ઘાસ દૂર કરવાની દવા છાંટી તો પાક બળી ગયો, તપાસ શરૂં
પોરબંદરના માંડવા ગામે જમીન પર ઘાસ ન ઉગે તે માટે દવા છાંટવામાં આવતાં આપસાસનો 200 એકજ ખેતરમાં પાક બળી જઈને સુકાઈ ગયો છે. સામાન્ય રીતે મજૂરની અછત હોય તો ફ્લુક્લોરાલીન અથવા પેન્ડીમીથાલીન જમીન પર ઘાસ ન ઊગે તે માટે છાંટવામાં આવે છે. પાક ઊગે ત્યારે 20 દિવસ પછી ક્વીઝાલોફોપ અથવા ઈમીઝેથાપાયર દવા નિંદામણ દૂર કરવા છાંટવામાં આવે છે. જેની જલદ અસર થતી નથી. પણ કુત...
સસ્તા મકાનો ભ્રષ્ટ્રાચારના કારણે નબળા બન્યા છે
ગરીબોને આપેલા મકાનો ખંડેર, તૂટે તે પહેલાં તપાસ કરો
ગુજરાતમાં રાષ્ટ્રીય નમૂના મોજણી કચેરીએ 2013માં કરેલા સરવે પ્રમાણે 2,058 ઝૂંપડપટ્ટી છે અને તેમાં 3.46 લાખ ઝુંપડા છે. તેટલા પરિવાર તેમાં રહે છે. (18 લાખ લોકો) દેશમાં ગુજરાત ઝૂંપડપટ્ટીમાં ત્રીજા નંબરનું રાજ્ય છે ત્યારે સવાલ એ છે કે વિકાસ ગરીબનો થયો નથી. જે દેશના કૂલ 33,510 ઝુંટડપટ્ટીમાં 9 ટકા ગુજરા...
જીએસપીસીના ભાજપના ભ્રષ્ટાચારથી તિજોરીને ૨૦,૦૦૦ કરોડનો ફટકો
ગુજરાતના ઉર્જામંત્રીના જુઠ્ઠાણા સામે જી.એસ.પી.સી.ની હકીકત
જી.એસ.પી.સી. નું સત્ય છુપાવવા માટે ઉર્જામંત્રી જુઠનો આશરો લેવાનું બંધ કરે
જીએસપીસીનો ભ્રષ્ટાચાર રાજ્ય અને રાષ્ટ્રની તિજોરીને ૨૦૦૦૦ કરોડનો ફટકો
ભાજપના ભ્રષ્ટાચાર સામે આવે ત્યારે જ ઉર્જામંત્રી અને ભાજપને ગુજરાત યાદ આવે છે
ચકલી ખોલતાં પેટ્રોલ અને ગેસ આવશે તેવા સપના દેખાડનાર તત્કાલીન મુખ્યમં...
કોંગ્રેસમાં બીજા શંકરસિંહ ઉભા થઈ રહ્યા છે
કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પડકારીને તેમણે કહેવી વાતોથી કોંગ્રેસમાં તેમનો ભારે વિરોધ થયો છે અને કોંગ્રેસના આ બન્ને નેતાઓ સમક્ષ રજૂઆતો પણ દિવસ દરમિયાન થઈ છે. તેમણે ઉચ્ચારેલા શબ્દો અંગે ભારે ઉહાપોહ થયો છે. શું કહ્યું તેમણે ?
તેમના વિવાદાસ્પદ ઉચ્ચારો આ છે –
ગાંધીનગર ...
અનામત સાથે ખેડૂતોના દેવા માફીની માંગથી સરકાર પર ભીંસ વધી, કોંગ્રેસનું ...
પાસના કન્વીનર હાર્દિક પટેલે અનામત સાથે દેવા માફીને પણ જોડી દેતા ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોમાં કુણી લાગણી જોવા મળી રહી છે. સૌરાટ્રના અનેક ગામોમાં દેવા માફી માટે ખેડૂતો ફરી એક વખત હાર્દિક સાથે જોડાયેલા જોવા મળી રહ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 10 તાલુકાઓમાં ખેડૂતોની સંખ્યા ખૂબ મોટી હોવાથી વારંવાર દેવા માફીની માંગ ઊઠી છે. ખેડૂતોમાં ભાજપ સરકારે કેનાલમ...
