કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ‘ ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .
પીએમ કેર્સ ફંડમાં સરકારી અને ખાનગી કંપનીઓની કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી એટલે કે સીએસઆરની રકમ દાનમાં આપવામાં આવે તેવો પરિપત્ર પણ મોદી સરકારે બહાર પાડ્યો છે . કંપનીઓ પોતાની સામાજિક જવાબદારી નિભાવવા સીએસઆર ફંડ ઊભું કરે અને સમાજના હિત માટે તો કંપની ધારા – 2013ની કલમ – 135માં કરવામાં આવી છે . એટલે કે તે એક કાનૂની ફંડ છે . ઉપરાંત , સરકારી કંપનીઓ પણ આ ફંડમાં દાન આપે તો તે સરકારની જ રકમ કહેવાય . વળી , સાંસદો તેમના સાંસદ ફંડની રકમ પણ પીએમ કેર્સ ફંડમાં આપી શકે છે એવું જણાવાયું છે . અત્યાર સુધીમાં સંસદોએ રૂ . 365 કરોડની રકમ તો તેમાં દાન પણ કરી દીધી છે . આ સાંસદ ફંડ આમ જુઓ તો સંપૂર્ણપણે સરકારી છે . સરકાર જ સાંસદોને તેમના મતવિસ્તારમાં વિકાસનાં કામોમાં વાપરવા માટે તે રકમ આપે છે . એટલે સરકારના ફંડનો ઉપયોગ વડા પ્રધાન અને ત્રણ પ્રધાનો કરે અને છતાં તેઓ કોઈ રીતે કોઈને પણ . સંસહુને કે કેગને કે સામાન્ય લોકોને જવાબદાર રહે જ નહિ તેવો કારસો પીએમ કેર્સ ફંડ સ્થાપીને રચવામાં આવ્યો છે . તેમ પ્રો.હેમંત શાહે જણાવ્યું હતું.