મુંબઈ પોલીસનો પગાર એક્સિસ બેંકના બદલે એચડીએફસી બેંકના ખાતમાં જમા થશે. મુંબઈ પોલીસ દેશના સૌથી મોટા પોલીસ દળમાંથી એક છે. તેમાં લગભગ 50 હજાર કર્મચારી કામ કરે છે. મુંબઈ પોલીસ અને એક્સિસ બેંક વચ્ચેના એમઓયુની મુદત 31 જુલાઈ 2020 ના રોજ પૂરી થઈ ગઈ છે. મુંબઇ પોલીસ બીજી બેંકની શોધમાં હતી. જે તેના કર્મચારીઓને એક્સિસ બેંક કરતા વધારે સુવિધાઓ પ્રદાન કરી શકે. ઘણી બેન્કોએ આ માટે દરખાસ્તો મોકલી હતી, તેમાંથી મુંબઈ પોલીસે એચડીએફસી બેંકની પસંદગી કરી હતી.
જાણો કોને મળશે વીમાનો લાભ
આ માટે એચડીએફસી બેંક અને મુંબઇ પોલીસ વચ્ચે એમઓયુ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ કર્મચારીનું મૃત્યુ કુદરતી મૃત્યુને કારણે અથવા કોવિડ-19 ને કારણે થયું હોય તો 10 લાખ રૂપિયા સુધીનું જીવન વીમા કવર આપવામાં આવશે. આ સિવાય મુંબઇ પોલીસમાં કાર્યરત કર્મચારીઓને 90 લાખ રૂપિયાના આકસ્મિક ડેથ કવર મળશે. અડધી અપંગતાના કાયમી કિસ્સામાં 50 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. દર મહિને રૂ.150 કરોડનો પગાર મુંબઈ પોલીસનો થાય છે. તે રકમ સરકાર હવે સીધી એચડીએફસી બેંકમાં કરશે.