અનોખું બન્યું – જૈન સાધુને સોનાની રાખડી બાંધી, એક ગામે એક દિવસ પ...
અમદાવાદમાં પહેલા ક્યારેય ન બન્યું હોય તેવી અનોખી ઘટના બની છે. 11 ગ્રામ સોનાની એક એવી બે રાખડી અને એક ચાંદીની રાખડી મહારાજ સાહેબની પિચ્છને ગુરુભક્તોએ ઉત્સાહપૂર્વક બાંધી 24 કેરેટના 8 ગ્રામ સોનાના સિક્કા અને 3 ગ્રામની સોનાની ચેઇનનો ઉપયોગ રાખડીમાં થયો છે. મુનિશ્રી પ્રસન્ન સાગરજી મહારાજ સાહેબની પિચ્છને આ રાખડી બાંધી હતી. પ્રસન્નસાગરજી મહારાજ ચાતુર્માસ સ...
ભાજપના નેતા દારૂ પીધેલી હાલતમાં પકડાયા
રાજકોટના મોરબીના શનાળા રોડ પર આવેલા સ્કાય મલ્ટીપ્લેક્સ સીનેમામા ગત રાત્રીના અગ્યારેક વાગ્યે ભાજપના નેતા અને પૂર્વ મોરબી નગરપાલિકા પ્રમુખ લલીત જેરામ કામરીયા પીધેલી હાલતમાં ફિલ્મ જોવા ગયા હતા. વધુ પ્રમાણમા નશો કરેલી હાલતમા રહેલા આ ભાજપના આગેવાનને સિનેમા સલામતી પક્ષકોએ અટકાવ્યા હતા. પરંતુ શરાબ અને સત્તાના નશામાં મદ આગેવાને ત્યાં જ રોફ જમાવવાનું શરૂ ક...
સંવિધાન સમ્માન યાત્રા 2 ઓક્ટોબરથી દાંડીથી શરૂ થશે
લોકશાહીમાં નાગરિકોએ પોતાની સર્વોપરિતા માટે સતત જાગરૂત રહેવું જરૂરી છે. જાગૃતિ ફક્ત ચૂંટણીઓમાં મતદાન પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ. સ્વતંત્રતા આંદોલને સ્થાપિત કરેલા મૂલ્યો, જે આપણાં સ્વતંત્રતા આંદોલનના લડવૈયાઓએ બંધારણ સ્વરૂપે આપણને સોંપ્યા છે તેનું રક્ષણ અને જતન આપણી લોકશાહીના વિવિધ સ્તંભો નાગરિકો પ્રત્યે જવાબદાર રહે તે માટે મહત્વનુ છે.
નવી અપેક્ષા...
માનવ અધિકાર આયોગમાં હાર્દિક પટેલે ફરિયાદ નોંધાવી
ગુજરાતના માનવ અધિકાર આયોગને હાર્દિક પટેલે ફરિયાદ નોંધાવી છે.
1) અમો છેલ્લા ત્રણ વર્ષથી પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર છીએ અને પાટીદાર સમાજને અનામતનો લાભ મળે, જે પાટીદારના યુવાનોની હત્યા કરવામાં આવી છે તેઓના પરિવારને ન્યાય મળે અને ગુજરાતના ખેડૂતોને, બેકાર યુવાનોને ન્યાય મળે વગેરે બાબતે પ્રજાને સાથે રાખી આંદોલન ચલાવી રહ્યા છીએ.
2) સરકાર શ...
22 કરોડના ભ્રષ્ટાચારના મામલે વિપુલ ચૌધરીએ રૂપાણીને પડકાર ફેંક્યો
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) દ્વારા મહારાષ્ટ્રમાં આપવામાં આવેલી રૂ.22 કરોડ વિપુલ ચૌધરી પાસેથી વસૂલ કરવા માટે રજીસ્ટારે આદેશ કર્યા છે. પરંતુ ચૌધરીએ તે કરમ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) પાસેથી વસૂલ કરવા માટે નકકી કરાયું છે. સભાએ સરકારના ઠરાવને વખોડી કાઢ્યો હતો. ચૌધરીએ કહ્યું હતું કે જ્યારે મહારાષ્ટ...
