 99% રદ નોટો પરત આવી
રિઝર્વ બૅંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના વાર્ષિક અહેવાલમાં 29 ઓગસ્ટ 2018ના દિવસે પ્રકાશિત થયેલા અનુસાર, નવેમ્બર 2016ના નોટબંધી બાદના મહિનામાં ભારતના લોકોએ બેંકોમાં 99% પ્રતિબંધિત નોટો જમાં કરાવી દીધી હતી.
નવેમ્બર 08, 2016 ના રોજ, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને રૂ .1,000ને અમાન્ય જાહેર કર્યા હતા, ત્યારે આ બે નોટ્સનું ભારતીય અર્થતંત્રમાં ર...
શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે મહાનગરોના કમિશનર રહેશે
હાલ મોટા ભાગે શહે વિરાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે જે-તે જિલ્લાના કલેકટર કાર્યભાર સંભાળે છે. તેના સ્થાને હવેથી જે તે મહાનગરના મ્યુનિસિપલ કમિશ્નર અધ્યક્ષ તરીકે રહેશે. જિલ્લા વહીવટીતંત્રના વડા તરીકે કલેકટર મહેસૂલી કામગીરી સાથોસાથ રાજ્ય સરકારની અન્ય કામગીરી તેમજ સેવા સેતુ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી શકે તેથી આ નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે.
હવેથી અમદા...
4 હજાર કરોડનું મોંઘવારી ભથ્થું ચૂકવાશે
કેન્દ્ર સરકારનાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (ડીએ)નો વધારાનો હપ્તો તથા પેન્શનર્સને મોંઘવારી રાહત (ડીઆર) આપવાનાં નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી, જે 01.07.2018થી ચુકવવામાં આવશે. જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતમાં વધારાનું વળતર આપવા મંત્રીમંડળે કેન્દ્ર સરકારનાં કર્મચારીઓનાં મૂળભૂત પગાર અને પેન્શન પર હાલનાં 7 ટકા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કર્યો છે. સ...
75% લોકો સહમત હોય તેવા જુના મકાનો તોડી નવા બનાવી શકાશે
સંબંધિત ઓથોરિટી દ્વારા ભયજનક-પડી જાય તેવા જાહેર કરાયેલા મકાનોના કિસ્સામાં રિડેવલપમેન્ટ માટેની કાર્યવાહી અંગે સરકારે મહત્વપૂર્ણ સૈધાંતિક નિર્ણય કર્યો છે. જે મકાનોને વિકાસ પરવાનગી મેળવ્યાની તારીખથી રપ વર્ષનો સમયગાળો પૂરો થયો હોય તેવા કિસ્સામાં ઓછામાં ઓછા ૭પ ટકા ફલેટ / એપાર્ટમેન્ટ ધારકોની સંમતિ મેળવ્યા બાદ કે સંબંધિત ઓથોરિટી દ્વારા જે મકાનો પડી જાય તે...
નર્મદા નહેર માટે સહાય અને ધિરાણ આપતી કેન્દ્ર સરકાર
નર્મદા યોજનાના નહેર માળખાના બાંધકામ માટે ત્વરીત લાભ સિંચાઇ યોજના હેઠળ રૂ.૭૩૦.૯૦ કરોડની નર્મદા યોજના માટે કેન્દ્ર સરકારે વધુ એક હિતકારી નિર્ણય કર્યો છે. સરદાર સરોવર નર્મદા યોજનાના નહેર માળખાના બાંધકામ માટે ત્વરીત લાભ સિંચાઇ યોજના હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૭૩૦.૯૦ કરોડની સહાય મંજૂર કરી છે.
અગ્રીમતાના ધોરણે પૂર્ણ કરવા પસંદગી પામ...
સાત માળ નહીં સરકારી મકાનો ત્રણ માળના બનાવો
ઓઢવમાં આવાસની દુર્ઘટના પછી કોંગ્રેસે સ્થળ મુલાકાત લીધી હતી. તે પછી કોંગ્રેસે ગરીબોના આવાસો સાત માળીયાના બદલે ચાર માળીયા (ગ્રાઉન્ડ ફલોર + ત્રણ માળ) બનાવવાની માંગણી ઉઠાવી છે.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગરીબો માટેના આવાસોનું એક બ્લોક તૂટી પડતાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો અને ૪ થી વધુ ઘાયલ થયા તે પછી ઓઢવના ગરબો માટેના આવાસની દુર્ઘટના ઘણી જ ગંભીર અને દુઃ...
બંધોમાં માત્ર 50 ટકા પાણી, પાણીની કટોકટી થશે
ઓછો વરસાદ થયો છે ત્યારે રાજયના કુલ ૨૦૩જળાશયોમા અત્યારે ૨૮૦૬૬૯.૪૪ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૫૦.૪૩ ટકા જેટલો થાય છે. સરદાર સરોવર ડેમમાં ૧૭૯૫૦૧.૨૦ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના ૫૩.૭૩ ટકા જેટલો થાય છે.સરદાર સરોવરની ડેમ સપાટી આજે ૧૨૦.૯૧ મીટર પર છે. જયારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમા ૩૩.૨૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમા ૮૦....
