વડાપ્રધાનનું ફંડ મોટી છેતરપીંડી છે.

કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ‘ ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .

આ તો એક સંભવિત કૌભાંડ જ કહેવાય . કેવી રીતે ? 1980ના દાયકામાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસના મુખ્ય પ્રધાન એ . આર . અંતુલેએ ઇન્દિરા ગાંધી પ્રતિભા પ્રતિષ્ઠાન અને કોંકણ ઉન્નતિ મંડળ નામનાં બે ખાનગી ટ્રસ્ટમાં એમની પાસેથી દાન મેળવવામાં આવ્યું હતું કે જેમને રાજ્ય સરકાર દ્વારા સિમેન્ટ અને ખાંડ ઉદ્યોગ માટે લાયસન્સ આપવામાં આવ્યાં હતાં . આવું પીએમ કેર્સ ફંડમાં નહિ થાય તેની શી ખાતરી ? જમીનો , નદીઓ , પર્વતો , ખાણો વગેરે ભાડાપટે લેવા કંપનીઓને પીએમ કેર્સ ફંડમાં દાન આપવાનું નહિ કહેવામાં આવે તેની શી ખાતરી ? આ આજે કે કાલે ગમે ત્યારે અને ગમે તેના શાસનમાં થઈ શકે છે .