ખેડૂતોની આત્મહત્યામાં 35 ટકાનો વધારો, સરકારી નીતિ જવાબદાર
ગુજરાતમાં ત્રણ વર્ષમાં ૧૩૦૯ ખેતમજૂર-ખેડૂતોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હોવાનું એક અહેવાલમાં સામે આવ્યું છે. આ ચિંતાજનક અહેવાલ અનુસાર ખેડૂતો-ખેતમજૂરોએ સૌથી વધુ આત્મહત્યા કરી હોય તેવા રાજ્યોમાં ગુજરાત ચોથા સ્થાને છે. ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાના પ્રમાણમાં વર્ષ ૨૦૧૫ કરતા વર્ષ ૨૦૧૬માં ૩૫.૫%નો વધારો નોંધાયો છે. તાજેતરમાં સંસદના ચોમાસુ સત્રમાં રજૂ...
મહિલા સરપંચના બદલે પતિ વહિટ કરશે તો હવે ફોદજદારી ગુનો
રાજ્યની 6 હજાર ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચ છે. જેમાંથી મોટાભાગની પંચાયતોમાં મહિલાઓના પતિ કે જેને સરપંચ પતિ કહે છે – તેઓ પોતાની પત્નીના નામે વહીવટ કરે છે. માત્ર સહી તેમના પત્ની સરપંચ કરે છે. આવું થતું હોવા છતાં પંચાયત વિભાગના પ્રધાન કંઈ કરવા તૈયાર નથી. આ ફરિયાદો છેલ્લાં 17 વર્ષથી થઈ રહી છે. તેમ છતાં કાયદો સુધારાતો નથી કે આવા પતિદેવ સામે કોઈ ફરિયાદ ...
દરિયા કાંઠે 8400 કિ.મી.ની માછીમારોની અનોખી વિરોધ રેલી
3 જાન્યુઆરી 2019થી નેશનલ ફીશવર્કસ ફોરમ સંસ્થાની આગેવાનીમાં મહાત્મા ગાંઘીની ભુમિ પોરબંદરથી માછીમારોની રેલી કાઢી દેશના 8400 કિમી દરિયા કિનારેૈ ફરેવવાનું નકકી કરાયેલ છે. 1965 થી સક્રિય કામ કરતી નેશનલ ફીશવર્કસ ફોરમની એક બેઠક વેરાવળમાં મળી હતી. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, આંઘ્રપ્રદેશ, બંગાળ સહીતના દેશના સમુદ્રતટીય રાજયોના માછીમાર સમાજના પ્રતીનીઘીઓ...
આગથી બચેલા 5 લાખ બારદાન પણ વેચી માર્યા
રાજકોટના જુના યાર્ડમાં ગુજકોટ મગફળી ભરવા ખરીદાયેલા ૧૫.૫૭ કરોડના 24.66 લાખ ખાલી બારદાનના જથ્થામાં 13 માર્ચ 2018ના દિવસે લાગેલી આગમાં પણ મગન સંડોવાયેલો છે. આગમાં બચી ગયેલા 5.26 લાખ બારદાન રાજકોટના બે વેપારીને વેચી દેવાાયા હતા. મગન ઝાલાવાડિયાએ કૌભાંડને છુપાવવા રજીસ્ટરના પાના ફાડી નાખ્યા હતા. તેના સ્થાને નવી નોંધ કરાવીને રેકર્ડ સાથે ચેડાં કર્યા હતા. મગ...
આ મહાદેવના મંદિરમાં કોઈ રાત રોકાઈ શકતું નથી
ગીરગઢડા પાસેના પડા ગામના ડુંગર પર પૌરાણિક ભળેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જ્યાં મંદિરમાં પુજારી સહિત કોઈ રાત રોકાઈ શકતું નથી. કોઈ રાતવાસો કરે તો સવારે તે ડુંગરની નીચે આવેલી કેનાલ પાસે સુતેલા જોવા મળે છે. તળેટીમાં ભૂતડાદાદા છે અને મંદિરમાં સફેદ નાગ મહાદેવના મંદિરનું રખોપું કરે છે. દર પુનમના દિવસે ભળેશ્વર મહાદેવનો રથ રાત્રી દરમિયાન આવે છે.
ગુજરાતી
English