કૃષિ સબસીડીમાં એક લાખ કરોડનું કૌભાંડ
ખેડૂતોને આપવામાં આવતી સબસીડીના નામે ત્રણ વર્ષમાં ભાજપ સરકારે એક લાખ કરોડનું કૌભાંડ આચર્યું છે. કૃષિ ફસલ વીમા યોજનામાં મોડીફીકેશનથી ખાગી કંપનીઓને જાણે લૂંટવાનો પીળો પરવાનો સરકારે આપી દીધો છે. કેન્દ્ર સરકારે ખેડૂતોની પાક વીમા યોજનાનું ખાનગીકરણ કરીને ખેડૂતોના ભાવિને રાજ્યમાં 10 જેટલી ખાનગી કંપનીઓનાં હવાલે કરી દીધું છે. પહેલા પાક વીમ યોજના મરજીયાત હતી....
માઉન્ટ કાર્મેલ શાળાના વિદ્યાર્થીની રાખડી ઉતારી લેવા ફરજ પાડી
ગાંધીનગરના સેક્ટર-21માં આવેલી માઉન્ટ કાર્મેલ શાળાના એક શિક્ષકે ધોરણ-5ના વિદ્યાર્થીઓના હાથ પર બાંધેલી રાખડી જબરદસ્તી પૂર્વક કાપી નાંખી હતી. આ મામલો બહાર આવતા સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ અંગે તપાસ માટે આજે શિક્ષણ વિભાગના અધિકારીઓ તપાસ કરવા માટે શાળાએ પહોંચ્યા હતા. તેની પાછળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ શાળાના ઝાંપા સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો...
લોકસભા ચૂંટણીમાં મોદીને મદદ કરવા શંકરસિંહનો ત્રીજો મોરચો
લોકસભામાં કોંગ્રેસ ફરી સત્તા પર ન આવે તે માટે શંકરસિંહ વાઘેલાએ પોતાનો રાજકીય ખેલ શરુ કર્યો છે. શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં કોંગ્રેસ છોડીને ભાજપને ફાયદો કરાવવા માટે અનેક અનીતિ આચરી હતી એવી રીતે હવે તેઓ દેશમાં ભાજપને ફાયદો થાય તે રીતે ત્રીજો મોરચો રચવા માટે છેલ્લાં બે મહિનાથી કામ કરી રહ્યાં છે. જો કોંગ્રેસને અલગ કરીને આ ત્રીજો મોરચો બને તો તેનો સીધો ફ...
અમદાવાદ ભાજપના નેતાની કારની કાળી ફિલ્મ પોલીસે હઠાવી
અમદાવાદ અને ગાંધીનગરની સડકો પર પોલીસ દ્વારા કારના કાચ પરથી કાળી ફિલ્મ ઉતારવામાં આવી રહી છે. જેમાં ઘણાં રાજકીય વ્યક્તિઓ અડફેટે આવી જાય છે. અમદાવાદના વટવા વોર્ડના ભાજપના પ્રમુખ પણ નરોડા કૃષ્ણનગર પાસે અડફેટે આવી ગયા હતા. તેની ગાડી રાતે પોલીસે પકડી તેની વિન્ડોની બ્લેક ફિલ્મ ઉતારી કાઢી હતી. કારની આગળ બેકવ્યૂહ કાચ અને અને બોનેટ પર પ્રેસિડેન્ટ ઓફ બી.જે.પ...
હવાઈ મથકે જમીન કૌભાંડ – કોમ છે ખરીદનાર
ચોટીલા નજીક બામણબોર ખાતે રાજકોટ માટે નવું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બની રહ્યું છે તેની નજીક સરકારી જમીન ખાનગી વ્યક્તિ હકુ ખોડા ખાચરના નામે કરવામાં આવ્યા બાદ તે 520 હેક્ટર જમીન 13 લોકોએ 9 ઓગસ્ટ 2018ના રોજ 10 હેક્ટરથી લઈને 85 હેક્ટર સુધી જમીન ખરીદી છે જેની કિંમત 6 લાખ આસપાસ ગણવામાં આવી છે.
દિનેશ બચુ ખુંટ, વિનોદ રત્ના મોણપરા, ધવલ ભવાન મોણપરા, દિપેશ રા...
સિન્થેટિક હીરાની મંજૂરી બાદ ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં મંદી
નોન રિયાલીસ્ટીક કે સીન્થેટિક હીરાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધા બાદ અમરેલી અને સુરતના હીરા બજારમાં ભારે મંદી ટોચ પર છે. માત્ર અમરેલી જિલ્લામાં 10 હજાર રત્નકલાકારો આર્થિક ભીંસમાં છે. હીરા ઉદ્યોગમાં મંદી હોવાથી પુરતું વેતન કે પુરતાં ભાવ મળતા નથી. સાતમ-આઠમનાં તહેવાર નજીકમાં હોય રત્નકલાકારોને ઘર ચલાવવાની મુશ્કેલી પડી રહી છે. અચ્છે દિનનાં વચનો ભ...
ગુજરાતી
English