સાબરમતી રીવરફ્રંટ પર ફરવા અને મરવા જતાં લોકો, 1300એ આત્મહત્યા કરી

અમદાવાદમાં પહેલાં કાંકરીયા તળાવમાં લોકો ફરવા અને મરવા જતાં હતા. હવે  સાબરમતી નદી પર ફરવા અને મરવા માટે જવા લાગ્યા છે. સાબરમતી નદીના પૂલ પર જાળી લગાવી હોવાથી, 11 કિલોમીટર લાંબા રીવરફ્રન્ટ વાક-વે પરથી નદીમાં છલાંગ લગાવનારની સંખ્યા વધી રહી છે. સાબરમતી નદીમાં આત્મહત્યાની સંખ્યા વધી રહી છે.

આપઘાત કરનારને બચાવવા માટે ફાયરબ્રિગેડનો વલ્લભસદન પાસે પોઈન્ટ મુક્યો છે. 150 સલામતી રક્ષકો મૂકેલા છે, છતાં 6 વર્ષમાં 2014થી 2019 સુધી 1299 લોકોએ નદીમાં કૂદીને જીવન ટૂંકાવ્યા છે. અમદાવાદ ફાયર વિભાગને આપઘાતના 1649 કોલ આવ્યા હતા.જેમાં 339 લોકોને ફાયર બ્રિગેડના લોકોએ બચાવ્યા છે.

ફાયર વિભાગના પોઈન્ટ વધારવા પણ જરૂરી છે. વલ્લભસદન પાસે ફાયર પોઈન્ટ મુક્યા બાદ બચાવ કામગીરી ઝડપી બની છે, છેલ્લા બે વર્ષમાં આત્મહત્યાના માત્ર 210 બનાવો નોંધાયા છે. રીવરફ્રન્ટની બંન્ને તરફ ફાયર સ્ટેશન બનાવવા માંગણી કરી છે

કાંકરીયા

કાંકરીયા ફ્રન્ટના ડેવલપમેન્ટ બાદ આત્મહત્યામાં ઘટાડો થયો છે. 2001થી 2018 સુધીના 18 વર્ષમાં 172 આત્મહત્યાના બનાવો બન્યા હતા. જેમાં 24 લોકોને બચાવી લેવાયા છે.

સાબરમતી રિવરફ્રંટ મોતની નદી

વર્ષ – બચાવ કોલ – બચી ગયા – મોત
2014 – 338 – 48 – 290
2015 – 368 – 75 – 293
2016 – 371 – 82 – 289
2917 – 290 – 74 – 217
2019 – 107 – 18 – 89