સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટીમાં હવે લગ્નની પરવાનગી

કોરોના મહામારીને લીધે લોકડાઉન અને અનલોક દરમિયાન સરકારે ધંધા રોજગાર માટે અમુક છૂટછાટ આપી છે. પણ પ્રવાસન સ્થળો ક્યારે ખુલશે એ નક્કી નથી કરાયું. જેને લીધે ખાસ કરીને પ્રવાસન ઉદ્યોગ સાથે જાેડાયેલી વિવિધ હોટેલને લાખો રૂપિયાની ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની તો હાલ સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને રોજની લાખો રૂપિયાની અને એની સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જાેડાયેલું ટેન્ટ સિટી ૧-૨ અને નજીકની હોટેલોને પણ લાખોની ખોટ સહન કરવી પડે છે. લોકડાઉનમાં એક તરફ તમામ કર્મચારીઓને આવક વગર પણ પગાર ચૂકવાઈ રહ્યો છે.

ત્યારે હવે ટેન્ટ સિટી અને રમાડા હોટેલની ખોટ પૂરવા ટુરિઝમ ગુજરાત નિર્મિત ટેન્ટ સિટી ૨ અને રમાડા હોટેલ કેવડિયા ખાતે લગ્ન સમારંભ માટેના પેકેજ જાહેર કર્યા છે. સરકારની ગાઈડલાઈન અને કેટલું પેકેજ ? ૫૦ સીમિત સભ્યોની હાજરીમાં સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ સાથે લગ્ન સમારંભની મંજૂરી.

ટેન્ટ સિટી ૧ ખાતે એક લગ્ન પ્રસંગ માટેનું ૨. ૫૦ લાખનું પેકેજ રાખવામાં આવ્યું છે. પેકેજમાં ૫૦ લોકો માટે ચા નાસ્તો, વેલકમ જ્યુસ, કોકટેલ, આઈસ્ક્રીમ સહિત અનેક વેરાયટીનો સમાવેશ કરાયો છે. દરેક પ્રસંગે લગ્ન મંડપ અને ટેન્ટને સેનિટાઈઝેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લગ્ન માટે ૧૭ પ્રીમિયમ અને અને ન્યુ કપલને ૧ રોયલ ટેન્ટ રહેવા આપવામાં આવશે.