અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2020
ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં વર્તમાનમાં તેના સહયોગી ભાગીદારો સાથે મળીને ‘ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન એન્ડ રિસર્ચ’ (PIER) સંશોધન પાર્કની સ્થાપના કરવામાં આવશે – આ પાર્ક યુનિવર્સિટી પરિસરમાં ઔદ્યોગિક સંશોધન કેન્દ્રો, વિભિન્ન શાખાઓમાં સેન્ટર ઑફ એક્સેલન્સ, સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર્સ, બિઝનેસ અને ટ્રેડ સપોર્ટ સંગઠનો, કો-વર્કિંગ સ્પેસ, સંશોધન એકમ વગેરે સહિતના વિવિધ પ્રકારના નવા પગલાંઓનું આયોજન કરશે.
વર્તમાનમાં, PIER ઔદ્યોગિક, કોર્પોરેટ્સ, વૈશ્વિક વેપાર અને બહુપક્ષીય એજન્સીઓ, શૈક્ષણિક અને અનુસંધાન સંસ્થાનો, સરકારી અને બિન-સરકારી સંગઠનો, કો-વર્કિંગ ઓપરેટર્સ અને અન્ય સમાન સંગઠનો વગેરે પાસેથી રિસર્ચ પાર્કમાં સ્થાન પ્રાપ્ત કરવાના અને શૈક્ષણિક આદાન-પ્રદાનના અનોખા ભાગીદારી મોડલ મારફત ભાગીદારી કરવા માટે એક્સપ્રેશન ઑફ ઇન્ટ્રેસ્ટને આવકારી રહ્યું છે. આ એક્સપ્રેશન ઑફ ઇન્ટ્રેસ્ટ્સ જમા કરવાની અંતિમ તારીખ 2 માર્ચ, 2020 છે.
ગુજરાત યુનિવર્સિટી એ ગુજરાત રાજ્યની સૌથી મોટી અને સૌથી જૂની યુનિવર્સિટી છે જેની સ્થાપના 1949માં સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા મહાત્મા ગાંધીની દૂરંદેશીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. અમદાવાદના હાર્દમાં સ્થિત યુનિવર્સિટી, 270 એકર જમીન વિસ્તારમાં પ્રસરેલી છે અને તેનું સમગ્ર ધ્યાન વિજ્ઞાન, કલા, વાણિજ્ય અને વિનિયન, તબીબી, ભાષા અને અન્ય વિષયોની સાત સ્કૂલ મારફત સંશોધન અને નવાચાર પર કેન્દ્રીત છે. પોતાની સાથે સંલગ્ન 328 કોલેજ મારફત આ યુનિવર્સિટી 4,00,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે.
ગુજરાત યુનિવર્સિટીમાં પાર્ક ફોર ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન એન્ડ રિસર્ચ (PIER)ની સ્થાપના થશે
Park for Industrial Extension and Research (PIER) will be established at Gujarat University