પોલીસમાં 10 હજાર નોકરી, 45 હજાર હોમગાર્ડ લેવાશે, વચનોની લહાણી

Police will get 10,000 jobs, 45 thousand homeguards, promise

ગૃહ વિભાગની વિવિધ સંવર્ગમાં ૧૦,૯૮૯ નવી જગ્યાઓ ભરવામાં આવશે
 રૂા. ૩.૪૩ લાખ કરોડના વિદેશી મુડી રોકાણના કમીટમેન્ટ
 ખૂન, અપહરણ, દુષ્કર્મ, મહિલા વિરૂધ્ધના ગુના, આર્થિક ગુના, હિંસાત્મક ગુનાના રેટમાં અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં ક્રાઇમ રેટ ઓછો 
હોમગાર્ડના સંખ્યાબળમાં ૪,૫૨૮નો વધારો કરી કુલ સંખ્યા બળ ૪૯,૮૦૮ કરવાનું આયોજન
• ગુજરાત પોલીસ માટે બોડી વોર્ન કેમેરા, એન્ટી ડ્રોન સીસ્ટમ, ટેઝર ગન
• પોલીસ કોમ્યુનીકેશનને વધુ અધ્યતન બનાવવા માટે રાજકોટ શહેર અને સુરત શહેરમાં ડીઝીટલ પધ્ધતિ ઉપર આધારિત 4G LTE (લોંગ ટર્મ ઇવોલ્યુશન) સીસ્ટમ માટેનો પાયલોટ પ્રોજેકટ – હેન્ડ હેલ્ડ વાયરલેસ સેટથી પણ મોબાઇલ ફોન જેવી કામગીરી થશે
• પાટનગર ગાંધીનગરને પોલીસ કમિશ્નરેટનો દરજ્જો
• ૨,૫૦૦ પોલીસ કર્મચારીઓ / અધિકારીઓ માટે કમાન્ડો ટ્રેનીંગ સેન્ટર: કઠલાલ તાલુકાના ખલાલ ખાતે પોલીસ કર્મીઓ માટે નવું તાલીમ સેન્ટર બનાવાશે
▪વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં અન્ય અગત્યની નવી સેવાઓ:
 ગૃહ વિભાગ હેઠળ કાર્યરત વિભાગોમાં ૧૦,૯૮૯ નવી જગ્યાઓ ભરવામાં આવશે. જે પૈકી પોલીસ વિભાગમાં ૧૦,૫૦૬ જગ્યાઓ, રાજ્યની જેલ અને વડી કચેરીમાં ૨૬૦ જગ્યાઓ, ફોરેન્સિક સાયન્સ લેબ માટે ૩૪ જગ્યાઓ, એ.સી.બી. માં ૧૮૨ જગ્યાઓ. અંદાજપત્રીય જોગવાઇ રૂા. ૧૨૨.૪૮ કરોડ

 ગૃહ વિભાગ હેઠળ કાર્યરત કચેરીઓને અદ્યતન ઇમરજન્સી રીસપોન્સ એન્ડ સપોર્ટ સીસ્ટમ વાહનોની ફાળવણી માટે રૂા. ૧૦૧.૦૬ કરોડની અંદાજપત્રીય જોગવાઇ, જેમાં ERSS પ્રોજેક્ટ અંતર્ગત ૩૧૦ PCR વાન, ચેતક કમાન્ડો યુનિટ માટે ૦૫ વાહનો સહિત વિવિધ કચેરીઓમાં વાહનો ખરીદી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સંગીન બનાવાશે.
 રૂા. ૨૮૫.૬૫ કરોડની જોગવાઇ હેઠળ પોલીસ કર્મચારીઓ માટે રહેણાંક માટેના મકાનો આગામી ત્રણ વર્ષમાં ૧૩,૮૫૧ રહેણાંકના મકાનો બનાવાશે. હયાત કચેરીઓના બાંધકામ સહિત મજબૂતીકરણના કામોનો સમાવેશ.
 કુલ ૪૭ જેટલી જુદી જુદી નવી સેવાઓ માટે રૂા. ૫૬૯ કરોડની અંદાજપત્રીય ફાળવણી
 સાયબર ક્રાઇમ પર અંકુશ મેળવવા ૧૦ નવા પોલીસ સ્ટેશન બનાવાશે. તેમ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાએ વિધાનસભામાં જણાવ્યું હતું.

એલ.આર.ડી ભરતીમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય મહિલા ઉમેદવારોની ૨,૩૭૩ જગ્યાઓ વધારી
પાંચ વર્ષમાં ૧.૨૫ લાખ યુવાઓને સરકારી નોકરી આપી : ગૃહ વિભાગ દ્વારા છેલ્લા ૧૨ વર્ષમાં ૭૨ હજારથી વધુને નોકરી

***
સરકારે એલ.આર. ડી ભરતી પ્રક્રિયામાં મહિલા ઉમેદવારોની ૨,૩૭૩ જગ્યાઓ વધારી છે.
સરકાર દ્વારા લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા ૯,૭૧૩ લોકરક્ષકની ભરતી માટે ઓગસ્ટ-૨૦૧૮ માં પ્રક્રિયા શરૂ કરી હતી. એલ.આર.ડી ભરતીમાં મહિલા ઉમેદવારો માટે પહેલા ૩,૦૭૭ જગ્યાઓ હતી, જે વધીને હવે ૫,૪૫૦ જગ્યાઓ કરવામાં આવી છે.
પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ૧.૨૫ લાખથી વધુ યુવાનોને જુદા-જુદા વિભાગો હસ્તકની વિવિધ કેડરમાં ભરતી કરી છે. ૧૨ વર્ષમાં ગૃહ વિભાગમાં જુદા-જુદા સંવર્ગમાં ૭૨ યુવાનોની ભરતી કરવામાં આવી છે. તે જ રીતે ગૃહ વિભાગ હસ્તકના પોલીસ ખાતાની વિવિધ કેડરમાં આગામી સમયમાં પણ ૧૨ હજાર યુવાનોને સરકારી નોકરી મળશે.