[:gj]લોકોને ઘરમાં કેદ કરી દેવાયા, ઈટાલી સીલ કરી દેવાયું, અમેરિકામાં ઈમરજન્સી [:]

People were imprisoned in homes, sealed in Italy, emergency in America

[:gj]કોરોના વાયસરથી ઇટાલીમાં મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે, તેથી ઉત્તરીય ઇટાલી સીલ કરી દેવામાં આવ્યુ છે. ઇટાલીમાં મોટા ભાગના વિસ્તારમાં કઠોર નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે. કોરોના વાયરસના કારણે આશરે ૧.૫ કરોડ લોકોની અવરવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ઇટાલીમાં સિનેમાહોલ, થિયેટરોને બંધ કરી દેવામાં આવ્યા છે. અમેરિકામાં પણ આવી જ સ્થિતી બની રહી છે. હાલમાં તમામ દેશોમાં કોરોનાનો ભય પ્રવર્તી રહ્યો છે. જનજીવન પર માઠી અસર થઇ રહી છે. હાલમાં ઇટાલીમાં યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા છે.

હવે અમેરિકાના ન્યુયોર્કમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. ચાર રાજ્યોમાં પહેલાથી જ ઇમરજન્સીની જાહેરાત કરી દેવામાં આવી છે. અમેરિકાએ ૧૫ પ્રાંતોમાં કોરોનાના આતંક બાદ તેની સામે લડવા માટે ૬૧૩૮૪ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રતિનિધીસભામાં બિલ પસાર કરી દેવામાં આવ્યા બાદ અમરિકી સેનેટમાં પણ બંને પક્ષોએ આને પાસ કરી દેવાની તૈયારી દર્શાવી હતી. ચીન બાદ ઇટાલીમાં વાયરસથી સૌથી વધારે લોકોના મોત થયા છે.

ઇટાલી, દક્ષિણ કોરિયા અને ઇરાનમાં હાલત કફોડી બનેલી છે. વેનિસ, મિલાન સહિતના મોટા ભાગના વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. એક ચતુર્થાંન્સ ઘરમાં લોકોને કેદ કરી દેવામાં આવ્યા છે.

દક્ષિણ કોરિયા, ઇટાલી અને ઇરાનમાં કેસોની સંખ્યા ક્રમશ ૭૩૮૨, ૭૩૭૫ અને ૬૫૬૬ સુધી પહોચી ગઇ છે. ઇરાન અને ઇટાલી તેમજ કોરિયા પણ સૌથી વધારે પ્રભાવિત દેશો પૈકી એક છે.[:]